Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2020 : ભારતીય બજેટ સાથે જોડાયેલ શબ્દાવલી, તેને જાણ્યા વગર મુશ્કેલ છે બજેટ સમાજવુ

Webdunia
બુધવાર, 22 જાન્યુઆરી 2020 (17:25 IST)
મોદી સરકારના બીજા કાર્યકાળનુ બીજુ બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ થશે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને નાણાકીય મંત્રાલયમાં ક્વૈરનટાઈન લાગૂ થઈ ચુક્યુ છે. જેના હેઠળ બજેટ બનાવવામાં લાગેલ અધિકારીઓ અને કર્મચારીઓ પર બહારી લોકો સાથે સંપર્ક પર રોક લગાવી દેવામાં આવી છે. આ રોક 5 જુલાઈ સુધી ચાલુ રહેશે અને આ દરમિયાન મીડિયા સહિત કોઈને પણ મિનિસ્ટ્રીમાં જવાની મંજુરી નહી રહે. દેશની પ્રથમ પૂર્ણકાલિક મહિલા નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ પણ બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ, બેંક અધિકારીઓ, નાણાકીય સંસ્થાનો અને ઉદ્યોગ મંડળો સાથે મુલાકાત કરી તેમની સલાહ લેશે.. બજેટમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ હોય છે જે આપણી સામાન્ય જાણકારીમાં હોતા નથી. જો કે તેનાથી એપરિચિત થવુ ખૂબ જરૂરી છે. કારણ કે બજેટ સીધુ તમારી સાથે જોડાયેલુ છે અને આ બજેટ તમારા ઘરના ખર્ચ પણ નક્કી કરે છે.
 
બજેટ શબ્દાવલી
 
ડાયરેક્ટ ટેક્સ (Direct taxes): - કોઈપણ વ્યક્તિ અને સંસ્થાનોની આવક અને તેના સ્ત્રોત પર ઈનકમ ટેક્સ, કોરપોરેટ ટેક્સ, કેપિટલ મેન ટેક્સ અને ઈનહેરિટેંસ ટેક્સ દ્વારા લાગે છે.
 
ઈનડાયરેક્ટ ટેક્સ .(Indirect taxes): ઈનડાયરેક્ટ ટેક્સ ઉત્પાદિત વસ્તુઓ અને આયાત-નિકાસવાળા સામાન પર ઉત્પાદ ફી, સીમા ફી અને સેવા ફી દ્વારા લાગે છે
 
 
બજેટ ખોટ (Budgetary deficit): બજેટ ખોટની સ્થિતિ ત્યારે પૈદા થાય છે જ્યારે ખર્ચ, રાજસ્વથી વધુ થઈ જાય છે.
 
રાજકોષીય ખોટ (Fiscal deficit): રાજકોષીય ખોટ સરકારના કુલ ખર્ચ અને રાજસ્વ પ્રાપ્તિઓ અને બિન કર્જપુંજી પ્રાપ્તિઓના જોડ વચ્ચે અંતર હોય છે.
 
આવકવેરો (Income tax):
આ આપણી આવકના સ્ત્રોત જેવા કે આવક, રોકાણ અને તેના પર મળનારા વ્યાજ પર લાગે છે.
 
કોર્પોરેટ ટેક્સ (Corporate tax): કોર્પોરેટ ટેક્સ કોર્પોરેટ સંસ્થાનો કે ફર્મ પર લગાવવામાં આવે છે. જેના દ્વારા સરકારને આવક થાય છે. જીએસટી આવ્યા પછીથી આ ખતમ થઈ ગઈ છે.
 
 
ઉત્પાદ ચાર્જ (Excise duties): દેશની સીમાની અંદર બનનારા બધા ઉપ્તાદો પર લાગનારા ટેક્સને ઉત્પાદ ટેક્સ કહે છે. એક્સાઈઝ ડ્યુટીને પણ જીએસટીમાં સામેલ કરી લેવામાં આવી છે.
 
સીમા ચાર્જ (Customs duties):
સીમા ચાર્જ એ વસ્તુઓ પર લાગે છે જે દેશમાં આયાત કરવામાં આવે છે કે પછી દેશની બાહર નિકાસ કરવામાં આવે છે.
 
સેનવૈટ (CENVAT): આ કેન્દ્રીય વેલ્યુ એડેડ ટેક્સ છે જે મૈન્યુફેક્ચરર પર લગાવવામાં આવે છે. આ વર્ષ 2000-2001માં રજ કરવામાં આવ્યુ હતુ.
 
બેલેંસ બજેટ (Balanced budget) : એક કેન્દ્રીય બજેટ બેલેંસ બજેટ ત્યારે કહેવાય છે જ્યારે વર્તમાન પ્રાપ્તિઓ વર્તમાન ખર્ચના બરાબર હોય છે.
 
બેલેસ ઓફ પેમેંટ (Balance of payments): દેશ અને બાકી દુનિયા વચ્ચે દરેક નાણાકીય લેવડ દેવડના હિસાબને ચુકવણી સંતુલન કે બેલેંસ ઓફ મોમેંટ કહેવામાં આવે છે.
 
બોંડ (Bond): આ કર્જનુ એક સર્ટિફિકેટ હોય છે, જેને કોઈ સરકાર કે કોર્પોરેશન રજુ કરે છે જેથી પૈસા એકત્ર કરી શકાય.
 
વિનિવેશ (Disinvestment): સરકાર દ્વારા કોઈ પબ્લિક ઈસ્ટિટ્યુટમાં પોતાની જવાબદારી વેચીને મુડી એકત્ર કરવાની પ્રક્રિયાને વિનેવેશ કહેવાય છે.
 
જીડીપી (GDP): જીડીપી એક નાણાકીય વર્ષમાં દેશની સીમાની અંતર ઉત્પાદિત કુલ વસ્તુઓ અને સેવાઓનો
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments