Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ ટિપ્સ - આ રીતે ઘરમાં એકસાથે લાવો બરકત અને ખુશીઓ

, રવિવાર, 19 મે 2019 (07:15 IST)
ઘરને સજાવવામાં ફુલ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જોનારાઓનું મન મોહી લે છે સાથે જ નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી સકારાત્મકતાનો સમાવેશ કરાવે છે. વાસ્તુના અનુસાર જો ઘરમાં ફુલ સુશોભિત કરવામાં આવે તો ખુશીયોની સાથે સાથે બરકત પણ આવશે. 
 
- લાલ રંગના ફુલ દક્ષિણમાં અને પીળા રંગના ફુલ દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પૂર્વમાં લગાવવાથી પારિવારિક સભ્યોમાં જિંદાદિલી અને જોશનો સંચાર થાય છે. 
 
- બેડરૂમમાં સુકાયેલા અને કરમાયેલા ફુલ ન મુકો આનાથી ખરાબ શક્તિયોને પ્રોત્સાહન મળે છે. તાજા ફુલોને દક્ષિણમાં સજાવો. 
 
- પારિવારિક સભ્યોમાં વિવાદ રહેતો હોય તો ભૂરા રંગના ફુલોને અગ્નિ ખૂણામાં સજાવો. 
 
- જે સ્થળ પર બેસીને તમે તમારી રોજીરોટી મેળવો છો ત્યા રોજ તાજા ફુલોનો ગુલદસ્તો સજાવો. આનાથી તમારુ કામનો વિસ્તાર થશે અને સફળતા મળશે. 
 
- ઘરના મુખ્ય દ્વાર પાસે ફુલ રહેવાથી વાતાવરણ શુદ્ધ થવા ઉપરાંત શુભ લાભનુ આગમન થશે. 
 
- વાસ્તુ અને ફેંગશુઈ મુજબ ઘરમાં બોનસાઈ છોડ ન લગાવવા જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણૉ શું ખાસ છે આજની તમારી રાશિમાં 19/05/2019