Birthday શ્રીદેવીને આટલી Fee મળતી હતી અને આવી હતી તેની લાઈફ

મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (10:33 IST)
Srideviને બોલીવુડની પ્રથમ ફીમેલ સુપરસ્ટાર પણ કહેવામાં આવે છે. શ્રીદેવીએ એ સમયે બોલીવુડમાં પગ મુક્યો હતો જ્યારે વિમેન ઓરિયંટેડ ફિલ્મો એ રીતે બનતી નહોતી. પણ તેમણે નગીના, ચાંદની,  લમ્હે અને ચાલબાજે જેવી ફિલ્મો કરી અને પોતાની અલગ ઓળખ બનાવી. તે બોલીવુડને સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી પણ રહી છે. સુપરસ્ટાર શ્રીદેવીને પેટિંગ અને ડાંસનો ખૂબ શોખ હતો.  રસપ્રદ વાત એ છે કે તે પ્રોફેશનલી ટ્રેડ ડાંસર નહોતી. 
 
શ્રીદેવીનુ ચાંદની નુ ગીત મેરે હાથો મે.. નએ નગીના નુ તૂ મેરા દુશ્મન.. માં તેનો ડાંસ કમાલનો હતો અને લોકો સાથે જ બોલીવુડ ફિલ્મમેકર્સને પણ તેના ડાસિંગ પર ઘેલા બનાવી દીધા હતા. એટલુ જ નહી એવુ કહેવાય છે કે તેના ત્રણ બંગલા પણ છે. 
તેમની સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે કે તેમની કારના કાફલામાં ઓડી, પોર્શ સયેન, મસારેતી અને બેંટલે જેવી મોંઘી અને લકઝરી કારનો સમાવેશ છે. પોર્શ સયેન તેમની પસંદગીની કાર બતાવાય રહી છે.  એટલુ જ નહી 1985થી 1992 સુધી બોલીવુડની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી હતી.  પણ તેણે 2012માં ઈગ્લિશ વિંગ્લિશ ની સાથે બીજીવાર કેરિયર  શરૂ કર્યુ હતુ. ફરીથી તેઓ બોલીવુડ અને સાઉથમાં છવાય ગઈ. રિપોર્ટ મુજબ એ હવે એક ફિલ્મના  3.5 થી 5 ક કરોડ ચાર્જ કરતી હતી. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ - યુવતીની છેડતી