Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vevai-Vevan - સુરતના ચર્ચિત પ્રેમી વેવાઈ અને વેવાણ ફરીથી ભાગી ગયાં

Webdunia
સોમવાર, 2 માર્ચ 2020 (12:45 IST)
કતારગામનાં બનનારા વેવાઈ અને નવસારીની વેવાણની વાતમાં ફરી નવો વળાંક આવ્યો છે. તેઓ ફરીથી શનિવારે ફરી ભાગી ગયા છે. હવે એક બીજાની સાથે રહેવાનાં મક્કમ નિર્ધાર કરીને બંને જણા ફરી ભાગી જઈ વરાછામાં નવેસરથી પોતાનો સંસાર માંડયો હતો. જોકે, રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગી જઈ નાસિકનાં ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા ત્યારે આ ઘટના ફરીથી ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ મામલો ફરીથી કામરેજ પોલીસ મથકમાં પહોંચ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં દીકરા-દીકરીની સગાઈ વખતે ભેગા થયેલા કોલેજકાળનાં મિત્રોને જુનો પ્રેમ ફરીથી યાદ આવ્યો હતો. આ બંને જણા ભાગી જતા આ કિસ્સો સમગ્ર રાજયભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. આ લોકોનાં ભાગી ગયા બાદ તેમના બાળકોએ સગાઇ તોડી નાંખી હતી. વેવાણનાં ગુમ થવા અંગે કામરેજ પોલીસ મથકમાં અને વેવાઇ ગુમ થવા અંગે નવસારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. એક તરફ વેવાઇ-વેવણ ભાગી જતા સોશિયલ મીડિયામાં કેટલાક રમુજી મેસેજો વાયરલ થયા હતા. ભાગી જવાનાં 16 દિવસ સુધી પ્રેમીપંખીડા એવા વેવાઇ-વેવણ ઉજ્જૈનમાં રોકાયા બાદ પરત આવી ગયા હતા. આ કિસ્સામાં સમાજનાં આગેવાનોએ દરમિયાનગીરી કરી હતી. વેવાઇને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર હતો પરંતુ વેવાણને તેના પતિએ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી વેવાણ તેમના પિતાના ઘરે હતા અને બંન્ને વચ્ચે કોઇ પણ રીતે સંપર્કમાં રહેવું નહીં તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આવુ થઇ ન શક્યું અને તેઓ ફરીથી સંપર્કમાં આવ્યા. આશરે એક મહિના બાદ એટલે કે શનિવારનાં રોજ બપોરનાં 2 વાગ્યાની આસપાસ વેવાણ અને વેવાઇ ફરીથી ભાગી ગયા હતા. આ પહેલા ભાગી ગયેલા વેવાઇ વેવાણ 16 દિવસ સુધી ઉજ્જૈનમાં રહ્યા હતા. જોકે, પરત આવ્યાં બાદ એકાદ મહિનાના અંતરાલ પછી તેઓ ફરી ભાગી જતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. આ કિસ્સાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે અને તેઓ હવે સાથે જ રહેશે તેવી વાત પણ આવી છે. રહેવા માટે આ લોકોએ વરાછા વિસ્તારમાં ભાડાનું મકાન પણ લીધું હતું જે બાદ નાસિક જતા રહ્યાંનું પણ ચર્ચાઇ રહ્યું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM મોદીનું બ્રાઝિલમાં સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે સ્વાગત; વીડિયો સામે આવ્યો

જ્યાં પહાડી પર હાથ લંબાવેલી જીસસ ક્રાઈસ્ટની પ્રતિમા છે, તે જ દેશમાં પીએમ મોદી

રેગિંગના કારણે MBBS સ્ટુડન્ટનું મોત, રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ FIR

મણિપુર ફરી હિંસાની આગમાં, અમિત શાહ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મોટી બેઠક કરશે.

દરવાજા બંધ થયાના દિવસે, 10 હજારથી વધુ ભક્તોએ બદ્રીનાથના દર્શન કર્યા, મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું

આગળનો લેખ
Show comments