Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP Election 2017 Live: બીજા ચરણની 67 સીટો માટે મતદાન શરૂ

Webdunia
બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (09:36 IST)
ઉત્તર પ્રદેશના વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં 11 જીલ્લાની 67 સીટો પર અને ઉત્તરાખંડની કુલ 70 બેઠકોમાંથી 69 બેઠકો માટે મતદાન ચાલુ છે.  ઉત્તરાખંડમાં બુધવારે એક જ તબક્કામાં તમામ વિધાનસભાની ચૂંટણી આજે યોજાઇ રહી છે. જો કે બસપા ઉમેદવારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં કર્ણપ્રયાગ બેઠક પર અત્યારે ચૂંટણી સ્થગિત થઇ ગઇ છે. 
 
બીજા ચરણમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશથી લઈન તરાઈ સુધીના વિસ્તારમાં વોટ નાખવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની 67માંથી 12 સીટો અનુસૂચિત જાતિ વર્ગના માટે સુરક્ષિત છે.  યૂપીમાં આજે સવારે સાત વગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લગભગ 2.28 કરોડ મતદાતા 721 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. 
 
ઉત્તરાખંડ ચૂંટણી 
 
મતદાન સવારે આઠ વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ઉત્તરાખંડમાં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આમ તો આ ચૂંટણી બંને પક્ષોના બળવાખોર ઉમેદવારોની જ ચૂંટણી કહીએ તો પણ ચાલે એવું છે. અહીં 637 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય 75 લાખ મતદાતાઓ નક્કી કરશે. તેમા 3933564 પુરૂષ અને 3578995 મહિલા મતદાતા છે. ચાર વિધાનસભાઓ પૌડી, ચૌબટ્ટાખાલ, ઘારચૂલા અને બાગેશ્વરમાં પુરૂષોથી વધુ મહિલા મતદાતા છે.  આ બધા મતદાતા ચૂંટણીમાં ઉતરેલા 637 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. 
 
બીજા ચરણમાં કુલ 2.28 કરોડ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.04 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં 73 બેઠકો માટે પહેલા ચરણનું મતદાન યોજાયુ હતું. જેમાં 64.2 ટકા મતદાન થયું હતું.
 
યૂપી ઈલેક્શન 
 
આજે યોજાઈ રહેલી ચૂંટણીમાં મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો, સપાના મંત્રી આઝન ખાંનું ભાવી ઈવીએમમાં સીલ થશે. આઝમ ખાન પહેલીવાર રામપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તો, તેમના પુત્ર અબ્દુલા આઝમ, કૉંગ્રેસના વરીષ્ઠ નેતા જફર અલી નક્લીના પુત્ર સૈફ અલી નક્વી અને પૂર્વ કેંદ્રીય મંત્રી જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે.
 
- અમરોહા જીલ્લાના બૂથ નં 223 પર વોટ નાખવા લોકો લાઈનમાં ઉભા છે.  આ સીટ પર સપા-કોંગ્રેસ ગઠબંધનથી મહેબૂબ અલી, ભાજપાથી ડૉ. કુવર સૈની અને બસપાથી નૌશાદ અલી ચૂંટણી લડી રહ્યા છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભૂંગળા બટેટા રેસીપી

નોકરાણીની સામે ભૂલથી પણ ન કરો આ કામ, થઈ શકે છે મોટું નુકસાન.

Gujarati wedding rituals - વરરાજાનું નાક ખેંચવામાં આવે છે

Teddy Day - શું તમે ટેડી ડે ઉજવવા પાછળની રસપ્રદ વાર્તા જાણો છો?

Homemade Chocolates for Valentine's Day: જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી ચોકલેટ્સ, સંબંધોમાં મધુરતા ઓગળી જશે.

આગળનો લેખ
Show comments