Biodata Maker

શિયાળામાં ફાયદાકારી : ગુંદર અને ડ્રાયફ્રુટના પૌષ્ટિક લાડવા

કલ્યાણી દેશમુખ
P.R
સામગ્રી - 100 ગ્રામ ગુંદર(સુકામેવાના દુકાને મળી રહેશે) 400 ગ્રા મ ઘી, 250 ગ્રામ અડદની દાળ (8 કલાક પલાળેલી) 100 ગ્રામ બદામના લાંબા કાપેલા ટુકડા, કાજુ 100 ગ્રામ, ખારેક(ઠળિયા કાઢીને કાપેલી) 100 ગ્રા મ, કોપરું છીણેલુ ં ( સેકેલું)100 ગ્રામ, 250 ગ્રામ દળેલી ખાંડ. 200 ગ્રામ ગોળ, 20 ગ્રામ ખસખસ, 10 ગ્રામ ઈલાયચી, 20 ગ્રામ સૂંઠનો પાવડર.

બનાવવાની રીત - સૌ પ્રથમ અડદની દાળનુ પાણી નિતારી તેને પેપર પર સુકવી દો. ગુંદરના નાના-નાના ટુકડા કરીને 2-3 કલાક તેને તડકામાં મુકો. કડાહીમાં ઘી ગરમ કરો અને તેમા ગુંદર નાખીને તળો. જ્યારે તે ફુલીને ડબલ થઈ જાય ત્યારે કાઢી લો

હવે ઘી મા બદામ, કાજુ, અને ખારેકને થોડા-થોડા તળીને કાઢી લો. અને મિક્સરમાં ફેરવી લો, કરકરા રહેવા જોઈએ, લોટ જેવા ન વાટો. અડદની દાળ ઉપરથી કોરી થઈ જાય કે મિક્સરમાં દળી લો અને બચેલા ઘી માં અડદનો લોટ ધીમાં ગેસ પર 15-20 મિનિટ સુધી શેકો,

હવે આ સેકેલા લોટમાં બદામ, ખારેક, કોપરું, કાજુ, ગુંદર, અને દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવી લો. થોડાક ઘીમા સૂંઠ સેકીને દાળના મિશ્રણમાં નાખો. બે ચમચી ઘી માં ગોળને ઝીણો વાટી ઓગાળી લો અને ગોળ ફુલે કે તરત લોટમાં મિક્સ કરો. ઈલાયચી પાવડર મિક્સ કરો. . દળેલી ખાંડ પણ નાખી દો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. લાડુ બનાવી લો. લાડુ ન વળે તો તેમા અડધો કપ ઘી અથવા દૂધ નાખીને લાડુ બનાવો.

આ લાડવા ઠંડીમાં પૌષ્ટિક અને ગુણકારી રહે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

નો સિક લીવ 15 મિનિટનો લંચ...વિચિત્ર નિયમને કારણે રૂ. 17 લાખ રૂપિયાની નોકરી છોડી - Video Viral

Bengal Chunav - મમતા દીદી રામના નામ અને દુર્ગા પૂજાથી ચિડાય છે: યોગી આદિત્યનાથ

વધુ જુઓ..

ધર્મ

ગરુડ પુરાણમાં છે જીવન અને મૃત્યુની પાછળના ઊંડા રહસ્ય

મહાભારતનો એ યોદ્ધા જે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી શક્યો હોત; કૃષ્ણે પોતાનું માથું કેમ માંગ્યું તે વાંચો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

Aaj nu panchang- આજનુ પંચાગ -16 એપ્રિલ

Show comments