Dharma Sangrah

Chanakya Niti : આ 3 સ્થિતિમાં ભાગવુ કાયરતા નહી પણ સમજદારી છે.

Webdunia
શનિવાર, 4 ડિસેમ્બર 2021 (07:54 IST)
આચાર્ય ચાણક્ય વિદ્વાન હોવાની સાથે યોગ્ય શિક્ષક પણ હતા. વિશ્વ વિખ્યાત તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ઘણા વર્ષો સુધી ત્યાં શિક્ષક પદે રહ્યા અને અનેક રચનાઓ રચી.. આચાર્યની નીતિશાસ્ત્ર આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. નીતિ શાસ્ત્રને ચાણક્ય નીતિ તરીકે ઓળખવામાં આવે છે.
 
આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યાં દુષ્ટ લોકો રહે છે તે સ્થાન છોડી દેવાથી તમે ડરપોક સાબિત થતા નથી. પરંતુ આ જ તો તમારી સમજદારી છે.  દુષ્ટ લોકો ભરોસાપાત્ર નથી, તેઓ ગમે ત્યારે કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેમને અને તેમના સ્થાનને છોડી દેવામાં જ શાણપણ છે. 
 
જો અચાનક શત્રુએ તમારા પર હુમલો કર્યો હોય અથવા તમે દુશ્મન પર વિજય મેળવવામાં સક્ષમ નથી તો આવી સ્થિતિમાં ત્યાંથી ભાગી જવામાં જ સમજદારી છે. દુશ્મનનો સામનો યોગ્ય વ્યૂહરચના સાથે જ કરવો જોઇએ, તો જ તમે જીતી શકો છો.
 
આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યાં દુકાળ પડે તે સ્થાન પર રોકાવવુ મૂર્ખતા છે, કારણ કે જો તમારા જીવન પર સંકટ આવશે તો તો તમે શું કરી શકવા લાયક રહેશો.  તેથી, બિનજરૂરી રીતે તમારા જીવનને જોખમમાં ન લો અને તરત જ આવી જગ્યા છોડી દો.
 
મુસીબતના સમયે ત્યાંથી ડરીને ભાગવું એ કાયરતાની નિશાની ગણાય છે, પરંતુ અમુક ખાસ સંજોગોમાં ભાગવું એ કાયરતા નથી બતાવતું, પણ સમજદારી કહેવાય. આચાર્ય ચાણક્યએ પણ ચાણક્ય નીતિમાં કેટલીક આવી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ભાગવું એ એક સમજદારીભર્યો  નિર્ણય છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુટ્યુબર શાદાબ જકાતીએ કોર્ટમાં માફી માંગી, જામીન પર મુક્ત થયા, જાણો કોણે નોંધાવી FIR.

દેશનો સૌથી મોટો હાઇ-ટેક લોકો શેડ અને તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ વિશાળ રેલ્વે સ્ટેશન કચ્છ માટે એક નવી ઓળખ બનાવશે

ભોપાલમાં બાળકી પર બળાત્કારનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પગમાં ગોળી વાગી.

Gujarat News: પ્રોજેક્ટ વિશ્વાસ શું છે ?જે ગુજરાત પોલીસ માટે બનવા જઈ રહ્યું છે 'બ્રહ્માસ્ત્ર', જાણો વિગતવાર

WPL Auction 2026 Live: આશા શોભના બની કરોડોની માલિક, UPW એ 1.10 કરોડમાં ખરીદી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments