Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉજ્જૈન સિંહસ્થ - જાણો દારૂ કેવી રીતે પીવે છે 'કાલ ભૈરવ'

Webdunia
ગુરુવાર, 5 મે 2016 (11:46 IST)
દુનિયાભર માટે આશ્ચર્યનો વિષય રહ્યો છે કે ભગવાન કાલભૈરવ દારૂ કેવી રીતે ગ્રહણ કરે છે ? જિજ્ઞાસાથી ભરેલ આ સવાલ આજે પણ લોકોના મનમાં ઉભો થાય છે. ઉજ્જૈનનું કાલભૈરવ મંદિર ભારતના સૌથી અદ્દભૂત મંદિરોમાંથી એક છે. આ મંદિરમાં વિરાજીત ભગવાન કાલભૈરવને પ્રસાદના રૂપમાં બીજુ કશુ નહી પણ મદિરા મતલબ દારૂ ચઢાવવામાં આવે છે. એટલુ જ નહી તે દારૂ ભગવાન કાલભૈરવ ગ્રહણ પણ કરે છે.  ભગવાનના મોઢા આગળ દારૂને પાત્રમાં ભરીને મુકવામાં આવે છે અને તે આપમેળે જ ખાલી થઈ જાય છે. અહી દારૂને પ્રસાદના રૂપમાં ચઢાવવા પાછળ લોકોની ભાવના રહે છે કે તેઓ પોતાના બધા દુર્ગુણોને ભગવાન સામે છોડી જાય છે. 
 
દારૂનો ભોગ 
 
આ મંદિરમાં વર્ષોથી ભગવાન કાલભૈરવને દારૂનો ભોગ લગાવવામાં આવે છે. ભગવાનના મોઢા આગળ દારૂથી ભરેલુ પાત્ર મુકતા જ બધાની આંખો સામે તે પાત્ર ખાલી થઈ જાય છે. અનેક લોકોને ભગવાન કાલભૈરવની મૂર્તિ અને આખા મંદિર ચોકની નીચેની જમીનનુ પરીક્ષણ પણ કર્યુ પણ દારૂ ક્યા જાય છે તેનો કોઈ પત્તો આજ સુધી મળ્યો નથી. તેથી જ તેને ભગવાન કાલભૈરવનો ચમત્કાર માનવામાં આવે છે. 
 
ભગવાન શિવનુ જ એક રૂપ છે કાલભૈરવ 
 
પુરાણો મુજબ એક વાર ભગવાન બ્રહમાએ ભગવાન શિવનુ અપમાન કરી નાખ્યુ હતુ. આ વાતથી ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી કાલભૈરવ પ્રગટ થયા. ક્રોધિત કાલભૈરવએ ભગવાન બ્રહ્માનુ પાંચમુ માથુ કાપી નાખ્યુ હતુ.  જેને કારણે તેમને બ્રહ્મ હત્યાનુ પાપ લાગ્યુ. 
 
કાલભૈરવ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 
 
સિંહસ્થ શરો થયા પછીથી શહેરના વિવિધ ધાર્મિક સ્થળો પર ભીડ વધવા માંડી છે. કાલભૈરવ મંદિરમાં વર્તમાન દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાલુ આવી રહ્યા છે. સવારથી લઈને રાત સુધી લગભગ 40,000 લોકો અહી દર્શન કરવા માટે આવે છે.  કાલભૈરવ ક્ષેત્રમાં લાગેલ સંતોના શિવિરોમાં ભલે વધુ ભીડ ન દેખાતી હોય પણ કાલભૈરવ મંદિરમાં સવારથી રાત સુધી રોનક છવાયેલી રહે છે. દેશભરમાંથી સિંહસ્થમાં આવી રહેલ લોકો કાલભૈરવ મંદિર તરફ વળી રહ્યા છે.  હાલ સવારે 5 વાગતા જ કાલભૈરવ ક્ષેત્રમાં લોકોની ચહલ પહલ વધવા માંડી છે. જે રાત્રે લગભગ 11 વાગ્યા સુધી કાયમ રહે છે. 
 
કાલભૈરવની મૂર્તિ 
 
મોટાભાગના લોકો અહી જોવા આવી રહ્યા છે કે કાલભૈરવની મૂર્તિ છેવટ દારૂનો પ્રસાદ કેવી રીતે ગ્રહણ કરે છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે.  ચોકમાં બેરિકેંડિગ કરવામાં આવી છે. જેના કારણે શ્રદ્ધાળુ લાઈનમાં લાગીને દર્શન કરવા માટે જઈ રહ્યા છે.  ચોકમાં ગ્રીન રંગની નેટ લગાડવામાં આવી છે.  સુરક્ષા વ્યવસ્થાઓની અહી પૂર્ણ જોગવાઈ છે.  પોલીસબળ ઉપરાંત અહી સીઆઈએસએફના જવાનો પણ ગોઠવાયેલા છે. મંદિરમાં મેટલ ડિટેક્ટર ચેક પોસ્ટ પણ લગાવવામાં આવી છે. 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments