રાજા દ્વારા શ્વેતાને પલક નામની એક પુત્રી પણ છે. શ્વેતાએ લગ્ન પહેલા પલકની પણ મંજૂરી લીધી હતી કે તે લગ્ન કરે કે નહી. પલકે હા કહ્યા પછી ખૂબ જ સમજી વિચારીને શ્વેતાએ લગ્ન કરવાનું નક્કી કર્યુ.
અભિનવ કોહલી સાથે શ્વેતાનો રોમાંસ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેવટે તેમણે તેને સંબંધોની ડોરથી બાંધી લીધો. શ્વેતા, અભિનવ અને પલક આ લગ્નથી ખૂબ જ ખુશ છે.
શ્વેતાના લગ્નમાં ઘણા ટીવી કલાકાર હાજર હતા. ભોજપુરી ફિલ્મોના સ્ટાર મનોત તિવારી પણ આ પ્રસંગે હાજર હતા.