Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂતનું એક ગામ, જ્યાં વસે છે ભૂત !

Webdunia
આજ સુધી અમે તમને ઘણા લોકો વિશે જણાવ્યુ જેમના પર ભૂત, પ્રેત, જિનનો પ્રકોપ રહ્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છે જ્યાં ભૂતો વસે છે. આ ગામમાં એક બે વ્યક્તિઓ પર જ નહી પરંતુ આખા ગામ પર ભૂતનો પ્રકોપ છવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ગાય બૈડા ગામના પાંચ ગ્રામવાસી અચાનક કોઈ અજ્ઞાત બીમારીનો શિકાર થઈને મોતના મોંઢામાં જતા રહ્યા. જ્યારે ગ્રામવાસીઓને મોતનું કારણ ન સમજાયુ તો તેઓ ગભરાઈને પાસેના જ એક તાંત્રિક પાસે પહોંચી ગયા. તાંત્રિકે મોતનુ કારણ ગામ પર એક ભૂતનો પડછાયો હોવાનું કહ્યુ અને સાથે સાથે કહ્યુ કે ભૂત અન્ય લોકોને પણ મારી શકે છે.

તાંત્રિકની વાત સાંભળી ગામવાસીઓના છક્કા છુટી ગયા, આ સમસ્યાના નિવારણ માટે ગ્રામવાસીઓના આગ્રહથી તાંત્રિકે ભૂતને ભગાવવાની એક યોજના બનાવી.

તાંત્રિકના કહેવાથી ગામમાં જાહેરાત કરવામાં આવી કે ગામની બહારથી આવેલા લોકો તરત જ ગામ છોડીને જતા રહે અને ફક્ત અહીંના રહેવાસીઓ જ ગામમાં રોકાય અને અનિવાર્ય રૂપથી પૂજા-પાઠ અને હવનના કાર્યક્રમમાં ભાગ લે.

જો તેઓ આવું કરશે તો જ ગામને ભૂતના પ્રકોપથી બચાવી શકશે. આ આદેશનુ અક્ષરક્ષ: પાલન કરવામાં આવ્યુ, ભજન, હવન વગેરે ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરી ભૂતને શાંત કરવામાં આવ્યુ.

આ દરમિયાન ભૂતનો પડછાયો હોવાનો દાવો કરનારા તાંત્રિક પણ બનાવટી વેશભૂષા કરીને ભૂતોને ભગાવવાનો પ્રયત્ન કરતો રહ્યો. અને છેવટે આખા ગામની સીમાને દૂધની ધાર વહેડાવતા બાંધી દેવામાં આવ્યું. આ પછી તેણે ગ્રામવાસીઓને વિશ્વાસ અપાવ્યો કે પૂજન-હવન પછી હવે ગામ ભૂતપ્રેતથી મુક્ત થઈ ચૂક્યુ છે. પરંતુ તાંત્રિકની આ વાતમાં કેટલો દ મ છે ? એતો આગામી સમય જ બવાવશે પરંતું ગામલોકોમાં મનમાં ભૂત રમી રમ્યું છે એ વાત ચોક્કસ છે.
W.D

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે માણસ જે વસ્તુને સમજી નથી શકતો તેને ભગવાન માનશે નહી તો પછી તેને ભૂત-પ્રેતનું નામ આપી દેશે.

આવી જ આપણી અજ્ઞાનતાનો ફાયદો કેટલાક લોકો ઉઠાવી લે છે અને લોકોની ભાવનાઓ સાથે રમત રમીને પૈસા કમાવવાનો ધંધો બનાવી લે છે.
આજનો આપણા કહેવાતા શિક્ષિત સમાજમાં પણ ભૂત પ્રેતનો પડછાયો હોવા જેવી વાતો પર શુ વિશ્વાસ કરવો ક્યાં સુધી યોગ્ય છે ?

તમે આ વિશે શુ વિચારો છો અમને જરૂરથી જણાવશો.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments