Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચમત્કારી સત્ય સાઈ બાબાની જીવંત કથા

ક્યારેક ભભૂત, ખાવાના પદાર્થો તો ક્યારેક આભૂષણોને રજૂ કરીને અનેક પ્રકારના ચમત્કારો બતાવતા સત્ય સાઇ..

Webdunia
W.D
હાથ વડે શિવલિંગ કાઢવાનો દાવો...
આ છે પ્રશાંતિ નિલમયના ભગવાન સત્ય સાંઈબાબા...

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના પ્રશાંતિ નિલમયમાં રહેતા સત્ય સાઁઈ બાબા, જેમની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખૂબજ પ્રખ્યાત છે.

સત્ય સાઁઈબાબા સાથે સંકળાયેલ ઘણી ઘારણાઓ છે. તેમના શ્રદ્ધાળુઓનુ કહેવુ છે કે તેઓ શ્રદ્ધાળુઓના દુ:ખ દર્દને ગ્રહણ કરી તેમની તકલીફો લઈ લે છે. ક્યારેક ભભૂત, ખાવાના પદાર્થો તો ક્યારેક આભૂષણોને રજૂ કરીને અનેક પ્રકારના ચમત્કારો બતાવીને પોતે ભગવાન હોવાની સાબિતી આપે છે. તેમના ચમત્કારો સાથે સંકળાયેલી કેટલીય દંતકથાઓ સાંભળવા મળતી રહે છે. જેવી કે ભૌતિક રૂપે અંતર્ધ્યાન, ગ્રેનાઈટ પત્થરનુ સાકરમાં રૂપાંતર, પાણીનુ અન્ય કોઈ પીવાના પીણામાં પરિવર્તન, મનગમતે વસ્તુઓને પ્રગટ કરવી, કપડાનો રંગ બદલી નાખવો, વસ્તુઓને પરિવર્તિત કરી દેવી, ચમત્કારી પ્રકાશ ફેલાવવો વગેરે બાબાના ચમત્કારોનો દાવો તેમના ભક્તો કરે છે.
W.D

સત્ય સાઁઈબાબા મુજબ તેમના દ્વારા વસ્તુઓ પ્રગટ કરવી તેમની આધ્યાત્મિક સંરચનાનુ જ એક રૂપ છે પણ સાથે સાથે તેમણે પરીક્ષાને માટે ચમત્કારોને કરવાની ચોક્કસ ના પાડી દીધી. બીજી બાજુ કેટલાક આલોચકોનુ માનવુ છે કે આ ચમત્કારો માત્ર હાથની સફાઈ છે.

ભારતીય ઘણા છાપા કે પત્રિકાઓએ બાબા સાથે સંકળાયેલી આ દંતકથાઓને ચમત્કારનુ રૂપ આપ્યુ, તો કદી છલ કપટનું નામ. કેટલીય વાર બાબાને ધૂતારાની સંજ્ઞા પણ આપી. તો કેટલાક લોકોએ સુવર્ણ નિયંત્રણ એક્ટ હેઠળ બાબા પર સુવર્ણનુ ભૌતિકીકરણનો આક્ષેપ લગાવ્યો, પણ આ કેસને આધ્યાત્મિક આધારે રદ કરવામાં આવ્યો હતો.

W.D
ઓક્ટોબર 2007માં બાબાએ જાહેર કર્યુ કે તેઓ ચંદ્રમાં પર પ્રકટ થવાના છે અને શ્રધ્ધાળુઓને તેમની સાથે સ્થાનીક હવાઈ મથક સુધી તેમનુ અનુકરણ કરવાનુ નિવેદન કર્યુ. પણ ચંદ્રમા પર વાદળોના ધેરાવવાથી બાબા આ ચમત્કાર કરવામાં નિષ્ફળ રહ્યા અને એક કલાક સુધી રાહ જોયા પછી તેમણે ખાલી હાથ જ પાછુ ફરવુ પડ્યુ. નિરાશ શ્રધ્ધાળુઓનો આક્રોશને ખૂબ જ મુશ્કેલીથી રોકયો. ત્યા બીજી બાજુ કેટલાક બુધ્ધિશાળીઓનો દાવો છે કે બાબાએ ફક્ત લોકપ્રિયતા વધારવા માટે જ આ ચમત્કારનો દાવો કર્યો હતો

ફોટો ગેલેરી માટે અહી ક્લિક કરો

આના જવાબમાં બાબાએ ફક્ત એટલુ જ કહ્યુ કે 'હું ઈશ્વર છું અને તમે પણ ઈશ્વર છો, મારામાં અને તમારામાં ફક્ત એટલુ જ અંતર છે કે, હું સત્ય જાણુ છુ અને તમે લોકો નથી જાણતા. આ વિષય પર તમે શુ વિચારો છો ? તે અમને જરૂરને જરૂર જણાવો..

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

Show comments