rashifal-2026

સર્પદંશની સારવાર... ફોન પર...!જુઓ વિડિયો

વર્ધી વાળા બાબા... યશવંત ભાગવતનો દાવો

શ્રુતિ અગ્રવાલ
W.D W.D  
ન તો કોઈ ધૂ પ, ના કોઈ ભભૂત, ન તો કોઈ મંત્ર, નથી કોઈ ભગવા વસ્ત્રો, અને નથી કોઈ મોટા મોટા વચનો....! ઉડતી વાતો , અફવાઓ અને કથાઓને ઉજાગર કરવાની અમારી આ કોશિશમાં અમે આ વખતે તમને એક એવી વ્યક્તિ જોડે મુલાકાત કરાવીએ છે જેનો દાવો છે કે તે સાપ અંને વીંછીંનું ઝેર પોતાની મંત્ર શકિતથી ઉતારે છે અને એ પણ ફોન પર ?

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...

આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહિ આવતો હોય, અમને પણ નહોતો આવતો. શુ આવું થઈ શકે છે ? ખોટી બકવાસ જ લાગે છે!

આવા કેટલાય વિચાર અમારા મગજ પણ આવ્યા હતા. કહેવાય છે ને કે વાત જેટલી શંકાસ્પદ લાગે તેટલી જ તેના વિશે જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે. એટલે અમે પણ વાતની હકીકત જાણવા માટે પહોંચી ગયા એ વ્યક્તિ પાસે, અમારી યાત્રાની શરુઆત થઈ રામબાગ કોલોનીથી.

એ વિસ્તારમાં પહોંચીને અમે જ્યારે પૂછ્યુ કે ઝેર ઉતારનારા બાબા ક્યાં મળશે? નામ સાંભળી પ્રથમ તો સાઈકલની દુકાનવાળો છોકરો હસવા માંડ્યો, પછી રસ્તો બતાવવા પોતે પોલીસ કવાર્ટર્સ સુધી લઈ ગયો.

W.D W.D  
પોલીસ કવાર્ટર્સમાં અને એ પણ ઝેર ઉતારવાવાળાં બાબા ! વાત કોઈ મગજમાં ઉતરી નહી. અમને પહેલા તો લાગ્યુ કે આ અમને ઉલ્લુ બનાવી રહ્યો છે. અમે ત્યાંથી જઈ રહેલ એક વ્યક્તિને પૂછ્યું તો તેણે પણ સહમતિ આપતાં કહ્યું કે " હા , હેડ સાહેબ અહીં જ રહે છે.' પછીખબર પડી કે યશવંત ભાગવત નામનો આ વ્યક્તિ પોલીસખાંતાંમાં હેડ કાંસ્ટેબલ ના પદ પર કાર્યરત છે. અને છેલ્લા 25 વર્ષોથી ફોન પર સાપનું ઝેર ઉતારે છે.

જાણકારી મળતાં જ અમે તેમના રુબરુ થયા. યશવંત ભાગવતે બતાવ્યું કે " પહેલા તો તે દર્દીને પ્રત્યક્ષ મળીને જ ઝેર ઉતારતાં હતા, પણ પછી મંત્રોમાં કેટલાક શબ્દોનો ફેરફાર કરીને ફોન પર જ ઝેર ઉતારવાની વિધિ શોધી લીધી. આ વાત લોકો સુધી પહોંચતાં જ તેમનો ફોન રણકવા માંડ્યો.

W.D W.D  
પોતાની વિદ્યાની ખાસિયત બતાવતાં તેમણે કહ્યું કે એ પીડિત વ્યક્તિને તેનું, તેની માઁ નું નામ અને એના રહેવાનું ઠેકાણું પૂછે છે. એના પછી મંત્રોચ્ચાર થી ઝેર ઉતારવાની આ અનોખી વિદ્યા શરૂ કરે છે. જ્યારે તેમને લાગે છે કે ઝેર ઉતરી ગયુ છે તો તે દર્દીને એક નારિયળ વધેરવાનું કહે છે. ત્યારબાદ દર્દીને મીઠું ચટાડવામા આવે છે. જો તેને મીઠું ખારું લાગે તો ઝેર ઉતરી ગયું છે એવું માનવામા આવે છે. src="http://videos.webdunia.com/videoId/vid/0_exlviosv/width/670/height/430/play/y/mute/y" width="670" height="430" frameBorder="0" allowfullscreen webkitallowfullscreen mozAllowFullScreen>


W.DW.D
એમની આ વિદ્યા વિશે જાણકારી મેળવવા અમે એવા વ્યક્તિઓની શોધ આરંભી જેમણે એમની જોડે ઈલાજ કરાવ્યો હોય. શોધખોળ કરતાં અમારી મુલાકાત થઈ સાપનાં ડંખથી ઘાયલ થયેલા "સરમન ગોયલ' સાથે. એક અધ્યાપક તરીકે ફરજ બજાવતાં શ્રી સરમનજી એ બતાવ્યું કે મને આવી વાતો પર જરા પણ વિશ્વાસ નહોતો. એક સવારે કચરો વાળતાં મને સાપ કરડી ગયો. સાપ ડંખના ખુંચાવાથી મેં ગભરાઈને તેની પૂંછડી પર પગ મૂકી દીધો. તો સાંપે મારા બીજા પગ પર પણ ડંખ માર્યો. હું દોડતો-દોડતો ભગવતજી પાસે ગયો. તેમને મંત્ર ફૂક્યો અને થોડી જ વારમાં ઝેરની બળતરા દૂર થઈ ગઈ. આજે હું સાંજો-માજો છુ તો ભગવતજીની કૃપાથી.

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો.

સરમતજી એકલાજ નહિ આવા તો કેટલાય પીડિતો છે જેમનો વિશ્વાસ છે કે ભાગવતજી પોતાની મંત્ર શક્તિ દ્વારા સર્પદંશ નો ઈલાજ કરે છે. યમરાજના લેખપાલ ચિત્રગુપ્તની જેમ ભાગવતજીએ જેનો પણ ઈલાજ કર્યો છે તેનુ નામ એક રજિસ્ટારમાં લખી રાખ્યું છે. આજે તેમની પાસે આવા ત્રણ રજિસ્ટાર છે.

ભાગવતજી દરેક કામ ઈશ્વરના નામ પર કરે છે. એટલે ઝેર ઉતારવાના પૈસા લેવા પણ એક પાપ સમજે છે. એમનું કહેવું છે કે તેઓ કશુ નથી કરતાં , કરવાવાળાં તો સાંઈરામ છે.

W.DW.D
યશવંત ભાગવતજીની વિદ્યા સાથે જોડાયેલો એક કિસ્સો બતાવીએ છીએ. રાજસ્થાનનાં જમીલ સાહેબ. જમીલજીની એસટીડી-પીસીઓની દુકાન છે.એકવાર એમને ભગવતજીનો નંબર મળ્યો. તેમને તેને અજમાવવા એક સાપ ના ડંખ થી ઘાયલ મહિલાનો ઈલાજ તેમની પાસેથી ફોન પર કરાવ્યો. અહીં જેવો એમણે મંત્ર ફૂક્યોં અને ત્યાં પીડિતાનું દર્દ ગાયબ થઈ ગયુ.

નાગપંચમીના દિવસે જન્મેલા યશંવંતજી આમ તો બવાસીર પાઈલ્સ, સાઈટિકા, પિલિયા જેવી બીમારીઓનો ઈલાજ પણ કરે છે. પણ તેમની ઓળખાણ સાપનું ઝેર ઉતારવાવાળાના રૂપે વધુ છે.

યશવંતજીની આ અનોખી વિદ્યાને માનવાવાળાઓમાં સામાન્ય લોકોની સાથે-સાથે પોલિસવિભાગ પણ સામેલ છે. પોલીસ-વિભાગમાં રિઝર્વ ઈસ્પેકટર ના પદ પર બેસેલ પ્રદીપ સિંહ ચૌહાન પણ પોતાના અનુભવ બતાવતા કહે છે કે પહલા મારા સરકારી મકાન અને રહેઠાણ બંને તરફ લગાતાર સાપ જોવા મળતા હતા. ઘર અને ઓફિસમાં લોકો ભયભીત થવા માંડ્યાં હતા. ત્યારે કોઈએ મને ભાગવતજી વિશે કહ્યું એમના અનુષ્ઠાન કર્યા પછી એમના ઘર અને ઓફિસમાં સાપ નીકળતાં બંધ થઈ ગયા છે.

W.DW.D
એક તરફ ભાગવતજીની વિદ્યાનું સન્માન કરવાવાળાં ઘણા લોકો છે. તો બીજી બાજુ કેટલાક લોકો એવા પણ છે જે આ વિદ્યાને પૂરી રીતે નકારે છે. જેમાં સામેલ છે ઈન્દોર સ્થિત મહારાજા યશવંતસિંહ દવાખાનામાં મેડિસિન ડિપાર્ટમેંટના હેડ તરીકે ફર્જ બજાવતાં ડાક્ટર અશોક વાજપેયી

પોતાની વાતને આગળ વધારતા ડૉક્ટર અશોક વાજપેયી નું કહેવુ છે કે અમારા દેશમાં 70% સાંપો એવા છે કે જે ઝેરીલાં હોતાં જ નથી.

કેટલાક લોકોનું મૃત્યુ સાંપના ઝેરથી નહિ પણ તેના કરડવાનાં ભયમાત્રથી થઈ જાય છે. આ કિસ્સામાં પણ એવું બની શકે કે જે સાંપ કરડ્યો હોય તે ઝેરીલો હોય જ નહિ, અથવા તો કાંટો ખુંચાયો હોય અને એવું લાગે કે સાપ કરડ્યો છે. મારું માનવું તો એવુ છે કે સાપ કરડે તો તેનો ઈલાજ કરાવવો જોઈએ ન કે આ રીતની ઝાડ-ફૂંક દ્વારા.

કેટલાંક લોકો ડૉક્ટર સાહેબ ના નિવેદનથી સહમત છે,ત્યાં કેટલાક લોકો એવાં પણ છે જો આને નકારે છે. આમાંથી કેટલાંકનો દાવો છે કે ભાગવતજી એમને મૌતથી છોડાવી લાવે છે. તમારે તમારી શંકાનું નિવારણ કરવું હોય તો આ નંબર 0731-2535534 પર ફોન લગાવો અને કેટલું સાચું છે અને કેટલું ખોટું ખુદ જાણી લો.


ક્યારથી શરુ થઈ આ પરંપરા ?

યશવંતજીનું કહેવું છે કે જડી-બુટ્ટીઓનું જ્ઞાન મને મારી માઁ પાસેથી મળ્યું છે. ઝેર ઉતારવાની પોતાની અનોખી વિદ્યાના વિશે ભાગવતજી કહે છે કે મને આ વિદ્યા મશહૂર તંત્ર શાસ્ત્રી જેલર નૂર ખાઁ સાહેબ પાસેથી મળી છે. સ્વર્ગવાસી જેલર નૂર ખાઁ સાહેબ તંત્ર-શક્તિ વડે મોટી મોટી બીમારીઓ દૂર કરવા માટે જાણીતાં હતા. મુસ્લિમ ગુરુ, અને હિંદુ શિષ્યની જોડી રંગ લાવી. કુરાનનું આરોગ્ય અને દુર્ગા સપ્તશતિનું જ્ઞાન મેળવાયું. યશવંતજી કહે છે કે મેં દુર્ગા કવચ સિધ્ધ કરી લીધુ છે. એમાં કેટલીય બીમારીઓના ઈલાજ વિશે લખવામાં આવ્યું છે. મને જેલર નૂર ખાઁ એ પચ્ચીસ વરસ પહેલાં ઝેર ઉતારવાનો નુસ્ખો બતવ્યો છે. ત્યારથી લઈને આજ સુધી હું આ વિદ્યા દ્વારા હું લોકોનો ઈલાજ ફોન પર કરૂ ં.

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Show comments