Biodata Maker

Anupama: વનરાજને આવશે હાર્ટ અટેક, શુ સુધાંશુ પાંડે શો માંથી બહાર થશે ?

Webdunia
શનિવાર, 20 નવેમ્બર 2021 (22:46 IST)
ટીવી સિરિયલ અનુપમા(Anupama)ની સ્ટોરી હાલના દિવસોમાં ફિલ્મી ઢબે આગળ વધી રહી છે. રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે અભિનીત આ સિરિયલમાં હજુ ઘણા ધમાકેદાર ટ્વિસ્ટ આવવાના છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સુધાંશુ પાંડેએ પોલિટિકલ ડ્રામા આધારિત વેબ સિરીઝ સાઈન કરી છે. આ સાથે, એવી અફવાઓ ઉડવા લાગી કે સુધાંશુ અધવચ્ચે અનુપમાને ટા-ટા બાય-બાય કહેશે. આગામી દિવસોમાં મેકર્સ આ સિરિયલની સ્ટોરી એ રીતે વધારશે કે હવે આ અફવાઓ સાચી લાગવા માંડશે.
 
કાવ્યાના કારણે બધા રસ્તા પર આવશે
 
બીજી તરફ, કાવ્યા બધાને કહેશે કે હવે શાહ હાઉસનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવે તેની સામે કોઈનુ ચાલશે નહીં. કાવ્યા એક પછી એક બધાને શાહ હાઉસમાંથી બહાર કાઢશે. આવી સ્થિતિમાં વનરાજ ક્યાંયનો નહી રહે. 
 
વનરાજને હાર્ટ એટેક આવશે
 
અનુપમાના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે વનરાજની હાલત બગડવાની છે. વનરાજને લાગવા માંડશે કે તેના ઘરમાં થતા ઝઘડા માટે તે પોતે જ જવાબદાર છે. પરિસ્થિતિ બેકાબૂ જોઈને વનરાજ પરેશાન થઈ જશે અને તેને હાર્ટ એટેક આવશે. ટેલીચક્કરના એક અહેવાલ મુજબ, આ દિવસોમાં અનુપમાના સેટ પર આ ટ્રેકનું શૂટિંગ ચાલી રહ્યું છે
 
શું સુધાંશુ પાંડે શો છોડશે?
 
હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું સુધાંશુ પાંડે ખરેખર અનુપમાને છોડી દેશે? શું મેકર્સ વનરાજના હાર્ટ એટેકવાળા ટ્રેક એ માટે લઈને આવશે જેથી સુધાશું પાંડેના પાત્રને શોમાંથી સરળતાથી કાઢી શકાય? હાલમાં સુધાંશુ પાંડે તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સુધાંશુ પાંડે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments