Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવનમાં સંબંધોની પતંગ-દોરી

Webdunia
W.D
તહેવારોથી ભરેલા અમારા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકરસંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સોડમ આપણા મોઢામાં આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો. જો જીવનની ફિલસૂફી અને સંબંધોને જોડીને જોઈએ તો લાગે છે કે પતંગ આપણને ઘણી વાતો શીખવાડે છે.

> પતંગોની જેમ જ જીવનમાં વિવિધ રંગો હોય છે, ખુશી, દુ:ખ, મેળવવું, ખોવું, આશ્ચર્ય, બીક વગેરે.

> જીવનમાં આપણે પણ પતંગની જેમ આકાશને આંબવાની અને ખૂબ ઉપર જવાની ઈચ્છા રાખીએ છીએ.

> જેવી રીતે વાટેલા કાઁચ અને અને ગુંદરથી સૂતાયેલા માઁજાની પતંગ સરળતાથી નથી કપાતી તેવી જરીતે પ્રેમ અને વિશ્વાસથી સૂતાયેલા સંબંધો પણ મજબૂત હોય છે.

> દોર વગરની પતંગ બેકાર છે, મતલબ જીંદગીના સંબંધો પણ એકબીજાની મદદ વગર અધૂરા છે.
N.D

> પતંગ ઉડાવવી એ એકના હાથની વાત નથી, ફીરકી પકડવાવાળો અને ખેંચ આપવાવાળો સાથે જોઈએ.

> પતંગ હવાના જોર સાથે વહે છે. આપણે પણ બધાને અનુકૂળ આવે તેવુ જીવન જીવીએ તો જીંદગી સરળ બની જાય છે.

> પતંગ જેવા સંબંધોમાં પેચ ન લડાવો કપાવવાની બીક રહે છે.

> કમાન તૂટી તો સમજો પતંગ કપાઈ ગઈ. જીવનમાં સંબંધોની કમાનને તૂટવા ન દો. એટલી જ વાળો જેટલી એમાં લચક હોય.

> પતંગની પૂંછડીથી તેનુ બેલેંસ હોય છે, જીવનમાં ધેર્ય એ પૂછડીનું કામ કરે છે. જેટલુ આપણે ધેર્ય રાખીશુ તેટલુ જ સંબંધોમાં બેલેંસ રહેશે.

> ક્યારેક ક્યારેક પતંગોમાં ઢીલ પણ આપવી પડે છે. જીવનમાં હંમેશા તણાવમાં ન રહો, થોડી ઢીલ આપતા રહો, જેથી જીન્દગી સ્મૂથ ચાલતી રહે.

> પતંગ ઉડાડવામાં ઘણીવાર કેટલીયવાર હાથોમાં કટ વાગે છે, જીંદગીમાં પણ કેટલીય વાર ખુશીની ઉડાણની સાથે ગમના કટ પણ વાગે છે.

> ફીરકી પકડનાર અને પતંગ ઉડાવનારા વચ્ચે યોગ્ય તાલમેલ જરૂરી છે. આ જ તાલમેલ સંબંધોમાં પણ બનેલો હોવો જોઈએ.

> પતંગ કેટલીય ઉપર ઉડી જાય ફીરકી નીચે જ રહે છે, આપણે પણ કેટલીય ઉંચાઈ પર પહોંચી જઈએ પગ તો જમીન પર જ ટકી રહે છે.

N.D
ક્યારેક પતંગ કપાઈ પણ જાય છે, એટલેકે જીવનમાં પણ અસફળતા આવી જાય છે પણ એ એક અસફળતાને આપણી હાર ન માનીને પાછી નવી પતંગને છૂટ આપીને નવુ આકાશ આપીએ તો તે અવશ્ય આકાશની ઉંચાઈઓને આંબી જશે.

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments