rashifal-2026

Sharad poonam -શરદપૂનમની પૂજન વિધિ

Webdunia
ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (05:38 IST)
30 ઓક્ટોબરે શરદપૂર્ણિમા છે. ધર્મશાસ્ત્રમાં તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.  પુરાણો મુજબ શરદ પૂર્ણિમાની રાત ભગવતી મહાલક્ષ્મી રાત્રે એ જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે અને જે સૂઈ રહ્યુ હોય છે તે મહાલક્ષ્મી નથી રોકાતી.  લક્ષ્મીજીને જાગ્રતિ 
(કોણ જાગી રહ્યુ છે)કહેવાના કારણે જ આ વ્રતનું નામ કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવી છે. આ દિવસ વ્રત કરી માતા લક્ષ્મીનુ પૂજન કરવાનુ વિધાન પણ છે. ધાર્મિક ગ્રંથોમાં લખેલ શ્લોક મુજબ... 
 
निशीथे वरदा लक्ष्मी: को जागर्तिति भाषिणी।
जगाति भ्रमते तस्यां लोकचेष्टावलोकिनी।।
तस्मै वित्तं प्रयच्छामि यो जागर्ति महीतले।।
 
પૂજન વિધિ - આ વ્રતમાં હાથી પર બેસેલ ઈન્દ્ર અને મહાલક્ષ્મીનુ પૂજન કરીને ઉપવાસ રાખવો જોઈએ. રાતના સમયે માતા લક્ષ્મી સામે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવીને ગંધ, ફૂલ વગેરેથી તેમની પૂજા કરો. ત્યારબાદ 11, 21 કે 51 પોતાની ઈચ્છા મુજબ દીવો પ્રગટાવી મંદિર, બાગ બગીચા, તુલસીની નીચે 
 
કે ભવનોમાં મુકવુ જોઈએ. સવાર થતા સ્નાન વગેરેથી પરવારીને દેવરાજ ઈન્દ્રનુ પૂજન કરી બ્રાહ્મણોને ઘી-ખાંડ મિશ્રિત ખીરનુ ભોજન કરાવીને વસ્ત્ર વગેરેની દક્ષિણા અને સોનાનો દીપક આપવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 
 
આ દિવસે શ્રીસૂક્ત, લક્ષ્મી સ્ત્રોતનો પાઠ બ્રાહ્મણ દ્વારા કરાવીને કમળકાકડી બેલ કે પંચમેવા અથવા ખીર દ્વારા દશાંશ હવન કરાવવુ જોઈએ. આ વિધિથી કોજાગર વ્રત કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ધન ધાન્ય, માન-પ્રતિષ્ઠા વગેરે બધા સુખ પ્રદાન કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments