Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ મંદિરમાં આ ચઢાવવાથી ચમકી જશે તમારુ ભાગ્ય

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (17:57 IST)
ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા અર્ચના કરે છે. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ દિવસ કે સમય હોતો નથી.  પૂરા મનથી ક્યારેય ભગવાનની પૂજા કરી શકાય છે. લોકો પૂજા સાથે ભગવાનને ખુશ કરવા માટે અનેક વસ્તુઓ અર્પિત કરે છે. એવુ કહેવાય છેકે મંદિરમાં દરેક વાર મુજબ પ્રસાદ ચઢાવાથી ભગવાન ખુશ થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. આવો જાણીએ કે દરેક વારે મંદિરમાં તમારે શુ ચઢાવવુ જોઈએ. 
 
- રવિવારનો દિવસ વિષ્ણુ અને શ્રીકૃષ્ણનો હોય છે. આ દિવસે મંદિરમાં જઈને પીળી દાળ, દૂધથી બનેલી કોઈ વસ્તુ ભગવાનને ચઢાવવાથી ભાગ્ય ચમકે છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. 
 
- સોમવારનો દિવસ શિવજીનો દિવસ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે મંદિરમાં જઈને ભગવાન શિવ સામે સફેદ ફૂલ અને રુદ્રાક્ષ ચઢાવવાથી બગડેલા કામ બની જાય છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી રોકાયેલા કામ પૂરા થઈ જાય છે. 
 
- મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ હોય છે.  આ દિવસે પવન પુત્ર હનુમાનને લાલ મસૂર અને ગોળ ચઢાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- બુધવારનો દિવસ ભગવાન ગણેશનો હોય છે.  આ દિવસે મંદિરમાં જઈને ગણેશજીને ઘરમાં બનેલા લાડુનો ભોગ લગાવો. તેનાથી તમારા પ્રમોશનના અનેક અવસર મળશે અને તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો. 
 
- ગુરૂવારનો દિવસ ગુરૂનો હોય છે. આ દિવસે ભગવાનને કોઈપણ પીળી વસ્તુ ચઢાવવાથી આવકમાં વધારો થાય છે. 
 
- શુક્રવારનો દિવસ મા લક્ષ્મીનો હોય છે. આ દિવસે માતાના મંદિરમાં ખીર અને ખીચડી ચઢાવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે. 
 
- શનિવારનો દિવસ શનિ ભગવાનનો હોય છે. આ દિવસે ભગવાનને સરસવનુ તેલ ચઢાવો તેનાથી તમને સફળતા મળશે અને અશુભ પ્રભાવોથી છુટકારો મળશે.  

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Monthly Horoscope January 2025: નવા વર્ષના પહેલા મહિનામાં આ રાશિના લોકોનું નસીબ ચમકી જશે, જાણો કેવો રહેશે જાન્યુઆરી મહિનો તમારા માટે ?

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

29 ડીસેમ્બરનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

Shukra Gochar:28 ડિસેમ્બરે શુક્ર બદલશે રાશિ, આ રાશિના જાતકો માટે નવું વર્ષ શુભ રહેશે

વૃષભ રાશિ લાલ કિતાબ 2025 રાશિફળ

આગળનો લેખ
Show comments