Festival Posters

ચાણક્ય નીતિ - અંતિમ સમય સુધી આ 4 વસ્તુ સાથ નિભાવે છે, મુશ્કેલ ઘડીમાં પણ બને છે સહારો

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (06:58 IST)
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલા તમામ પ્રકારની સમસ્યાઓનો હલ બતાવ્યો છે. આચાર્ય ચાણક્યે જીવનના દરેક પરિસ્થિતિનો  ઝીણવટાઈથી અભ્યાસ કર્યો હતો. આ જ કારણ છે કે તેમની વાતો આજના પરિવેશમાં પણ સટકી બેસે છે. કહેવાય છે કે ચાણક્યની નીતિઓને અપનાવવી મુશ્કેલ હોય છે. પણ જેને પણ અપનાવ્યુ તે સફળ થઈ ગયો. ચાણક્યે એક શ્લોકમાં એ ચાર વસ્તુઓનુ વર્ણન કર્યુ છે જે માણસનો સાચો સાથી છે. ચાણક્ય કહે છે કે આ વસ્તુઓ વ્યક્તિને અંતિમ સમય સુધી સાથ આપે છે 
 
विद्या मित्रं प्रवासेषु भार्या मित्र गृहेषु च
व्याधितस्यौषधं मित्र धर्मो मित्रं मृतस्य।
 
1. ચાણક્ય કહે છે કે જે લોકો પોતાના ઘરથી દૂર રહે છે તેમના માટેનો સાચો સાથી  જ્ઞાન છે. અજાણ્યા સ્થાન પર વ્યક્તિનુ જ્ઞાન જ તેને માન-સન્માન અપાવે છે. જ્ઞાનની મદદથી વ્યક્તિ જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો પણ હલ કરી લે છે. તેથી જીવનમાં વધુથી વધુ જ્ઞાન અર્જિત કરવાની કોશિશ કરવી જોઈએ. 
 
2. ચાણક્ય કહે છે કે જે લોકોની પત્ની સારી મિત્ર હોય છે, તેમને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે. સંસ્કારી અને ગુણી પત્ની દરેક સુખ દુ:ખમાં સાથ નિભાવે છે. પતિની ખુશીનુ ધ્યાન રાખે છે અને વિપરિત પરિસ્થિતિમાં પણ પતિ સાથે ઉભી રહે છે. 
 
3. ચાણક્ય કહે છે કે દવા કે ઔષધિ વ્યક્તિનો ત્રીજો સાચો મિત્ર છે. જ્યારે વ્યક્તિ અસ્વસ્થ અનુભવ કરે છે તો તેને સ્વસ્થ કરવા અને મોટી બીમારીથી બચાવવઆમાં દવા મદદ કરે છે. 
 
4. ચાણક્ય કહે છે કે વ્યક્તિનો સાચો મિત્ર કર્મ પણ છે. આ વ્યક્તિને હંમેશા ધર્મના રસ્તે ચાલવા માટે પ્રેરિત કરે છે. જેના કારણે વ્યક્તિને સમાજમાં માન-સન્માન મળે છે. ચાણક્ય કહે છે કે ધર્મના રસ્તે ચાલનારાઓને મૃત્યુ પછી પણ યાદ કરવામાં આવે છે.  તેથી વ્યક્તિએ સત્કર્મ કરવા જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Virat Kohli Record: વિરાટ કોહલીએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Video- મુખ્યમંત્રી મોહન યાદવના નાના પુત્રએ લગ્ન કર્યા, સમૂહ લગ્ન સમારોહમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી; જાણો કોણ કોણ હાજર રહ્યું

December Bank Holidays - આ રાજ્યોમાં આવતીકાલે બેંકો બંધ રહેશે; જતા પહેલા રજાઓની યાદી તપાસો.

SIR પ્રક્રિયા, લક્ષ્યો પૂરા ન થવા વચ્ચે મુરાદાબાદ BLO એ આત્મહત્યા કરી

વાવાઝોડું Ditwah ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યું છે, શ્રીલંકામાં 150 થી વધુ લોકોના મોત થયા

વધુ જુઓ..

ધર્મ

Mata Baglamukhi- બગલામુખી માતાની પૂજા કરવાની રીત અને મંત્ર

Happy Gita Jayanti Gujarati Quotes - ગીતા જયંતિની શુભેચ્છા

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

આગળનો લેખ
Show comments