Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર જરૂર ખાવ ખીચડી, આ ગ્રહોનું મળશે શુભ ફળ

Webdunia
સોમવાર, 15 જાન્યુઆરી 2024 (09:16 IST)
khichadi
 
Makar Sankranti 2024: હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ સાથે આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તરાયણ બને છે. મતલબ કે આ દિવસથી તે ઉત્તર તરફ પ્રવાસ કરવાનું શરૂ કરે છે. જેનું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સમજાવ્યું છે. જો કે આ તહેવાર દેશભરમાં અલગ અલગ નામોથી ઓળખાય છે અને ઘણી રીતે ઉજવવામાં આવે છે. પરંતુ આ તહેવારના દિવસે ખીચડીનું દાન અને ખાવાનું પણ સૌથી વધુ મહત્વ છે.
 
જ્યોતિષની દૃષ્ટિએ પણ મકરસંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેની સાથે ખીચડીનો સંબંધ પણ તેને કેટલાક ગ્રહો સાથે જોડીને જોવામાં આવે છે. તો ચાલો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે ખીચડી સાથે કયા ગ્રહોનો સીધો સંબંધ છે અને આ દિવસે ખીચડી ખાવાથી કયા ગ્રહો બળવાન બને છે.
 
ખીચડીનો સંબંધ હોય છે આ ગ્રહો સાથે  
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને કોઈને કોઈ ધાન્ય સાથે સંબંધિત જોવામાં આવે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કંઈક દાન કરવાથી ગ્રહને શાંત કરવામાં મદદ મળે છે. આવી જ વાત મકરસંક્રાંતિની ખીચડીની પણ છે. મકરસંક્રાંતિની ખીચડીમાં જે અનાજ વાપરવામાં આવે છે તે ગ્રહોને બળ મળે છે અને આ ગ્રહોને મજબૂત કરવા અને તેમના અશુભ પ્રભાવોને ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય છે.
 
- ખીચડીમાં કાળી દાળનો ઉપયોગ થાય છે. કાળી દાળનો સંબંધ શનિ અને રાહુ-કેતુ સાથે છે. આ ગ્રહોને શાંત કરવા માટે, તમારે પ્રસાદ તરીકે ખિચડી ખાવી જોઈએ.
- ખીચડીમાં હળદરનો સીધો સંબંધ ભગવાન બૃહસ્પતિ સાથે છે.
- ખીચડીમાં જે ચોખા વપરાય છે. તેનો રંગ સફેદ છે અને જ્યોતિષમાં સફેદ રંગ ચંદ્ર અને શુક્ર સાથે સંબંધિત છે. આ ગ્રહને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. તેથી આ દિવસે બને તેટલી ખીચડીનું દાન કરો અને તેને આ દિવસે પ્રસાદ તરીકે પણ ગ્રહણ કરો. 
-આપણે ખીચડીમાં લીલા શાકભાજી પણ નાખીએ છીએ. જેનો સીધો સંબંધ ગ્રહોના રાજકુમાર બુધ સાથે છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાથી અને ભોગ લગાવવાથી  કરવાથી કુંડળીમાં બુધ બળવાન બને છે.

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments