Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shradh 2021-આજથી શ્રાદ્ધ શરૂ થશે જાણો શ્રાદ્ધની તિથિઓ અને શુભ મૂહૂર્ત

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (08:41 IST)
ભાદરવી પૂનમ સાથે જ શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્ય ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે.
ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની
તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.
 
શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં શાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે
ઉપયોગમાં લેવાય છે.
વાયુમંડળ શુદ્ધ થઇને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
આવો આપણે અહીં કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તે બાબત વિગતે જોઇએ. હા એક વાત વિશેષ અહીં કહું કે શ્રાદ્ધની ક્રિયા બપોરના 12-૦૦થી 1.15 વાગ્યા સુધીમાં કરવાથી તેનું શ્રેષ્ઠ ફળ જે તે જીવને પ્રાપ્ત થાય છે.
 
 
શ્રાદ્ધ પૂર્ણિમા 20  સપ્ટેમ્બર પૂર્ણિમાનો શ્રાદ્ધ ભાદરવા વદ એકમ
 21 સપ્ટેમ્બર એકમનું શ્રાદ્ધ  ભાદરવા વદ બીજ
 22 સપ્ટેમ્બર બીજનું શ્રાદ્ધ ખાલી દિવસ
 23 સપ્ટેમ્બર ખાલી દિવસ ભાદરવા વદ ત્રીજ
24 સપ્ટેમ્બર ત્રીજનું શ્રાદ્ધ ભાદરવા વદ ચોથ
26 સપ્ટેમ્બર ચોથનું શ્રાદ્ધ ભાદરવા વદ પંચમી
27 સપ્ટેમ્બર પાંચમનું શ્રાદ્ધ ભાદરવા વદ છઠ્ઠ
28 સપ્ટેમ્બર છઠ્ઠનું શ્રાદ્ધ  ભાદરવા વદ સાતમ
29 સપ્ટેમ્બર સાતમનું શ્રાદ્ધ ભાદરવા વદ આઠમ
30 સપ્ટેમ્બર આઠમનું શ્રાદ્ધ ભાદરવા વદ નોમ (સૌભાગ્યવતી મહિલાઓનુ શ્રાદ્ધ) 
1 ઑક્ટોબર શ્રાદ્ધ ભાદરવા વદ દશમ
2 ઑક્ટોબર ભાદરવા વદ અગિયારસ-
3 ઑક્ટોબર બારસનું શ્રાદ્ધ ભાદરવા વદ તેરસ
4 ઑક્ટોબર તેરસનું શ્રાદ્ધ  ભાદરવા વદ ચૌદશ
5 ઑક્ટોબર  ચૌદશનું શ્રાદ્ધ 
6 ઑક્ટોબર અમાસ સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments