Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓલમ્પિક ગેમ્સ

અલ્કેશ વ્યાસ
રવિવાર, 3 જૂન 2007 (10:07 IST)
રમતગમત એ મનુષ્ય જીવનનો જ એક ભાગ છે. એ વાત જુદી છે કે કોઈ વ્યક્તિ તેને દૈનિક ક્રમમાં ઉતારે છે, કોઈ વ્યક્તિ માત્ર આનંદપ્રમોદ માટે રમતગમતનો સહારો લે છે, કોઈ શરીર સૌષ્ઠવ જાળવવા રમતગમતનો આશરો લે છે, તો કોઈ વ્યક્તિ દેશની પ્રતિષ્ઠા માટે રમતગમતને કારકિર્દી તરીકે અપનાવે છે.

ભૂતકાળ તરફ નજર કરવામાં આવે તો હજારો વર્ષ પહેલા જ્યારે મનુષ્ય સંક્રાન્તિ અને વિકાસની અવસ્થાથી ઘણો દૂર દૂર હતો, તે વખતે પણ એથેન્સ ખાતે ઓલમ્પિક રમતો રમાતી હતી. આધુનિક ઓલમ્પિક રમતોનું મૂળ તે પ્રાચીન ઓલમ્પિક રમતો સાથે જ જોડાયેલું છે. ટૂંકમાં કહી શકાય કે જો પ્રાચીન ઓલમ્પિક રમતોનું અસ્તિત્વ ન હોત તો કદાચ અર્વાચીન ઓલમ્પિક રમતો શરૂ પણ થઈ ન હોત.

1896 માં ઓલમ્પિકના ઈતિહાસને એથેન્સ ખાતે પુનર્જિવીત કરવામાં આવ્યો. અને તેની સાથે જન્મ થયો આધુનિક ઓલમ્પિક રમતોનો. પહેલી ઓલમ્પિક ગેમ્સમાં ગ્રીસ, જર્મની, ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન સહીત કુલ 14 દેશોએ ભાગ લીધો હતો. અમેરીકાના જેમ્સ કોલોનીએ ટ્રીપલ જંપમાં ગોલ્ડ મેડલ જીતીને આધુનિક ઓલમ્પિકનો પહેલો મેડલ જીતવાનું ગૌરવ મેળવ્યું.

પહેલી આધુનિક ઓલમ્પિકમાં કાર્લ સુમાને જુદી જુદી ત્રણ રમતોમાં ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. એથેન્સના સ્થાનિક લોકોએ તેમની પુનર્જિવીત પરંપરાને હોંશેહોંશે વધાવતા બધા જ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. 1896ની ઓલમ્પિકમાં કુલ 241 પુરૂષ ખેલાડીઓએ જુદી જુદી 43 રમતોમાં ભાગ લીધો. એથેન્સમાં મળેલી સફળતાના લીધે દર ચાર વર્ષે ઓલમ્પિકનું નિયમિતપણે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓલમ્પિકના ઈતિહાસ સાથે તેની મશાલ પણ ખાસ્સું મહત્વ ધરાવે છે. આધુનિક ઓલમ્પિક રમતોમાં પહેલીવાર 1928માં એમસ્ટરડમ ઓલમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ઓલમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી હતી. તે જ રીતે આ રમતો સાથે પ્રતિજ્ઞાનું પાસું પણ જોડાયેલું હોય છે. ઓલમ્પિકમાં ભાગ લેતા દરેક ખેલાડીએ પોતાની રમત પ્રત્યે નીષ્ઠા દર્શાવવાની અને કોઈ છળકપટથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવાની હોય છે.

આધુનિક ઓલમ્પિક રમતોમાં પહેલીવાર 1920માં એન્ટવર્પ ઓલમ્પિક દરમિયાન પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 25 ઓલમ્પિક ગેમ્સ યોજાઈ છે. તેમાંથી પહેલી અને પચ્ચીસમી ઓલમ્પિક ગેમ્સનું આયોજન ઓલમ્પિકના જન્મસ્થળ અને જનક માનવામાં આવતા એથેન્સ ખાતે કરવામાં આવ્યું હતું.

દર ચાર વર્ષે યોજાતા વિશ્વના સૌથી મોટા રમતગમત મેળાવડાને લઈને દુનિયાભરના રમત રસિયાઓમાં ઈંતેજારી રહે છે. સમયની સાથે આધુનિક ઓલમ્પિક રમતો અત્યાધુનિક બની છે. જ્યાં 1896ના એથેન્સ ઓલમ્પિકમાં 14 દેશોએ ભાગ લીધો હતો, ત્યાં 2004ની એથેન્સ ઓલમ્પિકમાં રેકોર્ડ 204 દેશોએ ભાગ લીધો હતો.

દર વખતની ઓલમ્પિક ગેમ્સમાં નવીનવી રમતગમત સ્પર્ધાઓ પણ ઉમેરાતી રહે છે. તેથી રમતરસિયાઓને વૈવિધ્યતાના તત્વનો પણ અનુભવ થાય છે. જેઓ સ્થળ પર પ્રત્યક્ષ જઈને ઓલમ્પિકનો આનંદ ઉઠાવી શકતા નથી, તેઓ ટીવી પર જીવંત પ્રસારણ અને મુખ્‍ય અંશો જોઇને આનંદ ઉઠાવે છે.

દરેક ઓલમ્પિક ગેમ્સ વખતે ઉદઘાટન અને સમાપન સમારોહ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમાં પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો એક નાનકડા સ્થળે જાણે સમગ્ર વિશ્વનો સમન્વય થયો હોવાનો અનુભવ કરાવે છે. અમેરીકા, આધુનિક ઓલમ્પિક રમતોમાં અત્યાર સુધી નિયમિતપણે ભાગ લેતું આવ્યું હોઈ તેમજ સારી રમતગમત સુવિધાઓને લીધે મેડલો હાંસલ કરવાની સફળતાની દ્રષ્ટીએ સૌથી આગળ રહ્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

ગેંગસ્ટર છોટા રાજનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

America- મૅકડોનાલ્ડ બર્ગરના કારણે અમેરિકામાં એકનું મોત, 49 બીમાર

Show comments