Webdunia - Bharat's app for daily news and videos

Install App

43 વર્ષના થયા આમિર ખાન

આમિરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કંઈ?

Webdunia
IFM
14 માર્ચના રોજ આમિર ખાન પોતાની જીંદગીના 43 વર્ષ પૂરા કરીને 44માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ જન્મદિવસ આમિરને માટે ખાસ છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન તેમની લાયકાતમાં ઘણો ફેરફાર આવી ગયો છે. ગયા વર્ષે તેમણે પોતાનો જન્મદિવસ એક અભિનેતાના રૂપમાં મનાવ્યો હતો, પણ આ જન્મદિવસ તેઓ અભિનેતા અને નિર્દેશકના રૂપમાં મનાવી રહ્યા છે.

' તારે જમી પર' ફિલ્મ બનાવીને આમિરે સાબિત કર્યુ છે કે તેમનામાં એક ફિલ્મકારના રૂપમાં અપાર ગુણો છિપેલા છે. તે ફિલ્મને વ્યવસાય ન માનીને કલાનુ એક માધ્યમ માને છે.

આમિરની ફોટોગેલેરી માટે ક્લિક કરો

ફિલ્મોથી પૈસા કમાવવુ તેમનુ લક્ષ્ય નથી રહ્યુ. તે એક સંવેદનશીલ ફિલ્મકાર છે અને સારી ફિલ્મો તેમને માટે જીવની જેમ મહત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં આમિર પાસેથી સારી શ્રેષ્ઠ ફિલ્મોની આશા કરી શકાય છે.

ફોર્મ્યુલા ફિલ્મથી પોતાનુ કેરિયર શરૂ કરનારા આમિર જેવા સ્થાપિત થઈ ગયા કે તેમણે પોતાનો રસ્તો બદલી નાખ્યો. ખરાબ ફિલ્મો કરવાને બદલે તેમણે ઘરે ખાલી બેસી રહેવુ વધુ યોગ્ય લાગ્યુ. સારી અને ઓછી ફિલ્મો કરવાનો આમિરનો સિધ્ધાંત વર્ષોથી ચાલતો આવ્યો છે, જેનુ અનુકરણ આજે ઘણા કલાકારો કરી રહ્યા છે.

વાળ કપાવી નાખશે આમિર !
આમિરે પોતાનો જન્મદિવસ એક ખાસ અંદાજમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. 'ગજિની' ફિલ્મને માટે તે બધા વાળ કપાવીને ટકલા થવાના છે. સમાચાર છે કે વાળ કપાવવા માટે તેમણે આજનો દિવસ જ પસંદ કર્યો છે. તે આજે સાંજે વાળ કપાવશે અને ત્યારબાદ પરિવારની સાથે ડિનર લેશે. તેમના આ નિર્ણયથી પત્ની કિરણ ખૂબ જ નારાજ છે.

પસંદ કરો આમિરની શ્રેષ્ઠ ફિલ્મ
IFM

આમિર ખાનને જન્મદિવસની શુભેચ્છા આપવાની સાથે સાથે આમિરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કંઈ છે તે જણાવો. તમારી મદદ માટે નીચે અમે આમિરખાનની ફિલ્મોગ્રાફી આપી છે.

આમિરે પોતાના લાંબા કેરિયરમાં ખૂબ ઓછી ફિલ્મો કરી છે.

તારે જમી પર (2007)
ફના(2006)
રંગ દે બસંતી(2006)
મંગલ પાંડે - ધ રાઈજિંગ(2003)
દિલ ચાહતા હૈ (2001)
લગાન (2001)
મેલા (2000)
1947 અર્થ (1999)
મન (1999)
સરફરોશ(1999)
ગુલામ(1998)
ઈશ્ક(1997)
રાજા હિન્દુસ્તાની(1996)
અકેલે હમ અકેલે તુમ(1995)
રંગીલા (1995)
આતંક હી આતંક (1995)
બાજી(1995)
અંદાજ અપના અપના (1994)
હમ હૈ રાહી પ્યાર કે (1993)
પરંપરા(1993)
દામિની(1993)મહેમાન કલાકાર
પહેલા નશા(1993)મહેમાન કલાકાર
જો જીતા વહી સિકંદર(1992)
દૌલત કી જંગ (1992)
ઈસી કા નામ જિંદગી (1992)
દિલ હૈ કિ માનતા નહી(1992)
અફસાના પ્યાર કા (1991)
જવાની જિંદાબાદ(1990)
દીવાના મુજ-સા નહી(1990)
દિલ(1990)
તુમ મેરે હો (1990)
અવ્વલ નંબર(1990)
લવ લવ લવ(1989)
રાખ (1989)
કયામત સે કયામત તક(1988)
હોલી(1984)

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે ગણેશજીના આશીર્વાદ, તમારી મનોકામના પણ થશે પૂરી

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર

27 મે નું રાશિફળ - આ 3 રાશિઓ પર આજે થશે મહાદેવની કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 27 મે થી 2 જૂન સુધી

26 મેનું રાશિફળ

શું તમે માતા બનવાનું વિચારી રહ્યા છો? દરરોજ આ 1 યોગ આસન કરો

વજન ઓછું કરવા માંગતા હોય તો જાણી લો, કયા લોટની રોટલીમાં કેટલી કેલરી હોય છે?

Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

World Hunger Day: વિશ્વ ભૂખ દિવસ ઈતિહાસ, થીમ, મહત્વ અને તથ્યો

Gravy Recipe- એક જ ગ્રેવીથી તૈયાર કરી શકાય છે 20 થી 25 ડિશ જાણો કેવી રીતે બનાવીએ

Show comments