Webdunia - Bharat's app for daily news and videos

Install App

Birthday- શબાના આઝમી : ફિલ્મોથી લોકસેવા સુધી

જન્મ દિવસ વિશેષ

Webdunia
શબાના આજમીનો જન્મ 18 સેપ્ટેમ્બર 1950ના દિવસે જન્મી એક ફિલ્મી અભિનેત્રી  છે. 

શબાના આઝમીએ જ્યારે ફિલ્મોમાં કામ કરવુ શરૂ કર્યુ ત્યારે કલા ફિલ્મો કે તેના જેવી ફિલ્મોનુ જનૂન ખૂબ હતુ. શબાનાએ પણ આ જ કાંટાળો રસ્તો પસંદ કર્યો અને પોતાની એક અલગ ઓળખાણ બનાવી. એક અભિનેત્રી રૂપે તેમને ઉત્તમ કામ કર્યુ. તેમના અભિનયનુ સ્તર કેટલું મહાન છે એ તો એ વાત પરથી જ જાણ થઈ જાય છે કે તેમનું સશક્ત અભિનય માટે પાંચ વખત સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે રાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યુ.

જે પાંચ ફિલ્મો માટે શબાના આઝમીને આ પ્રખ્યાત પુરસ્કાર આપવામાં આવ્યો, તે છે અંકુર, અર્થ, ખંધાર, પાર અને ગૉડ મધર. જાણવા જેવી વાત તો એ છે કે અર્થ, પાર અને ખંધાર માટે તેમણે સતત ત્રણ વર્ષ (1983,84 અને 85) સુધી આ ગરિમામય સન્માન મેળવવામાં સફળતા મેળવી. પાત્રના ભાવને સંપૂર્ણ રીતે મોઢા પર લાવનારું વ્યક્તિત્વ અને એ જ ભાવથી અભિનય કરી સકનારો અવાજની માલિક શબાનાએ જીવંત અભિનયની મિસાલ કાયમ કરી છે.

સાથે સાથે એ પણ કે પોતાનો અભિનય દ્વારા તેમણે સામાન્ય માણસોનું ધ્યાન ઘણા મુદ્દાની તરફ આકર્ષવાનુ રીતસર સાચવી. શબાના મુજબ તેમણે જે વાતાવરણમાં તેમનો ઉછેર થયો તેમાં સદા કળાને સામાન્ય સમસ્યાઓ સાથે જોડીને જોવામાં આવતી હતી. એ વાતાવરણમાં એવુ કહેવાતુ કે કલાકારો દ્વારા મહત્વપૂર્ણ સંદેશ સામાન્ય લોકો સુધી પહોંચાડી શકાય છે. ગંભીર સમસ્યાઓ તરફ તેમનુ ધ્યાન ખેંચી શકાય છે.

તેથી સંદેશપરક ફિલ્મોની તરફ તેમણે વધુ ધ્યાન આપ્યુ. આ સાર્થક સિનેમાએ તેમણે એક સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રૂપમાં સ્થાપિત કરી દીધી. જો કે પાછળથી તેમણે કોમર્શિયલ મસાલાવાળી ફિલ્મો પણ કરી. આ રીતે બધુ મળીને લગભગ સો થી વધુ ફિલ્મો તેમના નામે નોંધાઈ છે. તેમા સાર્થક અને મસાલા ફિલ્મોની સાથે બીજી ભાષામાં કરવામાં આવેલ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય મુદ્દાઓને સારી રીતે સમજવા અને તેમની સાથે બધી રીતે જોડનારી શબાના આઝમીએ એવુ નહી કે સાર્થક ફિલ્મોના દ્વારા સંદેશ આપીને હાથ ઉપર કરી દીધા હોય. તેમણે ઘણી ગંભીર સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન ખેંચીને તેનો નિકાલ લાવવા માટે લડત પણ આપી. વધતી સાંપ્રદાયિકતા અને સામાજિક વૈમનસ્યતાના વિરુધ્ધ અવાજ ઉઠાવનારાની અગ્રિમ પંક્તિમાં ઉભી રહેનારી શબાના આઝમી ઘણા મુદ્દાઓ પર પણ સતત સક્રિય રહી છે. ભલે તે પછી મુંબઈની ગરીબ વસ્તીઓમાં નશાખોરીની લડત હોય કે જીવલેણ બીમારી એડ્સ કે લાતૂર(મહારાષ્ટ્ર)માં આવેલ જબરજસ્ત ભૂકંપથી પીડિત લોકો હોય, કે પછી કાશ્મીરી પંડિતોની બાબત હોય, શબાના આઝમી તેમને માટે અવાજ ઉઠાવવા પોતાની ફરજ સમજે છે. ભારતી સમાજના બે મોટા સમૂહ હિન્દુ-મુસ્લિમની વચ્ચે વધતી ખાઈને રેખાંકિત કરતી રહેનારી શબાન તાજેતરમાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ જ્યારે તેમણે દેશમાં મુસલમાનોની સાથે બરાબરીનો વ્યવ્હાર ન કરવાની વાત કરી. આમ પણ તે મુસ્લિમ કટ્ટરપંથીયોની આંખની કણી બની ગઈ હતી, જ્યારે તેણે 1993માં થયેલ મુંબઈ બોમ્બ વિસ્ફોટની ખૂબ જ નિંદા કરી હતી અને આ ઉગ્રવાદી વલણ વિરુધ્ધ મોરચો ઉભો કર્યો હતો.

કટ્ટરપંથીયોની વિરોધી શબાના આઝમીને વારંવાર હિન્દુ-મુસ્લિમ બંને તરફના વિધ્નસંતોષી તત્વો તરફથી ધમકીઓ મળતી રહી છે. બીજી બાજુ તેમને દુ:ખી માનવતાની સેવા કરવાના ફળસ્વરૂપે અનેક સન્માન-પુરસ્કાર પણ મેળવ્યા છે.

1988 માં પદ્મશ્રીથી સન્માનિત થઈ ચૂકેલ શબાના આઝમીને સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષે પોતાના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે.

શબાનાનુ જીવન માનવતાનું ઉદાહરણ છે. આ ઉદાહરણ છે ફિલ્મી પડદાંથી લઈને હકીકતની દુનિયા સુધી યાત્રા કરનારી એક એવી સ્ત્રીનુ, જેણે સોનેરી પડદાંની સાથે-સાથે હકીકતની દુનિયા પર પણ હંમેશા સત્ય અને માનવતાનો અવાજ બુલંદ કર્યો.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments