Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રીઓ પુરૂષ બનવાનો પ્રયત્ન ન કરે: સુરેખા

Webdunia
W.D
ધારાવાહિક 'બાલિકા વધૂ'ની દાદી સાના રૂપમાં સુરેખા સીકરીને જે લોકપ્રિયતા અને સફળતા મળી છે તે મૃણાલ સેન, ગોવિંદ નિહાલાની જેવા દર્શકોની સાથે કામ કરવા છતાં પણ નથી મળી. સુરેખાનું કહેવું છે કે તેમણે પણ નહોતુ વિચાર્યુ કે આ ધારાવાહિક આટલી બધી સફળ થશે અને આજે દરેક ઘરમાં તેમને ઓળખવામાં આવશે. અલીગઢમાં કોલેજ દરમિયાન તેમણે નાટક જોયું હતું અને અભિનય કરવાનો શોખ તેમના મનમાં જાગી ઉઠ્યો. 1965માં તેઓએ એનએસડીમાં સમાવેશ કર્યો અને અભિનયની ઝીણવટતાને શીખી. પરિણતિ, સલીમ લઁગડે પે મત રો, મમ્મો, જુબૈદા જેવી ફિલ્મો અને બનેંગી અપની બાત, સમય, જસ્ટ મોહબ્બત, સાત ફેરે જેવા ટીવી ધારાવાહિકમાં પણ તેઓ દેખાયા. તો અહીં રજુ છે સુરેખા સાથેની થોડીક વાતચીત :

નકારાત્મક રોલને વધારે પસંદ કરવામાં આવે છે
' બાલિકા વધૂ'માં મારા મારા પાત્રને જે લોકપ્રિયતા મળી છે, તેનાથી આ વાત સાબિત થાય છે કે આપણે નકારાત્મકતાને વધારે પસંદ કરીએ છીએ. છાપુ, ટીવી, વેબસાઈટ્સ વગેરે નકારાત્મક સમાચારોથી જ ભરેલા રહે છે કેમકે લોકો સકારાત્મક વાતોની જગ્યાએ નકારાત્મક વાતોને વધારે પસંદ કરે છે. 'બાલિકા વધૂ' દ્વારા અમે સમાજને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આશા રાખુ છુ કે લોકો આનાથી જાગૃત થઈ શકશે. આમ તો અમને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

દાદી અને મારામાં સમાનતા
દાદીની આયુર્વેદિક દવાવાળી વાત સાથે હું સહેમત છું. મારૂ માનવું છે કે આયુર્વેદ કરતાં સારી સારવાર ક્યાંય પણ શક્ય નથી. આમ પણ હુ ભારતીય સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત છું અને સ્વદેશી વસ્તુઓને વધારે પસંદ કરૂ છુ. પરંતુ યુવા પેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિથી વધારે પ્રભાવિત જોવા મળે છે. તેઓ જોઈંટ ફેમીલીમાં નહિ પણ ન્યુક્લીયર ફેમીલીમાં વિશ્વાસ કરે છે. ટીવી પર પણ બાળકોને બગાડે તેવા કાર્યક્રમ વધારે પ્રસારિત થાય છે. બાળકોએ શું જોવું જોઈએ તેનો નિર્ણય માતા-પિતાએ કરવો જોઈએ.

માઁ સ્ત્રી જ બની શકે છે
મને સમજણ નથી પડતી કે વર્તમાન યુગમાં સ્ત્રીઓ પુરૂષ બનવાનો પ્રયત્ન કેમ કરી રહી છે? આનાથી તે સાબિત થાય છે કે તે પુરૂષોથી નબળી છે. તેમને સ્ટેનો બનવાનું પસંદ છે પણ ઘરે જમવાનું બનાવવાનું નહિ. મહિલાઓને ભગવાને પુરૂષો કરતાં અલગ ગુણ આપ્યા છે. માઁ સ્ત્રી જ બની શકે છે, એટલા માટે તેની અંદર પાલન-પોષણ, ઘર-પરિવારની સારસંભાળ કરનાર ગુણ જ તેનામાં જોવા મળી શકે છે. બની શકે કે મને રૂઢિવાદી સમજવામાં આવે, પરંતુ મહિલાઓએ પોતાના ઘર અને પરિવારની જવાબદારીને પ્રાથમિકતા આપવી જોઈએ. બચેલા સમયમાં કામ કરવું જોઈએ. પરંતુ આજકાલની મહિલાઓ એવું વિચારે છે કે તેઓ ઘરનું કામ કરશે તો તેમને નીચલા વર્ગની માનવામાં આવશે.

શિક્ષામાં બદલાવ જરૂરી
વર્તમાનમાં અપાતી શિક્ષાથી હું ખુશ નથી. શિક્ષા વ્યાવહારિક હોવી જોઈએ. આપણને આપણા સંસ્કારો, ખાણી-પીણી વિશે જણાવવું જોઈએ જેથી કરીને તે બધા જ આપણા જીવનમાં કામ લાગે. છોકરીઓને અલગ રીતે શિક્ષિત કરવી જોઈએ. તેમની અંદર છુપાયેલી પ્રતિભાને શોધવી જોઈએ.

ફિટનેસનું રાજ
70 ની ઉંમરમાં પણ મને ઉર્જાવાન જોઈને લોકો ચકિત રહી જાય છે. હું સમોસા, ચાટ, મિઠાઈ, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓની જગ્યાએ સાદુ અને સંતુલિત ભોજન વધારે પસંદ કરૂ છું. આ જ કારણ છે કે હું બિમાર નથી પડતી.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments