Festival Posters

Budget 2021: રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની વિક્રમ ફાળવણી

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (21:51 IST)
ભારતીય રેલવેએ રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી પ્રાપ્ત કરી છે જેમાંથી 1,07,100 કરોડ રૂપિયાની ફાળવણી મૂડીગત ખર્ચ માટે કરવામાં આવી છે. આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરવાના સમયે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આ રેકોર્ડ ફાળવણીની જાહેરાત કરી હતી. ભારતીય રેલવેએ નેશનલ રેલ પ્લાન ફોર ઈન્ડિયા – 2030 તૈયાર કર્યો છે.
 
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “મેઇક ઇન ઈન્ડિયાને સક્ષમ બનાવવા માટે આપણાં ઉદ્યોગો માટે હેરફેર ખર્ચ ઘટાડવો એ અમારી વ્યૂહરચનાના કેન્દ્રસ્થાને રહેલ બાબત છે”. નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) અને ઈસ્ટર્ન ડીએફસી એ જૂન 2022 સુધીમાં શરૂ થવાની સંભાવના છે.
 
વધુમાં, નાણાં મંત્રીએ નીચી મુજબની વધારાની પહેલો હાથ ધરવાની દરખાસ્ત મૂકી હતી:
- ઈસ્ટર્ન ડીએફસીનું સોનાનગર – ગોમોહ સેકશન (263.7 કિલોમીટર) 2021-22માં પીપીપી મોડમાં હાથ ધરવામાં આવશે. 274.3 કિલોમીટરનું ગોમોહ દનકુની સેકશન ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.
- ખડગપુરથી વિજયવાડા સુધીનો ઈસ્ટ કોસ્ટ કોરિડોર, ભુસાવળથી ખડગપુરથી દનકુનીનો ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને ઇટારસીથી વિજયવાડા સુધીનો નોર્થ સાઉથ કોરિડોર નામના ભવિષ્યના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ્સ હાથ ધરવામાં આવશે.
- ડિસેમ્બર 2023 સુધીમાં બ્રોડ ગેજ રૂટ્સનું 100 % વિદ્યુતિકરણનું કાર્ય પૂરું થઈ જશે. બ્રોડ ગેજ રુટ કિલોમીટર (RKM)નું વિદ્યુતિકરણ એ 1 લી ઓકટોબર, 2020ના 41,548 આરકેએમથી લઈને 2021ના અંત સુધીમાં 46,000 આરકેએમ એટલે કે 72% સુધી પહોંચવાની સંભાવના છે.
 
મુસાફરોની સુવિધા અને સુરક્ષા
નિર્મલા સીતારમણે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે નીચેના પગલાઓની પણ દરખાસ્ત મૂકી હતી:
- મુસાફરોને પ્રવાસનો વધુ સારો અનુભવ આપવા માટે પ્રવાસી માર્ગો ઉપર સુંદર રીતે તૈયાર કરવામાં આવેલ વિસ્ટા ડોમ એલએચબી કોચ શરૂ કરવા.
- ભારતીય રેલવેના વધુ ગીચતા ધરાવતા નેટવર્ક અને વધુ વપરાતા નેટવર્ક રૂટ્સને સ્વદેશમાં નિર્મિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કે જે માનવીય ભૂલના કારણે થતાં ટ્રેન અકસ્માતોને ઓછા કરે છે તે પૂરી પાડવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments