Dharma Sangrah

ઉનાળામાં ઠંડક આપતુ ખસખસ શરબત

Webdunia
સામગ્રી - 100 ગ્રામ ખસખસના દાણા, 1થી દોઢ ગ્લાસ ખાંડ, થોડા ટીંપા લીલો રંગ અને ખસનું એસેન્સ, 1 નાની ચમચી સાઇટ્રિક એસિડ, પાણી અને આઇસ ક્યૂબ.

બનાવવાની રીત - ખસખસના દાણાને લગભગ પાંચથી છ કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. હવે પાણી નિતારી તેને મિક્સીમાં એકદમ ઝીણાં ગ્રાઇન્ડ કરી કપડામાં મૂકી પોડલી બાંધી દો. ખાંડમાં અંદાજે 1 ગ્લાસ પાણી નાંખ ઉકાળો અને થોડું ઉકળે એટલે ખસખસના દાણાવાળી પોટલી તેમાં નાંખી સારી રીતે ઉકળવા દો.

ખાંડની બેતારી પોટલી બની જાય એટલે પોટલીને નીચોવીને બહાર કાઢી લો. હવે સાઇટ્રિક એસિડ, લીલો રંગ અને ખસનું એસેન્સ નાંખી બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરી દો. ઠંડુ થાય એટલે એરટાઇટ બોટલમાંભરી મૂકી દો. તૈયાર છે ઉનાળાની ગરમીમાં મગજને ઠંડુ રાખનારું ખસખસનું શરબત. તમે પોતે પણ આ ટેસ્ટી શરબત પી શકો છો અને ઉનાળાની ગરમીનો સામનો કરીને તમારા ઘરે આવેલા મહેમાનોને પણ તે પીવડાવી શકો છો.

નોંધ - જ્યારે આ શરબતનો ઉપયોગ કરવો હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં એક-બે ચમચી શરબત અને આઇસ ક્યૂબ નાંખી ઠંડુ-ઠંડુ ખસખસનું શરબત પીરસો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

900 વર્ષ જૂના શિવ મંદિરને લઈને થાઈલેંડ-કંબોડિયા વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ ?

Ahmedabad News- પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહેલા સાયકો રેપના આરોપીને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

વરમાળા વિધિ પછી, દુલ્હન તેના પ્રેમીની યાદ આવતા લગ્ન કરવાનો ઇનકાર કરી તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ

વધુ જુઓ..

ધર્મ

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments