શ્રાદ્ધની સાધારણ રીતે બે પ્રક્રિયાઓ છે. એક પિંડદાન અને બીજુ બ્રાહ્મણ ભોજન. બ્રાહ્મણના મુખથી દેવતાને અને પિતર કવ્યને આરોગે છે. પિતર સ્મરણ માત્રથી જ શ્રાદ્ધ પ્રદેશમાં આવી છે અને ભોજન વગેરે પ્રાપ્ત કરી તૃપ્ત થાય છે. એકથી વધુ પુત્ર હોય અને તેઓ જુદા રહેતા હોય તો દરેકે શ્રાદ્ધ કરવુ જોઈએ. બ્રાહ્મણ ભોજનની સાથે પંચબલિ કર્મ પણ થાય છે, જેનુ વિશેષ મહત્વ છે.
આમ તો માન્યતા છે કે જે પણ તિથિએ કોઈ મહિલા કે પુરૂષનુ નિધન થયુ હોય એ તિથિના દિવસે સંબંધિત વ્યક્તિનુ શ્રાદ્ધ કરવામાં આવે છે. પણ તમારી માહિતી માટે અમે કેટલીક ખાસ વાતો બતાવી રહ્યા છે.
સૌભાગ્યવતી સ્ત્રીનુ શ્રાદ્ધ નવમીના દિવસે કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સંન્યાસી હોય તો તેનુ શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરવામાં આવે છે. શસ્ત્રાઘાત કે કોઈ અન્ય દુર્ઘટનામાં માર્યા ગયેલ વ્યક્તિનુ શ્રાદ્ધ ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. જો આપણને આપણા કોઈ પૂર્વજની નિધનની તારીખ ન ખબર હોય તો તેનુ શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે. તેથી સર્વપિતૃ અમાસ પણ કહેવાય છે. અશ્વિન શુક્લની પ્રતિપ્રદાના દિવસે પણ શ્રાદ્ધ કરવાનુ વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનું શ્રાદ્ધ કરવામાં આવે છે.