Dharma Sangrah

બાળકોની મનપસંદ રેસીપી - મિક્સ ફ્રૂટ જેમ

Webdunia
બ્રેડ હોય કે પછી હોય પરોઠા તેના પર લાલ જૅમ જોતાં જ મોટાભાગના બાળકોના મોઢામાં પાણી આવવા લાગે છે. જો તમારા બાળકો પણ રોજ નવા-નવા જૅમની માંગણી કરે છે તો તેમને ઘરે બનાવેલા મિક્સ ફ્રુટ જૅમ ખવડાવો. આ જૅમ તાજા ફળો અને કોઇ પ્રિઝર્વેટિવ વગર બનેલા હોય છે માટે સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર નથી પાડતા. જાણીએ આવા જૅમ બનાવવાની રીત.

સામગ્રી - 5-6 સફરજન, 1 પપૈયું, 1 કિલો દ્રાક્ષ, 3 કેળા, 1 ½ ચમચી લીંબુનો રસ, સાઇટ્રિક એસિડ 6થી 7 ચમચી, 1 કિલો ખાંડ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - સૌથી પહેલા પપૈયા અને અનાનસની છાલ છોલી તેને નાના ટૂકડાંમાં કાપી લો અને સફરજનની છાલ ઉતાર્યા વગર તેને ચૉપ કરી લો. હવે ગેસ પર એક વાસણમાં સફરજન, પપૈયું, દ્રાક્ષ અને અનાનસ ઉકાળો. હવે સફરજનની છાલ છોલી લો અને પછી બધા ફળોને બહાર કાઢી લો. હવે મિક્સરમાં સફરજન, દ્રાક્ષ, લીંબુનો રસ, અનાનસ, પપૈયું અને કેળા જેવા ફળોને તેમાં નાંખી બારીક પીસી લો. હવે એક ડીપ ફ્રાય પેન લો અને તેને ગેસની આંચ પર રાખો પછી તેમાં બધા ફળોનો પલ્પ નાંખો અને પછી ખાંડ તેમજ મીઠું ઉમેરી ગેસની સામાન્ય આંચ પર સતત ગરમ કરતાં રહો. થોડીવાર બાદ તેમાં સાઇટ્રિક એસિડ ઉમેરો અને 2 મિનિટ સુધી ધીમી આંચે ગરમ કરતા રહો.

હવે ફ્રાય પેનમાંથી એક ચમચીમાં જૅમ લઇને જુઓ શું તે બરાબર ઘટ્ટ થઇ ગયો છે. જો તે કોઇ લિક્વિડની જેમ સ્પ્રેડ ન થઇ જાય અને એક જ જગ્યાએ ટકી જાય તો સમજો તમારો જૅમ તૈયાર છે. તેને તુરંત જ એક એરટાઇટ ડબ્બામાં ભરી લો અને ઠંડુ થાય ત્યાંસુધી ડબ્બો ખુલ્લો રાખ્યા બાદ બંધ કરી ફ્રીઝમાં મૂકી દો.
વધુ જુઓ..

જરૂર વાંચો

સિહોરમાં એક ચાલતી બાઇકમાં વિસ્ફોટ થયો, જે RDX બ્લાસ્ટ હોવાની શંકા છે, બાઇક સવારના ટુકડા ટુકડા

બે વર્ષનો અતૂટ પ્રેમ, ત્યારબાદ ભવ્ય લગ્ન... પરંતુ તેઓ માત્ર 24 કલાક પછી જ અલગ થઈ ગયા, ચોંકાવનારું કારણ બહાર આવ્યું!

"એન્ટીબાયોટિક્સ ફાયદાકારક સાબિત થઈ રહ્યા નથી," "મન કી બાત" માં પીએમ મોદીએ શું કહ્યું તે વાંચો

ઉન્નાવ બળાત્કાર પીડિતા જંતર-મંતર પહોંચી, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

બે પતિ, એક કેસ અને 17 વર્ષ રાહ જોવી. અચાનક, કોર્ટરૂમમાં પળો પલટી ગઈ. એક મહિલાના સપના કેવી રીતે ચકનાચૂર થઈ ગયા.

વધુ જુઓ..

ધર્મ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments