Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાયણને અનોખી રીતે ઉજવતા ગુજરાતનાં આદિવાસીઓ

Webdunia
સોમવાર, 13 જાન્યુઆરી 2014 (16:05 IST)
ઉત્તરાયણના પર્વનો અનોખો મહિમા સાબરકાંઠા-અરવલ્લીના જિલ્લાના મેઘરજ, ભિલોડા, ખેડબ્રહ્મા, વિજયનગર જેવા આદિવાસી વિસ્તારમાં અદ્ભૂત જોવા મળે છે. ઉત્તરાયણના દિને આદિવાસી ભાઈઓ ઢોલ વગાડી મુખીના ઘરે ભેગા થઈ સૂકન જોઈઆ સમૂહમાં વન વગડે નીકળે છે અને વાળ તથા ઝાડ ઉપર દેવ ચકલીને શોધે છે. કાળી ઉભી પૂછડીવાળી દેવચકલીને પૂછડી નીચે લાલ કલગી હોય છે તેને તે પૂજનીય ગણે છે. તેને પકડવા માટે તેની પાછળ પડી તેને થકવી નાખી પછી પકડીને કંકુ ચોખાથી પૂજન કરે અને ઘેર ઘેર સૌને દર્શન કરાવે. આદિવાસી ભાઈ બહેનો પોતાના ઘરે દેવચકલી પઘરામણી થાય ત્યારે મંગલ પ્રસંગ ગણી શ્રદ્ધાપૂર્વક તેને વંદન કરી તલ, ગોળ, ઘી ખવડાવી પછી તૃપ્ત કરી ઉડાવી મૂકે છે.
આ દેવચકલી હાથમાંથી ઉડયા પછી ક્યાં બેસે તે અગત્યની છે. તેના ઉપરથી આગલા વર્ષની આગાહી થાય છે. એ દેવચકલી કોઈ સૂકા ઠૂઠા ઝાડ કે લાકડા ઉપર બેસે તો વર્ષ સૂકું આવશે અને જો લીલા ઝાડ વેલો કે લાકડા પર બેસે તો વર્ષ લીલુ આવશે અને વાડ ઘર કે જમીન ઉપર બેસે તો વર્ષ મધ્યમ આવશે તેવી આગાહી કરવામાં આવે છે. હવે એક વિચિત્ર ઘટના એ છે કે, આ વિધિમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાઈ જાય છે. બપોરે બાળકો પતંગ ચગાવે તો યુવાન ભાઈઓ સમૂહમાં ચમારના ત્યાં જઈ ચામડાના કવરમાં ડુચા, ગાભા ભરી વોલીબોલ જેવો દડો બનાવ છે. બાદ દરેક હાથમાં હોકી જેવું ધોખલું લઈ તેને ફટકારતા વન વગડે લઈ જાય છે અને બે ટુકડા પાડી સામ સામે બુધા મારી આ દડાને રમાડે છે.
લાકડાનો બુધો કચકચાવીને ફટકારે છે. સાથે હાકલા પડકારતા હાકોટા જોઈ ગમે તેવા યુવાનોને સુરાતન ચડી જાય છે. આ રમત જોવા હજારો લોકો મેઘરજ શામળાજી, ખેડબ્રહ્માના ડુંગરો પર બેસીને હર્ષ આનંદ અને કીકીયારીઓ પાડી રમનારને પ્રોત્સાહન આપે છે.
આ રમત રમનારાઓ એટલા આવેશમાં આવી જાય છે કે પગના ઢીંચણ કે કોણીઓ ઘસાઈ જાય તો તેની પરવા કરતા નથી અને ચામડાનો દડો તૂટે નહીં ત્યાં સુધી રમતો ચાલુ રાખે છે.
આ રમતનું રહસ્ય એવું છે કે આ ચામડાનો દડો તૂટી અને ડુચા નીકળી જાય એટલે ગામના મુખી મકાઈના ઠોઠા અને ઘી લઈને જાય અને તૂટી ગયેલા ગાભા ઉપરથી ઘી નાખી બાફેલા ઠોઠા નાખી આ દડાને અગ્નિદાહ દેવાય છે. પછીથી આ ઉત્સાહને નિહાળી આવતી ઉત્તરાયણ વહેલી આવજો, સુખ શાંતિ લાવજો એવી કામના કરે છે અને સૌ કોઈ પરસ્પર એની ખુશાલીમાં મકાઈના ઠોઠા વેચી નાસ્તો કરી ધાક ઉતારવા બેસે છે અને જુના વેર ભૂલી જઈ નવા સંબંધ પ્રસ્થાપિત કરે છે.


રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments