Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડામ લગાવીને રોગ ભગાડો

લોખંડના ગરમ સળિયાથી ડામ આપવાને ચાચવા કહેવાય

શ્રુતિ અગ્રવાલ
W.DW.D
સારવારનો વિચિત્ર પ્રકાર એટલે ચાચવા (લોખંડનો ગરમ સળિયો) જેમાં રોગીના શરીરને ગરમ સળિયાંથી ડામ આપવામાં આવે છે. આસ્થા અને અંધવિશ્વાસ નામની અમારી આ વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધી સમાજમાં ફેલાયેલા અનેક અંધવિશ્વાસોને તમારી સમક્ષ રજૂ કરી છે... જેમાંથી અનેક સારવારથી સંબંધિત છે... એમ પણ જ્યારે વ્યક્તિ બીમારી પાછળ લાખો પ્રયત્નો કરીને પણ હારી જાય છે. ત્યારે ઊંટ વેદ્યાઓ કે બાબાઓના ચક્કરમાં પડી જાય છે. અમે અમારાં જાગૃત પાઠકોને વિનંતી કરીએ છીએ કે તે આવા ઊંટ વેદ્યાઓ અને દગાખોર પાખંડીઓથી દૂર રહે... અમારી કોશિશ તમને સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસથી જાગૃત કરાવી તેનાથી બચાવવાની છે...

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો...

અમારા આ પ્રયત્નને આગળ વધારતા આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે, મધ્યપ્રદેશના એક ગામ દેહાતમાં સારવારના નામે ફેલાયેલા અંધવિશ્વાસની. સારવારની આ ખતરનાક પધ્ધતિને ચાચવા(લોખંડના ગરમ સળિયાંથી ડામ દેવો) કહેવાય છે. ... જેમાં દર્દીના શરીરને ગરમ સળિયાઓથી ડામવામાં આવે છે.

W.DW.D
સારવારની આ રીત મધ્યપ્રદેશના વિદિશા, ખંડવા, બૈતૂલ, ધાર, ગ્વાલિયર, ભિંડ-મુરૈના જેવા શહેરોના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી છે. આ પધ્ધતિથી ઈલાજ કરવાવાળા વ્યક્તિને ગામના લોકો બાબાના નામથી બોલાવે છે.. આ સારવારમાં સૌથી પહેલા દર્દીના શરીરના રોગના ભાગ પર રાખ વડે નિશાન કરવામાં આવે છે. પછી આ નિશાનોને ગરમ સળિયા વડે બાળવામાં આવે છે. બાબાનો દાવો છે કે આવું કરવાથી દર્દીના રોગ દૂર થઈ જાય છે.આ જાણકારી મળ્યા પછી અમે મોખા પિપલિયાં ગામના આવા જ એક ચાચવા બાબા અંબારામજી જોડે સંપર્ક સાધ્યો. અંબારામે જણાવ્યું કે તે વીસ વર્ષોથી આ કામ કરી રહ્યાં છે. તેમના પહેલાં તેમના પિતાજી ચાચવા વડે લોકોની સારવાર કરતા હતા. અંબારામનો દાવો છે કે તે પેટનો દુ:ખાવો, ગેસ, માથાનો દુખાવો, મસો, ટીબી, સાઈટીકા થી લઈને લીવર સંબંધિત બધી બીમારીયોનો ઈલાજ ચાચવો લગાવીને કરી શકે છે.

W.DW.D
અંબારામનું કહેવું છે કે ચાચવો લગાવવાથી વ્યક્તિના શરીરની બીમારીઓ બળી જાય છે. અંબારામના આવા દાવાથી જ વશીભૂત થઈને લોકો તેમને ડોક્ટર સાહેબ કહીને પણ બોલાવે છે. કેટલાંક દર્દીઓ તો એવા છે કે, જેમણે કેટલીય વાર એમની પાસેથી ચાચવા લગાવ્યા છે. તેમાંથી એક ચંદરસિંહ, અત્યાર સુધી અગિયાર વાર ચાચવો લગાવી ચૂક્યાં છે. ચંદરસિંહનું કહેવું છે કે, ચાચવા લગાવવાથી તેમને આરામ મળી જાય છે. તે પેટનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને લીવરથી જોડાયેલી બીમારીઓ માટે ચાચવો લગાવી ચૂક્યાં છે. પોતાના વાતને સાબિત કરવા માટે ચંદરસિંહે અમને તેમના પેટ પર, માથ પર, અને છાતી પર લગાવેલા ચાચવાના નિશાન અમને બતાવ્યાં.

W.DW.D
છૂંદવવાની જેમ ચાચવાના નિશાન પણ એક વાર લગાવ્યાં પછી જીંદગીભર તમારો સાથ નિભાવે છે. અંબારામ દર્દીનું ગળુ, માથું, પેટથી માંડીને શરીરના જે ભાગમાં તકલીફ હોય છે, ત્યાં ચાચવો લગાવી દે છે. અહીં આવેલાં મોટાભાગના લોકોના શરીર પર અમે ચાચવાના જુના નિશાન જોયા, જે આ વાતની સાબિતી આપે છે કે અંબારામ પાસે લોકો વારંવાર ચાચવો લગાવવા આવે છે. દરેક રવિવારે એમના દરવાજે સારવાર કરાવવા માટે લોકોંની ભીડ જામેલી રહે છે. ઘરડાં હોય કે જુવાન, અહીં સુધી કે નવજાત બાળકનો પણ ચાચવા દ્રારા નિદાન કરવામાં આવે છે. અંબારામનો દાવો છે કે તકલીફની જગ્યાએ ચાચવો લગાવવાથી દર્દીને દુ:ખાવો નથી થતો.... પણ ઘરડાંઓની ચીસ અને બાળકોનું તીવ્ર રુદન તેમના આ દાવાને પોકળ સાબિત કરી રહ્યો હતો.

પરંતુ અંબારામને અને તેમના પર વિશ્વાસ કરતાં લોકોને આ વાતની ચિંતા નહોતી.... તેમને વિશ્વાસ હતો કે ચાચવો લગાવ્યા પછી તે સારા થઈ જશે... જ્યારે અમે રધિયા નામના એક દૂધપીતાં બાળકની માઁને પોતાના બાળકને ચાચવો લગાવવાથી રોકવાની કોશિશ કરી તો તેણે અમને સામો જવાબ આપ્યો કે 'આને વારેઘડિયે ઝાડાં થઈ જાય છે, જો ચાચવો નહી લગાવડાવ્યો તો મરી જશે. અમને ખબર છે કે અમે શું કરી રહ્યા છે' આટલું કહીને તેણે મુન્નાને પણ પાંચ ચાચવા લગાવડાવી દીધા.

W.DW.D
જ્યારે અમે ડોક્ટરને આ અંગે વાત કરી તો તેમણે કહી દીધુ કે આ પ્રકારની સારવાર કોઈ કામની નથી હોતી. આ ફક્ત રોગીયોનો માનસિક ભ્રમ જ દૂર કરી શકે છે, બીમારી નહી. પણ આ પ્રકારની અસ્વસ્થ્યકારક તરકીબો અજમાવવાથી રોગીને સંક્રમણનો ભય રહી શકે છે. પોતાના અનુભવ સંભળાવતા બાળકોના નિષ્ણાંત ડોક્ટર અશોક સોનીએ વેબદુનિયાને જણાવ્યું કે એક વાર મારી પાસે એક માતા-પિતા એક ચાર વર્ષના બાળકને લઈને આવ્યા હતા. બાળકની નાભી પાસે એક વાગેલ કોઇ નિશાન હતું, જે પાકી ગયુ હતું. દબાણ કરવાથી માતા-પિતાએ જણાવ્યું કે બાળકની નાળ સુકાઈ નહોતી, આથી બાબા પાસે ડામ(ચાચવો) આપ્યો હતો, પણ હવે ત્યાં નિશાન પડી ગયું છે. તે પછી લગભગ મહીના સુધી બાળકની રોજ મલમ-પટ્ટી કરી ત્યારે તે બાળકને રૂઝ આવી હતી.... જો માતા-પિતા થોડી બેદરકારી વધુ કરત તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાત. પોતાની વાતને આગળ વધારતા ડૉ. સોની કહે છે કે મોટાભાગે લોકો અજ્ઞાનતા અને સમાજમાં ફેલાયેલાં ભ્રમને કારણે ઊંટ-વેદ્યયાઓના ચક્કરમાં આવી જાય છે અને પૈસા અને સ્વાસ્થ્ય બંને ગુમાવે છે. આ ઊંટ-વેદ્યયાઓના નુસ્ખાઓને કારણે કેટલીય વાર લોકોનો જીવ પણ જતો રહે છે.

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

Show comments