Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોખંડના પાવડરવાળી-પ્લાસ્ટીકની પતંગની દોરી પર પ્રતિબંધ

Webdunia
શનિવાર, 3 જાન્યુઆરી 2015 (17:29 IST)
ઉત્તરાયણ પર્વને આડે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં ઉત્તરાયણ તહેવાર દરમ્યાન પ્લાસ્ટીક, સિન્થેટીક અને ટોક્ષિક મટિરીયલ તેમજ લોખંડ પાવડર, કાચ વગેરેથી તૈયાર કરેલી દોરીના ઉપયોગ અને વેચાણ ઉપર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે.

ઉત્તરાયણના તહેવાર દરમ્યાન પ્લાસ્ટીક, સિન્થેટીક અને ટોક્ષીક મટિરીયલ, લોખંડ પાવડર, કાચ વગેરેથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માણસો અને પક્ષીઓ ઘાયલ થતા હોઈ તથા તેઓનું મૃત્યુ પણ થતું હોઈ તેવી દોરીના વેચાણ અને વપરાશ સામે જરૃરી પગલાં લેવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ જન જાગૃતિ કેળવવા માટે જરૃરી પ્રતિબંધાત્મક પગલા લેવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ પ્લાસ્ટીક, સિન્થેટીક મટીરીયલ, ટોક્ષિક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વગેરેથી તૈયાર કરેલ દોરા કે ચાઈનીઝ દોરા તથા તે માટેની જરૃરી સામગ્રીનો કોઈપણ વેપારી-વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ વેચાણ, સંગ્રહ, બક્ષિશ, ભેટ કે ઉપયોગ કરવો નહીં તથા વીજ કરંટથી થતા અકસ્માત નિવારવા માટે પતંગ રસિકોએ વીજ થાંભલા કે તેની લાઈનમાં અવરોધ થાય તેવા લાંબા વાંસ, સળીયા, લાકડી કે તેવા કોઈપણ પ્રકારના સાધનથી કપાયેલા પતંગ પકડવાનો પ્રયત્ન કરવા ઉપર ૨૫/૧/૧૫ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫)ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments