શું ઝાડ પર ચડવાથી ખરાબ આત્મા આપણો પીછો છોડી દે છે? કે પછી કીચડમાં નહાવાથી કોઈ માણસ શુદ્ધ થઈ શકે છે? આ જ સવાલોના જવાબ આપવા માટે અમે તમને લઈ જઈએ છીએ એક એવા ઝાડની પાસે જે લોકોને ભૂત પ્રેતના વળગાણથી મુક્તિ અપાવે છે.
મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન સંભાગના બડનગરની નજીક આવેલ આલોટ ગામમાં એક એવું ઝાડ છે જે પ્રેત વળગાણથી પીડિત લોકોને મુક્ત કરાવે છે. તમને સાચુ નહી લાગે પરંતુ અહી ફક્ત સ્ત્રીઓને અને છોકરીઓને જ આ ભૂત વળગે છે અને તેમની જાતે જ આળોટતી બાબાની દરગાહ સુધી પહોંચી જાય છે અને પછી કોઈ થાંભલા કે દિવાલ પર પોતાનુ માથુ પછાડી પછાડી મુક્તિ માંગે છે.
કહેવાય છે કે આ પીડિત પછી બાબાના જ આદેશથી કીચડના ગંદા પાણીમાં ન્હાય છે. અને પછી ઝાડની ઉંચાઈ પર ચઢીને વિચિત્ર રીતે પોતાની વ્યથાનુ સંભળાવે છે. પ્રેત બાધાથી મુક્તિ અપાવવા માટે અહીંના કાજી તે જ ઝાડ પર પીડિત લોકોના વાળને લીંબૂની સાથે પકડીને ખીલ્લી ઠોકે છે અને પછી વાળને કાપીને તેમને આ પીડાઓથી મુક્તિ અપાવે છે.
બાબાની દરગાહ પર હાજરી આપવા માટે આવેલી સંતોષે જણાવ્યું કે જ્યારે કોઈ પણ ડોક્ટર તેની મુશ્કેલીનું નિરાકરણ કરી શક્યો નહિ ત્યારે બાબાએ તેની બુમ સાંભળી અને તેને ભુત પ્રેતના વળગાણથી મુક્તિ અપાવી છે.
કહેવામાં આવે છે કે આ ઝાડ પર એટલી ઉંચાઈ સુધી ચડવું શક્ય નથી પરંતુ બાબાના આદેશથી મહિલાઓ સરળતાથી ઉપર ચડી જાય છે અને પોતાની અંદર પ્રવેશ કરેલા ખરાબ આત્માથી મુક્તિ મેળવે છે. આલોટના ઝાડ પર ચડવાથી ભુત-પ્રેત દૂર ભાગી જાય છે આ વિશ્વાસને મનમાં લઈને દૂર દૂરથી પીડિતો અહીંયા આવે છે. અહીંના રહેવાસીઓનાં જણાવ્યાં મુજબ આ પરંપરા વર્ષોથી ચાલતી આવી રહી છે.
W.D
આ સિવાય પણ દરરોજ બાબાની દરગાહ પર શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગેલી હોય છે. અહી આવનાર લોકો લાલ દોરો બાંધીને અહીંયા માનતા માંગે છે અને જ્યારે પણ તે માનતા પુર્ણ થાય છે ત્યારે ફરીથી બાબાની દરગાહમાં હાજરી આપે છે.
બાબાના રહેમથી અહીંયા આવીને અપવિત્ર હવાઓથી ત્રાસી ગયેલા લોકોને છુટકારો મળે છે એવો શ્રધ્ધાળુઓનો વિશ્વાસ છે. પરંતુ શું ઝાડ પર ચડવાથી ભુત-પ્રેતથી છુટકારો મળી શકે છે? આ વિશે તમે શું વિચારો છો..... તે અમને જરૂર જણાવશો.