rashifal-2026

Sharad Purnima 2022- મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ-દિવસ એટલે શરદ પૂનમ

Webdunia
રવિવાર, 9 ઑક્ટોબર 2022 (06:28 IST)
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.
 
આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે. આંખનું તેજ વધે છે. તેવી માન્યતા છે. મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે ઉજવાય છે.
 
પ્રેમ મુદ્દિત મનસે કહો શ્રી રામ રામ રામ પાપ કરે દુઃખ મિટે લેકે રામ નામ ।। (તુલસીદાસ)
શરદ પૂર્ણિમા એ યૌવનનો થનગણટના છે ગમે તેવી ઋતુ છે. ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક, શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં આવે છે કે શરદ પૂનમની રાત્રે સાથે મહારાસ રમ્યા હતા. શરદ પૂનમને ઘણા રાસ પૂનમ કહે છે. વ્રજ એટલે રાસ લીલાનું વૈકુંઠ રાસ ગરબા આજે પણ રમાય છે.
 
શરદ પૂનમે પ્રભુએ વાંસળીના સૂર છેડયા હતા. ઠાકોરજીની આ વેણું આજે પણ ભગવદીયોને વૃંદાવનમાં સંભળાય છે. જે પ્રભુનો આશ્રય રાખે તેને ઠાકોરજી વાંસળી સંભળાવે છે. વ્રજ ેએટલે વેણું, ઘેનું અને રેણું ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વર્ણવી ગોપી ને પ્રેમની ધ્વજ કહેવામાં આવે છે. ગોપીઓ રાસ માં જવાની અને પ્રભુ મિલનની એટલી ઉત્કંઠા હતી કે આંખે લગાવવાનું કાજલ ગાલે લગાવ્યું કેવો ગોપી પ્રેમ ?
 
ઇશ્વરને મળવાની આવી ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે. ગોપી ગીત એ ભારતનું અને કૃષ્ણ- પ્રેમનું સર્વોત્તમ ગીતા છે. શરદની રાત શ્રેષ્ઠ રાત્રિ ગણાય છે. પ્રભુએ રાસ ખેલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે.
 
શરદે દુધ પૌઆ ખાવાનો રિવાજ છે. વરસાદની વિદાય શરદનું આગમન એક અનુસંધાન છે. આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ પૌઆ ખાવાથી નાશ પામે છે. દૂધ પિત્તનું દુશ્મન છે. ચંદ્રના કિરણો દુધ, પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે. આપણું કેલેન્ડર ચંદ્રના પંચાંગ મુજબ ચાલે છે.
શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમાં સ્કંધમાં અધ્યાય ૨૯ થી ૩૩ રાસ પંચાદયાયી ના શ્લોકો છે. ભગવાન શ્રી કૃષ્ણ રસ મય છે.
 
રસો વૈ સઃ ।। ભગવાન શ્રી કૃષ્ણ અનંત રસ રૃપ છે.
 
ભગવાન શ્રી કૃષ્ણે પૂનમ નો મહિમા યુધિષ્ઠિરને સમજાવતા કહ્યું હતું કે શરદ પૂર્ણિમા' ની રાત્રી મને ખુબ ગમે છે. પૂનમે કરેલું દાન, યાત્રા, દર્શન પ્રભુને ઘરેલો નૈવૈદ્ય ખુબ પુણ્ય આપે છે.
પૂનમ નો મહિમા
ફાગણ પૂનમ હોલિકા પર્વ રાજા રણછોડને મળવાનું પર્વ
ચૈત્રી પૂનમ મહાવીર હનુમાનનું પર્વ
જેઠ પૂનમ વટસાવિત્રી પર્વ
અષાડ પૂનમ ગુરૃ પૂર્ણિમાનું પર્વ
શ્રાવણ પૂનમ રક્ષાબંધનનું પર્વ
ભાદરવા પૂનમ પિતૃને શ્રધ્ધાંજલિનું પર્વઆસો માસ શરદ પૂનમ
 
આમ શરદ પૂનમ કવિઓને ખૂબ ગમે છે. ઠાકોરજીના ચાહકોને ખુબ ગમતી આ પૂનમ છે. શરદ પૂનમની આ પૂનમ છે. શરદ પૂનમની રાત દિવ્ય રાત્રિ છે. કુદરતની કવિતાનું સૌંદર્ય એટલે શરદ પૂનમ.
 
રાજા રણછોડ રાયને આ દિવસે દિવ્ય મુકુટ ડાકોરમાં ધરાવાય છે. આ મુકુટોત્સવ દિવ્ય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

Happy Gita Jayanti Gujarati Quotes - ગીતા જયંતિની શુભેચ્છા

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

આગળનો લેખ
Show comments