Biodata Maker

Arvind Kumar Death: 'લાપતાગંજ'ના 'ચૌરસિયા જી'નો હાર્ટ એટેક લીધો જીવ, અરવિંદ કુમાર આર્થિક સંકટથી પરેશાન

Webdunia
શનિવાર, 15 જુલાઈ 2023 (15:17 IST)
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 'લાપતાગંજ' એક્ટર અરવિંદ કુમાર હવે આ દુનિયામાં નથી. તેઓ  'લાપતાગંજ'માં ચૌરસિયા જીનું પાત્ર ભજવી રહ્યા હતા અને આ પાત્રને કારણે તેમને દરેક ઘરમાં ઓળખ મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરવિંદ કુમારને 12 જુલાઈના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડના સમયે અરવિંદ કુમાર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તે ઈન્ડસ્ટ્રી પાસેથી કામ માંગતા પણ જોવા મળ્યા હતા. 
 
'લાપતાગંજ'માં મુખ્ય ભૂમિકા ભજવનાર રોહિતેશ ગૌરે પણ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. આ શોમાં તેઓ 'મુકુંદી લાલ'નું પાત્ર ભજવતા હતા. તેણે કહ્યું તેમને કહ્યું કે અરવિંદ કુમાર કામ ન હોવાને કારણે અને આર્થિક તંગીના કારણે તણાવમાં હતા.
 
લાપતાગંજના 'મુકુંદી લાલ'એ કર્યું કન્ફર્મ 
'ભાભી જી ઘર પર હૈ'ના એક્ટર રોહિતેશ ગૌરે 'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હા, તે હવે આ દુનિયામાં નથી. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. ઘણીવાર અમે ફોન પર વાત કરતા. અરવિંદ કુમારનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તે સતત આર્થિક સમસ્યા સામે લડી રહ્યા હતા. 
 
રોહિતેશ ગૌરે કહ્યું- ટેન્શનને કારણે  આવ્યો  હાર્ટ એટેક
રોહિતાશ ગૌરે પણ કહ્યું, 'મેં ક્યારેય અરવિંદ કુમારના પરિવાર સાથે વાત કરી નથી. તે ગામમાં રહેતા હતા. કોરોના પછી ઘણા કલાકારો પરેશાન હતા. આ મુશ્કેલ સમયમાં કલાકારોના સમર્થનમાં કોઈ આગળ આવ્યું નહોતું. હું નસીબદાર છું કે મારી પાસે કામ છે. હાર્ટ એટેક સ્ટ્રેસને કારણે જ આવે છે. મને એટલું જ ખબર છે કે અરવિંદનો પરિવાર ગામમાં રહેતો હતો. તેથી જ હું તેની સાથે ક્યારેય વાત કરી શક્યો નહીં અને અમે ક્યારેય મળ્યા નહી. 
 
લાપતાગંજ એક્ટર કરશે  અરવિંદ કુમારના પરિવારને મદદ 
રોહિતાશ ગૌર કહે છે કે હવે તેણે અરવિંદ કુમારની પત્નીનો નંબર કોઈની સાથે ગોઠવી દીધો છે. તે અને તેના ઘણા મિત્રો તેના પરિવાર સાથે વાત કરીને મદદ કરવાનું વિચારી રહ્યા 
 
કોણ હતા અરવિંદ કુમાર
અરવિંદ કુમારે વર્ષ 2004માં ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે લાપતાગંજમાં ચૌરસિયા જીની ભૂમિકા ભજવતો હતો. આ શો પાંચ વર્ષ સુધી ચાલ્યો અને તેણે તેમાં સતત કામ કર્યું. આ સિવાય તેણે 'ક્રાઈમ પેટ્રોલ' અને 'સાવધાન ઈન્ડિયા' જેવા શોમાં પણ કામ કર્યું હતું. તેણે 'ચીની કમ', 'રામા રામ ક્યા હૈ ડ્રામા'થી લઈને 'મેડમ ચીફ મિનિસ્ટર' સુધીની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

આગળનો લેખ
Show comments