rashifal-2026

Dashama Vrat 2025 Date - દશામા વ્રત 2025 ક્યારથી થશે શરૂ, કેવી રીતે કરવી દશામાની પૂજા વિધિ અને જાણો આ વ્રતનુ મહત્વ

Webdunia
મંગળવાર, 22 જુલાઈ 2025 (17:01 IST)
dashama vrat
Dasha Mata Vrat 2025 :  ગુજરાતમાં અષાઢી અમાસથી દસ દિવસ ભક્તો શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી દશામાંનુ વ્રત કરે છે.  અષાઢવદ અમાસને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે. અષાઢ વદ અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થશે. જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ભજન-કિર્તનની રમઝટ સાથે દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે. તારીખ 24 જુલાઈ 2025 થી 02 ઓગસ્ટ 2025  દરમિયાન દશામાના વ્રત કરી ભક્તો પૂજા વિધિ કરી માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરશે અને આશીર્વાદ મેળવશે.
 
કેવી રીતે કરવુ દશામાતાનુ વ્રત - પ્રાત:કાળે સ્નાન કરી, ધૂપ-દીવો કરી, શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
 
આ વિધિથી કરો પૂજા - દશામાતા વ્રતના દિવસે પીપળના વૃક્ષની પૂજા મુખ્યત્વે ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા લે છે અને તેમાં 10 ગાંઠ બાંધે છે અને પરિક્રમા કરતી વખતે પીપળને તે બાંધે છે. અને પીપળાના ઝાડની પૂજા કરે છે.પૂજા કર્યા પછી ઝાડ નીચે બેસીને નળ દમયંતીની કથા સાંભળે છે. ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને એક સમયે ભોજન લેવામાં આવે છે. ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો નથી. કોશિશ કરો કે દશામાતા પૂજાના દિવસે બજારમાંથી કંઈપણ ન ખરીદો, એક દિવસ પહેલા જ બધી જરૂરી વસ્તુઓ લાવો.
 
દશામાં કોણ છે ?
પૌરાણિક માન્યતાઓ મુજબ દશા માતા દેવી પાર્વતીનુ સ્વરૂપ માનવામા આવે છે. દશા માતાનુ વ્રત મુખ્યત્વે કુંટુબમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. તેમજ કોઈ ગ્રહ દોષ અને નેગેટિવ પરિસ્થિતિઓથી બચવા માટે પણ આ વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે.  આ દિવસો દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ કરીને દશા માતાની અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે. ખાસ પૂજાનો દોરો ગળામાં પણ ધારણ કરવામાં આવેછે. જે શુભ્રતાનુ પ્રતિક માનવામાં આવે છે.  આ વ્રત દ્વારા મહિલાઓ પરિવાર અને સૌભાગ્ય શાંતિ અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.  આ વ્રત સ્ત્રીઓ સાથે પુરૂષો દ્વારા પણ કરવામાં આવે છે.   

હવે સાંભળો દશામાં ની વ્રત કથા 

 
આ કથા દ્વારા શીખ મળે છે કે દરેકે દશામાતાની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. કથા સાંભળ્યા પછી વ્રત કરનાર સ્ત્રીએ શ્રદ્ધાપૂર્વક દશામાં નો દોરો ગળામાં ધારણ કરવો જોઈએ. આ વ્રત નિયમિત અને શ્રદ્ધાપૂર્વક કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

ચિયા સીડ્સ ને પાણી કે દૂધ ? કોની સાથે મિક્સ કરીને પીવાથી આરોગ્ય માટે વધુ લાભકારી

દીકરીઓ વિદાય સમયે ઘરના ઉંબરાની પૂજા કેમ કરે છે?

આ સ્વાદિષ્ટ લીલા મરચાં અને લસણનું અથાણું ફક્ત 10 મિનિટમાં તૈયાર છે; રેસીપીની નોંધ લો.

Thyroid છે તો આ 5 ફુડ્સ રોજ ખાવ, હોર્મોન બેલેન્સમાં રહેશે અને તમને મળશે અનેક ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?

Shani Sade Sati In 2026: વર્ષ 2026માં આ 3 રાશિના જાતકો પર રહેશે શનિની સાઢેસાતી, જાણો તે રાશિના નામ અને સાઢેસાતીથી રાહત માટે ઉપાય

આગળનો લેખ
Show comments