Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજગોરી ઘાટ - તંજાવુર

Webdunia
શું તમે આ વાતની અંદર વિશ્વાસ કરશો કે એક શ્મશાન ઘાટને ધાર્મિક માનવામાં આવે છે અને તેની પાસે વહેતી નદીને ગંગા જેટલી પવિત્ર, જે દેશની સૌથી મોટી નદી છે.

જી હા, તંજાવુરમાં એક નદીની પાસે એક શ્મશાન ઘાટ છે જેને ત્યાં રહેનારા લોકો તેવી રીતે જ પવિત્ર અને ધાર્મિક માને છે જેવી રીતે કે ગંગા નદીના ઘાટને લોકો માને છે. અમે ઘણાં લોકોના મોઢે સાંભળ્યું છે કે તેઓના ઘરના વડીલોની ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર રાજગોરી ઘાટ પર કરવામાં આવે અને તેમની બાકીની વિધી પણ તેની સાથે જોડાયેલી વદાવરૂ નદીના કિનારે જ કરવામાં આવે.

આ ખુબ જ મોટો ઘાટ છે જ્યાં અંતિમ સંસ્કાર માટે સૌથી વધારે અગ્નિદાહના સ્થળ છે. અહીંના કર્મચારીઓનાં જણાવ્યાં અનુસાર અહીંયા એક જ સાથે 20 અંતિમ સંસ્કાર કરી શકાય છે.

ઘાટની બીજી તરફ પણ ઘણાં બધાં અગ્નિદાહ સ્થળો છે. ત્યાં હાજર એક વેટ્ટિયન દ્વારા જાણવા મળ્યું કે બધા જ તંજાવુરના રાજ પરિવાર માટે છે અને અન્ય બ્રાહ્મણ અને નાયક સમાજ માટે છે. 21 મી સદીમાં પણ દરેક સમાજ માટે અહીંયા અલગ અલગ દાહ સ્થળ છે.

W.D
અહીંયા વહેનારી વદાવરૂ નદી, કાવેરી નદીની ઉપનદી છે જેને ગંગા જેટલી જ પવિત્ર માનવામાં આવે છે. જે લોકો પોતાના સંબંધીઓનો અંતિમ સંસ્કાર કરવા માટે અહીંયા આવે છે તેઓ આ નદીની અંદર સ્નાન જરૂર કરે છે. તેમનું એવું માનવું છે કે આ નદીની અંદર સ્નાન કરવાથી તેમના બધા જ દોષો દૂર થઈ જાય છે.

આપણા દેશમાં ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, ચર્ચ, મસ્જીદ, બૌદ્ધ, અને જૈન ધર્મોની કોઈ જ ઉણપ નથી પરંતુ એક સ્મશાન ઘાટને તંજાવુરના લોકો દ્વારા ધાર્મિક માનવો તે કદાચ આ પહેલી જ ઘટના હશે. જો તમે પણ આવા ધાર્મિક સ્થળના સંપર્કમાં આવ્યાં હોય તો અમને જરૂરથી જણાવશો...

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments