Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક ફાયદા, જાણો તેને પહેરવાના નિયમ

તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક ફાયદા, જાણો તેને પહેરવાના નિયમ
, રવિવાર, 24 નવેમ્બર 2019 (14:47 IST)
લોકો તેમના ગ્રહની શાંતિ અને દોષને દૂર કરવા માટે જુદા-જુદા ધાતુંની વીટી પહેરે છે. બધા ગ્રહ માટે જુદી-જુદી ધાતુ હોય છે. બધા ગ્રહના રાજા સૂર્ય હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં તાંબાને સૂર્યમી ધાતુ ગણાયું છે. સૂર્યથી સંબંધિત બધા રોગોને દૂર કરવા માટે લોકો તાંબાની વીટી પહેરે છે. આવો જાણીએ તાંબાની વીટી પહેરવાથીથી થતાં લાભ વિશે.. ALSO READ: જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે ભાગ્યશાળી
- સૌથી પહેલા તાંબાની વીટીને સૂર્યની આંગળીમાં પહેરવી જોઈએ, એટલે કે રિંગ ફિંગરમાં પહેરવી. આ તમારી કુંડળીમાં જે સૂર્યના દોષ છે તેને ઓછું કરવામાં મદદ કરશે. .
- તાંબાની વીટી પહેરવાથી તમને પેટની વિકૃતિઓમાં પણ રાહત મળી શકે છે.
- તાંબાની વીટી  પહેરવાથી, તે આપણા શરીરમાં સતત સંપર્કમાં રાખે છે. જેનાથી આપણા શરીરમાં તાંબાના ઔષધીય ગુણધર્મો મળે છે. આ રક્તને સાફ કરવા પણ મદદ કરે છે
- જેમ તાંબાના વાસણમાં રાખેલું પાણે અમારા સ્વાસ્થય માટે લાભદાયી છે તેમજ, તાંબાના વીટીથી પણ અમને લાભ મળે છે.ALSO READ: જો કિસ્મત નથી આપી રહી સાથ, તો અંગૂઠામાં પહેરો આ ધાતુની વીંટી
- તાંબાની વીટી  પહેરવાથી, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે ત્વચામાં ચમક વધે છે. 
- સૂર્યને યશ અને સન્માનના પ્રતીક તરીકે ગણવામાં આવે છે, તેથી તાંબાની વીટી  પહેરવાથી વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા અને આદર મળે છે. 
- તાંબાની વીટી  પહેરવાથી, હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે.
- તાંબાની વીટી  પહેરવાથી, માનસિક અને શારીરિક તાણ પણ ઘટે છે. સાથે ગુસ્સો પણ નિયંત્રિત રહે  છે.
- જે વ્યક્તિના શરીરમાં કોપરની કમી હોય છે એ તાંબાની વીટી  કે કડો પહેરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શા માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે