Dharma Sangrah

શાસ્ત્રો મુજબ... જે ઘરમાં શ્રાદ્ધ નથી થતુ ત્યા..

Webdunia
સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (14:08 IST)
શ્રદ્ધયા દીયતે યત્ર, તચ્છ્રાદ્ધ્રં પરિચક્ષતે.. 
 
શ્રદ્ધાથી જે પૂર્વજો માટે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે.  તમારો એક મહિનો વીતે છે તો પિતૃલોકનો એક દિવસ હોય છે. વર્ષમાં એકવાર જ શ્રાદ્ધ કરવાથી કુળ ખાનદાનના પિતરોની તૃપ્તિ થઈ જાય છે. 
 
જે શ્રાદ્ધ કરે છે તે પોતે પણ સુખી સંપન્ન થાય છે અને તેમના દાદા-પરદાદા પૂર્વજો પણ સુખી થાય છે. શ્રાદ્ધના દિવસોમાં પિતર આશા રાખે છે કે અમારા બાળકો અમારે માટે કંઈને કંઈ અર્પણ કરે. અમને તૃપ્તિ થાય. સાંજ સુધી તેઓ આમ તેમ જુએ છે. જો શ્રાદ્ધ નથી કરવામાં આવતુ તો તેઓ દુત્કારીને ચાલ્યા જાય છે. 
 
હારીત સ્મૃતિમાં લખ્યુ છે - જેના ઘરમાં શ્રાદ્ધ નથી થતુ તેમને કુલ-ખાનદાનમાં વીર ઉત્પન્નત નથી થતા. કોઈ નિરોગી નથી રહેતુ. લાંબી આયુ નથી થતી અને કોઈને કોઈ પ્રકારની ઝંઝટ અને ખટપટ કાયમ રહે છે. કોઈ પ્રકારનુ કલ્યાણ પ્રાપ્ત નથી થતુ. 
 
વિષ્ણુ પુરાણ મુજબ શ્રાદ્ધથી બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, વરુણ, અષ્ટવસુ, અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, ઋષિ, પિતૃગણ, પશુ-પક્ષી, મનુષ્ય અને જગત પણ સંતુષ્ટ થાય છે. શ્રાદ્ધ કરનારાઓ પર આ બધાની પ્રસન્ન દ્રષ્ટિ રહે છે." 
 
એ આટલા લોકોને સંતુષ્ટ કરવામાં સક્ષમ હોય છે તો ખુદ અસંતુષ્ટ કેવી રીતે રહેશે.  મનુષ્ય આ ધરતી પર જન્મ લીધા પછી ત્રણ ઋણોથી ગ્રસ્ત હોય છે. પ્રથમ દેવ ઋણ, બીજુ ઋષિ ઋણ અને ત્રીજુ પિતૃ ઋણ. પિતૃપક્ષના શ્રાદ્ધ અર્થાત 16 શ્રાદ્ધ વર્ષના એવા સોનેરી દિવસ છે જેમા આપણે શ્રાદ્ધમાં સામેલ થઈને ઉપરોક્ત ત્રણેય ઋણોથી મુક્તિ મેળવી શકીએ છીએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day

પ્રોટીનથી ભરપૂર સોયાબીન-મસૂરની ચટણી, સ્વાદમાં સ્વાદિષ્ટ, રોટલી કે ભાત સાથે માણો

Happy Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ

Happy Promise Day 2026 Shayari: હું દરેક ક્ષણે તારી સાથે રહેવાનું વચન આપું છું, પ્રોમિસ ડે પર દિવસની શરૂઆત યાદગાર બનાવવા પાર્ટનરને મોકળો આ રોમાંટિક પ્રોમિસ ડે શાયરીઓ

વધુ જુઓ..

નવીનતમ

મહાશિવરાત્રી 2026 - શિવ અને ગંગામાં શું સંબંધ છે

Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

આગળનો લેખ
Show comments