Festival Posters

30 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે કરશો આ ઉપાય તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી રહે

Webdunia
મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (14:00 IST)
શુક્રવાર 30 સપ્ટેમ્બર 2016ના રોજ પિતૃમોક્ષ અમાવસ્યા છે. આ તિથિ પર પિતરો માટે તર્પણ કરવ સાથે જ અહી બતાવવામાં આવી રહેલ ઉપાય પણ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને વાતાવરણ સકારાત્મક બનશે.  જાણો શુક્રવારે કયા ક્યા ઉપાય કરી શકાય છે. 
 
-  ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજ લગાવડાવો. આ ઉપાયથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પણ કૃપા મળશે. 
 
-  કોઈ તળાવમાં ઘઉંના લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો 
 
-  કોઈ મંદિરમાં અનાજનુ દાન કરો. ઝાડુનું દાન કરો. બ્રાહ્મણને ભોજન કરાવો 
 
- અમાસ તિથિ પર શનિદેવ માટે તેલનુ દાન કરો.  સાથે જ કાળા અડદ, કાળા તલ, લોખંડ, કાળા કપડા વગેરેનું પણ દાન કરી શકો છો. 
 
-  એક લીંબુ લો અને તેના ચાર ટુકડા કરો. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં એક એક ટુકડો ફેંકી દો. તેનાથી ખરાબ નજરની અસર ખતમ થઈ શકે છે. 
 
-  શિવલિંગ પર કાળા તલ ચઢાવો, દૂધ ચઢાવો અને જળ ચઢાવો 
 
-  અમાસના દિવસે ગુસ્સો ન કરો.  ઘરમાં ઝગડો ન કરશો. કોઈપણ પ્રકારનુ અનૈતિક કામ ન કરશો. 
 
- અમાવસ્યાનો દિવસ પિતર દેવતાઓ માટે વધુ મહત્વનો છે.  આ દિવસે પિતરોના નિમિત્તે દૂધનુ દાન કોઈ ગરીબ વ્યક્તિને આપો. 
 
-  પીપળ પર જળ ચઢાવો.  ત્યારબાદ પરિક્રમા કરો.  આ ઉપાયથી શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થઈ જાય છે. 
 
- હનુમાનજીને લાડુનો ભોગ ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

વધુ જુઓ..

નવીનતમ

શ્રી સંતોષી માતા ચાલીસા

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

આગળનો લેખ
Show comments