Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઋત્વિકે મને માર્ગદર્શન આપ્યુ : રાજેશ રોશન

Webdunia
IFM
રાકેશ રોશનના ભાઈ રાજેશ રોશન હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રે એક જાણીતુ નામ છે. અનેક હિટ ગીતોની ઘૂન તેમણે બનાવી છે. રાકેશ રોશને બનાવેલી ફિલ્મોની સફળતામાં સંગીતે મહત્વન ભાગ ભજવ્યો છે, અને આ બધી ફિલ્મોને રાજેશ રોશને જ પોતાના સંગીતથી સજાવ્યુ છે. રાજેશ દ્વારા સંગીતબધ્ધ 'ક્રેજી 4' ટૂંકમાં જ રજૂ થવાની છે. આ ફિલ્મના આયટમ ગીત આ સમયે ખાસી લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આજે અમે તમને તેમની સાથેની મુલાકાતના અંશ રજૂ કરી રહ્યા છે.

શુ આ સાચુ છે કે તમે તમારુ શ્રેષ્ઠ સંગીત પોતાના ભાઈની ફિલ્મોમાં જ આપો છો ?
મારુ તો માનવુ છે કે તે સારી ફિલ્મો મારી માટે રાખી મૂકે છે. તે મારા પરિવારનો જ તો સદસ્ય છે. પણ હુ એવુ અનુભવુ છુ કે તે એક એવા નિર્દેશક છે જે પોતાના કલાકારો અને તકનીશિયનો પાસેથી કામ કઢાવવુ જાણે છે અને કદાચ તેથી જ તે આટલા સફળ છે.

' ક્રેજી 4' ના સંગીત વિશે કશુ જણાવશો ?
' ક્રેજી 4' માં સંગીત આપવુ મારે માટે એક મુશ્કેલ કામ હતુ, કારણ કે આ ફિલ્મમાં કોઈ પણ રોમાંટિક ગીત નહોતુ. આ એક હસય ફિલ્મ છે અને તેમા વધુ આયટમ સોંગ છે. આયટમ સોંગ બનાવવા કદી મારા સંગીતનો એક ભાગ નથી રહ્યો, પણ ઋત્વિકને હંમેશા આ વાતનુ જ્ઞાન રહ્યુ છે કે આજે યુવાનો ને શુ સાંભળવુ ગમે છે. તેમણે આ અંગે મારુ માર્ગદર્શન કર્યુ. આ પ્રકારનુ સંગીત બનાવી હું ખૂબ રોમાંચિત છુ.

તમને પ્રેરણા ક્યાંથી મળે છે ?
મારું સંગીત ત્રણ વસ્તુઓથી પ્રભાવિત થાય છે. સારી સ્ટોરી, ફિલ્મના કલાકાર અને નિર્દેશકની યોગ્યતા. જો આ ત્રણે શ્રેષ્ઠ છે તો મારુ સંગીત પણ શ્રેષ્ઠ બનશે.

આ સમયે સંગીત પર આધારિત ઘણા રિયાલિટી-શો પરદા પર ચાલી રહ્યા છે. તેમના વિશે તમારો શુ વિચાર છે ?
ટાઈમપાસ કરવા માટે આ સારા છે, કારણકે આ વાસ્તવિક અને ભાવનાપ્રધાન હોય છે તેથી આ લોકોને સારા લાગે છે.

વર્તમાન સમયના તમારા પસંદગીના ગાયક કોણ છે ?
સુખવિંદર સિંહ, વિશાલ ડડલાની, કેકે અને કેટલાક પાકિસ્તાની ગાયક સારા છે અને તેમના અવાજમાં મૌલિકતા છે.

હાલ તમે બીજી કંઈ ફિલ્મોમાં સંગીત આપી રહ્યા છો ?
' ક્રેજી 4' તો રજૂ થવાની છે. રાકેશ રોશનની 'કાઈટ્સ' માં સંગીત આપવાનો છુ જેમાં ઋત્વિક અને કંગના કામ કરી રહ્યા છે.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments