Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન શિવનું જ લિંગ રૂપમાં પૂજન કેમ થાય છે ?

Webdunia
સોમવાર, 3 ઑગસ્ટ 2015 (12:12 IST)
ભગવાન શિવ દેવોના પણ દેવ છે. તેમનુ પૂજન દેવતા જ નહી દાનવ પણ કરે છે. તે સાકાર છે તો નિરાકાર પણ છે. સુષ્ટિના આદિ અને અંત તેમનામાં જ સમાયા છે. 
શિવજીના સંબંધમાં પ્રાય : આ પ્રશ્ન કરવામાં આવે છે કે તેમની જ પૂજા લિંગ રૂપમાં કેમ કરવામાં આવે છે ? હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા છે. પછી શિવ જ લિંગના રૂપમાં કેમ પૂજવામાં આવે છે ? 
 
આમ તો શિવજીની પ્રતિમા, ચિત્ર વગેરેનુ પૂજન પણ કરવામાં આવે છે પણ મોટાભાગે તેમના લિંગ રૂપનુ પૂજન થાય છે. હકીકતમાં લિંગ રૂપનો મતલબ છે ઉત્પત્તિ અને વિલયનુ સ્થાન. 
 
બધુ જ શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેમની અંદર જ સમાય જાય છે. જો લિંગ રૂપનુ પૂજન થાય છે તો તેમા સમસ્ત બ્રહ્માંડનું પૂજન થાય છે. તેથી શિવ જ એવા ભગવાન છે જે પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે. 
 
શિવલિંગ પ્રચંડ ઉર્જાનુ પણ પ્રતિક છે.  તેનાથી સંસારના જીવ પ્રાણશક્તિ પ્રાપ્ત કરે છે. બીજી બાજુ ગ્રહ-નક્ષત્ર પોતાના પથ પર ફરતા રહે છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી એ શક્તિને નમન કરવામાં આવે છે. 
 
વેદોમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ સૂક્ષ્મ શરીરના મૂળમાં 17 તત્વ  છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેદ્રિયાં, 5 વાયુ અને મન અને બુદ્ધિ. આ બધાના દાતા શિવલિંગ જ છે. પુરાણો મુજબ પ્રલયકાળમાં આ 17 તત્વ શિવલિંગમાં જ સમાય જાય છે. 
 
આ ઉપરાંત શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે. શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનુ અસ્તિત્વ નથી. તેથી લિંગ રૂપનુ પૂજન કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.  

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી