Biodata Maker

Teachers Day 2025- શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે છે

Webdunia
મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025 (10:57 IST)
ભારતમાં શિક્ષક દિવસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાઘાકૃષ્ણને જન્મદિવસના રૂપમાં ઉજવાય છે. 
 
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે વિદ્યાર્થી અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરે છે. એક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વની રહે છે. ભારતમાં શિક્ષકને પણ માતાપિતા જેટલું સ્થાન આપવામાં આવે છે. જે રીતે કુંભાર માટીને વાસણમાં ઘડે છે, લુહાર લોખંડ ગરમ કરીને તેને કોઈ ઉપયોગી વસ્તુ બનાવવા માટે  કરે છે, તેવી જ રીતે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવે છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકના યોગદાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શિક્ષક વિના વિદ્યાર્થીનું જીવન સંપૂર્ણપણે અધૂરું છે અને આવા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. આજે અમે તમને શિક્ષક દિન નિમિત્તે તેના ઇતિહાસ અને મહત્વ વિશે જણાવીશું.
 
ટીચર્સ ડે નો ઈતિહાસ 
ભારતમાં શિક્ષક દિવસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાઘાકૃષ્ણને જન્મદિવસના રૂપમાં ઉજવાય છે.  ઉલ્લેખનીય છે કે તેમણે પોતાના વિદ્યાર્થીઓને આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તમિલનાડુ તિરુમનીમાં થયો હતો. જ્યારે ડો.રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમને મળવા આવ્યા અને તેમને તેમનો જન્મદિવસ ઉજવવાની મંજૂરી આપવા વિનંતી કરી. પછી તેમણે કહ્યું કે મારો જન્મદિવસ અલગ-અલગ ઉજવવાને બદલે જો તે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગર્વની વાત હશે. તે સમયથી આજ સુધી પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.
 
શિક્ષક દિવસનુ મહત્વ 
એક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષક દિન અથવા ટીચર્સ ડે નુ ખૂબ મહત્વ હોય છે. કારણ કે શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય ભવિષ્ય અને સાચા માર્ગ પર ચાલતા શીખવે છે. તે વિદ્યાર્થીને સારા અને ખોટાની સમજ શીખવે છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીને આ દિવસે આ મહેનત માટે શિક્ષકનો આભાર માનવાની તક મળે છે. તેથી આ દિવસ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

ALSO READ: Teacher day speech 2025 - શિક્ષક દિન વિશે સ્પીચ

ALSO READ: Teachers Day Essay- શિક્ષક દિવસ વિશે નિબંધ

Edited by- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

વધુ જુઓ..

ધર્મ

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

આગળનો લેખ
Show comments