ભારતીય નિશાનબાજ શ્રેયસી સિંહે ફિનલેન્ડમાં ચાલી રહેલી પહેલી જુનિયર શોટગન સ્પર્ધામાં મહિલાઓના વિભાગની ટ્રેપ સ્પર્ધામાં આજે સુવર્ણ પદક જીત્યો હતો.
શ્રેયસીએ છેલ્લા તબક્કામાં 82 પોઇન્ટ બનાવી રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. આ તેની કારકિર્દીનો પહેલો આંતર રાષ્ટ્રીય એવોર્ડ છે. તેણીએ ગત વર્ષથી નિશાનબાજી શરૂ કરી છે.