Festival Posters

શ્રાદ્ધ પક્ષમાં મળશે પિતરોનો આશીષ

Webdunia
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2015 (14:19 IST)
પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યુ  છે. પૂજનનું આ પર્વ 9 થી 24 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમ્યાન તેમના આશીર્વાદ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ શુભ ફળદાયી સંયોગ બનશે. 
 
જ્યોતિષાચાર્યના મતે પિતૃ પક્ષના સોળ દિવસોમાં પાંચ શુભ સંયોગ સર્વાર્થ  સિદ્ધિ ,અમૃત સિદ્ધિ,અને રવિ-સોમ પુષ્ય નક્ષત્રના રહેશે.11 સપ્ટેમ્બરના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સૂર્યોદયથી શરૂ થઈને બીજા દિવસે 12.20 સુધી રહેશે.આ જ યોગ 15 થી 18 સપ્ટેમ્બરે પણ બનશે. 19 સપ્ટેમ્બરે  પુષ્ય નક્ષત્ર રહેશે. 
 
ક્યાં દિવસે કયું શ્રાદ્ધ 
 
પંડિતો મુજબ જો પૂર્વજોના દેહવસાનની તિથિ ખબર ન હોય તો કેટલીક  તિથિ નિશ્ચિત કરેલ છે જેમાં તેમના નામના શ્રાદ્ધ કરી શકાય છે. 
 
પ્રતિપદા શ્રાદ્ધ-1સપ્ટેમ્બરે  પ્રતિપદા શ્રાદ્ધ છે. આ તિથિ પર નાના-નાનીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરવાવાળા ન હોય અને મૃત્યુની તિથિ જ્ઞાત ન હોય તો તેમનું  શ્રાદ્ધ કરી શકાય  છે.  
 
પંચમી- 13 તારીખે પંચમી કે કુંવારા શ્રાદ્ધ રહેશે. આ દિવસે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનુ મોત અપરિણીત સ્થિતિમાં થયુ  છે. 
 
નવમી- 17 સિતંબરે નવમીનું  શ્રાદ્ધ છે.એને માતૃ નવમી પણ કહેવાય છે. આ તિથિ માતાના શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ માનવામાં આવે  છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળના બધા વડીલ મહિલાઓનું શ્રાદ્ધ થઈ જાય છે. 
 
 
એકાદશી શ્રાદ્ધ- 19-20 સપ્ટેમ્બરે એકાદશી અને દ્વાદશી તિથિ પર તે લોકોનો શ્રાદ્ધ કરવાનું  વિધાન છે,જે લોકોએ સન્યાસ લીધેલ હોય.
 
ચતુર્દશી શ્રાદ્ધ - 22 સપ્ટેમ્બરે  ચતુર્દશી પર તે પરિવારજનોનું શ્રાદ્ધ કરાય છે જેનું  અકાળ મૃત્યુ થઈ ગયુ હોય. . 
 
સર્વપિતૃ અમાવસ્યા- સર્વપિતૃ અમાવસ્યા 24 સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધ કરવાથી જાણતા અજાણતા રહી ગયેલા બધા પિતૃઓનું શ્રાદ્ધ થઈ જાય છે.   .     
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Eid Special Recipe- શીર ખુરમા

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 20 માર્ચ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Aaj nu panchang - આજનુ પંચાંગ- 19 માર્ચ

આગળનો લેખ
Show comments