Biodata Maker

ગ્રુરુ નાનક જયંતિ : ગુરુનાનકજીનું પ્રકાશ પર્વ

આખી સૃષ્ટીના ઈશ્વર એક જ છે.

Webdunia
ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે 1469 માં લાહોરથી નજીક 40 કિલોમીટરે આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મેહતા હતું અને માતાનું નામ તૃપતાજી હતું. 

ભાઈ ગુરુદાસજી લખે છે કે આ સંસારના ત્રાસી ગયેલ પ્રાણીઓને સાંભળીને અકાળ પુરખ પરમેશ્વરે આ ધરતી પર ગુરુનાનકને પહોચાડ્યા. ' सुनी पुकार दातार प्रभु गुरु नानक जग महि पठाइया।' તેમના આ ધરતી પર આવવા પર ' सतिगुरु नानक प्रगटिआ मिटी धुंधू जगि चानणु होआ'. સત્ય છે કે નાનકનું જન્મસ્થળ અલૌકિક જ્યોતિથી ભરાઈ ગયું હતું. તેમના મસ્તકની પાસે તેજ આભા પ્રસરેલી હતી. પુરોહીત પંડિત હરદયાલે જ્યારે તેમના દર્શન કર્યા ત્યારે જ તેમને ભવિષ્યવાણી કરી દિધી હતી કે આ બાળક ઈશ્વર જ્યોતિનું સાક્ષાત અલૌકિક સ્વરૂપ છે. નાનપણથી જ ગુરુનાનકનું મન આધ્યામિક જ્ઞાન તેમજ લોક કલ્યાણના ચિંતનમાં ડુબેલ હતું. બેઠા બેઠા ધ્યાન મગ્ન થઈ જતાં હતાં અને ક્યારેક ક્યારેક આ અવસ્થા સમાધિ સુધી પહોચી જતી હતી.

ગુરુનાનક દેવજીનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતાં. તેમણે સાંસારિક યથાર્થથી સંબંધ નહોતો તોડ્યો. તેઓ સંસારના ત્યાગ અને સંન્યાસના વિરોધી હતાં કેમકે તેઓ સહજ યોગના હામી હતાં. તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહી જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. એટલા માટે તેમણે ગૃહસ્થ ત્યાગીને ગુઆઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવીએ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો. ' नाम जपना, किरत करना, वंड छकना' સફળ ગૃહસ્થ જીવનનો મંત્ર આપ્યો.

આ જ ગુરુ મંત્ર શીખ ધર્મની મુખ્ય આધારશીલા છે. એટલે સાચા મનથી ઇશ્વરનું નામ જપો, ઈમાનદારી અને પરિશ્રમથી કામ કરો તેમજ ધન દ્વારા દુ:ખી, અસહાય અને જરૂરતમંદ લોકોની સેવા કરો. ગુરુ ઉપદેશ છે કે ' घाल खाये किछ हत्थो देह। नानक राह पछाने से।' આ રીતે ગુરુનાનકજીએ અન્નને શુધ્ધતા, પવિત્રતા અને સાત્વિકતા પર જોર આપ્યુ. ગુરુજી એક મર્તબા એક ગામમાં પહોચ્યાં તો તેમને બે ઘરેથી ભોજનનું નિમંત્રણ આવ્યું. એક નિમંત્રણ ગામના ધનવાન મુખીનું હતું અને બીજું નિર્ધન સુથારનું હતું.

ગુરુનાનકજીએ મુખીયાના ઘીથી બનાવેલ મીઠાઈને સ્વીકાર ન કરતાં સુથારના ઘરે બનાવેલ સુકી રોટલીઓનો સ્વીકાર કર્યો. આનાથી પર મુખીએ પોતાનું અપમાન સમજ્યું. ગુરુજીએ જ્યારે મુખીઓની રોટલીઓને નીચોવી ત્યારે તેમાંથી લોહી ટપક્યું. બીજી બાજું ખેડુતની રોટલીઓને નીચોવી તો તેમાંથી શુદ્ધ દુધની ધારા થઈ. ગુરુનાનકજી જણાવ્યું કે મુખીયાની કમાણી અનીતિ. અધર્મ, અત્યાચાર અને શોષણ દ્વારા પ્રાપ્ત કરેલ કમાણી છે જ્યારે કે સુથારનું આ અન્ન ઈમાનદારી, મહેનતની કમાણીનું હતું.

તેની અંદર જરા પણ અનીતિ, અન્યાય, શોષણ અને મેલ ન હતો. કુઅન્નના પ્રભાવથી મન મેલુ, પ્રદુષિત તેમજ વિકારોથી યુક્ત થઈ જાય છે. આવું ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ હોય તે ગ્રહણ કરવા યોગ્ય નથી. શુધ્ધ, સાત્વિક, નીતિ-ધર્મનું પાલન કરતાં પ્રાપ્ત કરેલ હોય તે આહાર માણસ મનને વિકાર રહિત, નિર્મળ, પવિત્ર અને સાત્વિક બનાવે છે. આ જ રીતે ઈશ્વરીય ભાવ તેમજ ભયની સાથે પુરી ઈમાનદારી સાથે કર્મ કરવાની વાત પણ ગુરુજીએ કહી.

નાનકજીએ બધા જ ધર્મોને શ્રેષ્ઠ ગણાવ્યાં છે. જરૂરત છે ધર્મના સત્ય જ્ઞાનને આત્મસાત કરીને પોતાના વ્યવહારિક જીવનમાં લાવવાનું. ગુરુજીએ ધાર્મિક તેમજ સામાજીક વિષમતાઓ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે વાણીની અંદર હિંન્દુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ રોપ્યા. તેમનું માનવું હતું કે સંપુર્ણ સૃષ્ટીના ઈશ્વર એક જ છે. આપણે બધ અતો તેના બાળકો છીએ. આપણો ધર્મ એક છે. ગુરુજી સ્વયં પણ એકેશ્વરમાં પુર્ણ વિશ્વાસ રાખે છે. તેમનો દ્રષ્તિકોણ સમન્વયવાદી હતો.

તેઓ કહે છે- ' सबको ऊँचा आखिए/ नीच न दिसै कोई।'. ઉંચનીચનો ભેદભાવ દુર કરવા માટે ગુરુજીએ કહ્યું કે હું સ્વયં પણ ઉંચી જાતિ કહેનારાઓની સાથે નથી પરંતુ જેમને નીચી જાતિના કહેવામાં આવે છે તેમની સાથે છું.

ગુરુનાનક દેવજીનું વ્યક્તિત્વ તેમજ કૃતિત્વ જેટળું સરળ, સીધું અને સ્પષ્ટ છે કે તેનું અધ્યયન અને અનુસરણ પણ એટલું જ વ્યાવહારિક છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

આગળનો લેખ
Show comments