Biodata Maker

ગુજરાતી રેસીપી -કાજૂ કતલી

Webdunia
શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (15:30 IST)
મિઠાઈમાં કાજૂ કતલીનો કોઈ જવાબ જ નહી. આ મોંઘી મિઠાઈઓમાંથી એક છે. જો તમને લાગે છે કે તેને ઘરે બનાવવું મુશ્કેલ છે તો આવુ નથી. હું તમને જણાવી રહી છું કાજૂ કતલીની રેસીપી અને હા તેમાં તમને કેસરનો ફલેવર પણ મળશે કારણકે આ કેસર વાળી કાજૂ કતલી છે. 
સામગ્રી 
1 કિલો કાજૂ 
600 ગ્રામ વાટેલી ખાંડ 
એક મોટી ચમચી કેસર 
7 થી 8 ઈલાયચી 
સજાવટ માટે ચાંદીનો વર્ક 
થોડું ઘી 
વિધિ- 
-એક નાની થાળીમાં ઘી લગાવીને ચિકનો કરીને જુદો રાખવું. 
- ત્યારબાદ કાજૂને વાટીને પાઉડર બનાવી લો. તેને ઝીણું વાટવા માટે થોડું- થોડું કરીને વાટવું. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ. 
- હવે કઢાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં મૂકો. પહેલા ઉકાળ આવ્યા પછી ધીમા કરી નાખવું અને ચાશણીને ઘટ્ટ થતા સુધી રાંધવું. 
- ત્યારબાદ તેમાં કેસર નાખી ત્રણ તારની ચાશણી બનાવી લો. 
- હવે ચાશણીની કઢાઈને તાપથી હટાવીને તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરવું. 
- મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને. 
- કઢાઈને ફરીથી ધીમા તાપ પર મૂકો અને સમાન ચલાવતા કાજૂના મિશ્રણને સારી રીતે રાંધવું. 
- જ્યારે કાજૂ પાકી જાય તો તાપ બંદ કરી નાખો. 
- હવે મિશ્રણને પહેલાથી ચિકણી કરેલી થાળીમાં એક થોથાઈ ઈંચ જાડી પરતમાં સમાન ફેલાવી દો. 
- હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દો. તેમાં આશરે 10-15 મિનિટનો સમય લાગે છે. 
- તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો. 
- હવે તમે કાજૂ કેસર બરફીને મનપસંદ આકારમાં કાપી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બોસે ગર્ભાવસ્થા રજા નકારી કાઢી, અને બાળકના મૃત્યુ પછી, મહિલા કોર્ટમાં ગઈ, અને ઓફિસને ઘણા કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે

ન્યૂ યોર્કમાં મોટો વિમાન અકસ્માત: કેનેડા એક્સપ્રેસનું વિમાન રનવે પર ટ્રક સાથે અથડાયું

Hockey World Cup 2026 નો કાર્યક્રમ જાહેર, આ દિવસે ભારત-પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ મેચ યોજાશે

Common Wealth Games 2030 ની જોરદાર તૈયારી: જૂનથી નવી મેટ્રોની ડિલિવરી અને 1,960 ઇલેક્ટ્રિક બસોનો રોડમેપ તૈયાર

Gold Silver Rate - સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો; સોનું 7,000 થી નીચે અને ચાંદી 13,000 થી વધુ ઘટાડો આવી ગયું

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

આગળનો લેખ
Show comments