Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gupt Navratri ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણી લો પૂજા વિધિ અને વ્રત નિયમ

Webdunia
મંગળવાર, 20 જૂન 2023 (14:40 IST)
Gupt Navratri: ગુપ્ત નવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રીમાં સાત્વિક અને તાંત્રિક પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુપ્ત નવરાત્રિ તંત્ર-મંત્ર સિદ્ધ કરનારી માનવામાં આવે છે  એવું કહેવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રીમાં પણ તાંત્રિક મહાવિદ્યાઓને પણ સિદ્ધ કરવા માટે મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં કાલીકે, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા ચિત્રમસ્તા, ત્રિપુરા ભૈરવી, મા ધૂમવતી, માતા બગલમુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.
 
ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટેની પૂજા વિધિ 
 
ગુપ્ત નવરાત્રિમાં પ્રયોગમાં આવનારી સામગ્રી - 
 
મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર, સિંદૂર, કેસર, કપૂર, જવ, ધૂપ, કાપડ, અરીસો, કાંસકો, કંગન-બંગડીઓ, સુગંધિત તેલ, કેરીના પાનનું તોરણ, લાલ ફૂલ, દુર્વા, મેહંદી, બિંદી, સોપારી, હળદરની ગાંઠ અને હળદર પાવડર, પાત્ર, આસન, પાટલો, રોલી, લાલદોરો, માળા, બિલીપત્ર, કમળકાકડી, જવ, દીવો, દીપબત્તી, નૈવેદ્ય, મધ, ખાંડ, પંચમેવા, જાયફળ, જાવિત્રી, નાળિયેર, આસન, રેતી, માટી, પાન, લવિંગ, ઇલાયચી, કળશ માટીનુ કે પિત્તળનુ, હવન સામગ્રી, પૂજા માટેનો થાળ, સફેદ કપડા, દૂધ, દહીં, મોસમી ફળ, સરસવ સફેદ અને પીળી, ગંગાજળ વગેરે.
 
માં દુર્ગાની ગુપ્ત નવરાત્રિમાં આ રીતે કરો પૂજા 
 
1. ગુપ્ત નવરાત્રિ દરમિયાન અડધી રાત્રે મા દુર્ગાને પૂજા કરવામં આવે છે. 
2. માં દુર્ગાની પ્રતિમા કે મૂર્તિ સ્થાપિત કરી લાલ રંગનુ સિંદૂર અને ચુનરી અર્પિત કરો. 
3. ત્યારબાદ મા દુર્ગાના ચરણોમાં પૂજા સામગ્રીને અર્પિત કરો. 
4. મા દુર્ગાને લાલ ફુલ ચઢાવવા શુભ માનવામાં આવે છે. 
5. સરસવના તેલથી દિવો પ્રગટાવીને ૐ દું દુર્ગાયૈ નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
દુર્ગા સપ્તશતીનો આ રીતે કરો પાઠ 
1. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
2 . દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાના સૌથી પહેલા સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
3   દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા બેસવા માટે કુશ આસનનો ઉપયોગ કરવો જોઈએ, જો તમારી પાસે કુશ આસન નથી, તો તમે ઉનથી બનેલી આસન પણ વાપરી શકો છો.
4. પાઠ શરૂ કરતા પહેલા ગણેશ અને તમામ દેવતાઓને નમન કરો. કપાળ ઉપર ચંદન અથવા કંકુથી તિલક લગાવો.
5. લાલ ફૂલ, અક્ષત અને જળ માતાને અર્પિત કરતા સંકલ્પ લો. 
6. પાઠ શરૂ કરતા પહેલા ઉત્કલીન મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ શરૂઆત અને અંતમાં 21 વાર કરવો જોઈએ.
7. ત્યારબાદ મા દુર્ગાનું ધ્યાન કરીને પાઠની શરૂઆત કરો. આ રીતે મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Ank Jyotish 2025 - મૂળાંક 4 આ વર્ષે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે

29 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Numerology predictions 2024 અંક જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે આજનો દિવસ જાણો

Vrishabha Rashi Varshik rashifal 2025 in Gujarati : વૃષભ રાશિ 2025 : કેવુ રહેશે નવુ વર્ષ 2025 જાણો વાર્ષિક રાશિફળ

Mesh Rashi Varshik rashifal 2025 in Gujarati - મેષ રાશિફળ 2025: કેવુ રહેશે નવુ વર્ષ, જાણો ભવિષ્યફળ અને અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments