આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યો છે. જેનાથી તે માણસને માનસિક તનાવનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ મુજબ આમ તો દરેક પરેશાનીમાંથી નીકળવાનો ઉપાય હોય છે. પણ અનેકવાર એવુ થાય છે કે કુંડળીમાં ખરાબ ગ્રહને કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિ જાણતા અજાણતા એવા કામ કરે છે જેનાથી તેને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ મુજબ આપણે આપણા દૈનિક જીવનમાં અનેક એવા કાર્ય કરીએ છીએ જેને કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે. તો આવામાં તેમના જ કારણે વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પણ શુ તમે જાણો છો કે છેવટે કયા છે એ કામ જેને કારણે આપણને પરેશાનીનો સમાનો કરવો પડે છે. તો ચાલો આજે જાણીએ તેના વિશે માહિતી.
- મિત્રો એવુ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી દૂધ ન પીવુ જોઈએ. તેનાથી ધનનુ નુકશાન થય છે અને સાથે જ આ શુભ શકુન નથી. આવુ કરવાથી ઘરમાં ઘન ટકતુ નથી અને રોગ પર ધનની ખપત થાય છે. એક વધુ માન્યતા મુજબ સાંજ પછી કોઈએ લસણ અને ડુંગળી ન ખાવા જોઈએ. શાસ્ત્રો મુજબ આ તામસીક વસ્તુઓ છે અને તેને જેનુ સેવન સાંજ પછી કરવાથી મનુષ્યની મતિ ભ્રષ્ટ થાય છે.
- ધનના નુકશાનથી બચવા માટે જ્યોતિષ મુજબ ઘરના મંદિરમાં સિદ્ધ શ્રી યંત્ર સ્થાપિત કરો.અને રોજ સવાર સાંજ ધૂપ અને ગાયના ઘી નો દિવો પ્રગટાવો. આવુ કરવાથી ધનની થનારા નુકશાનથી બચી શકાય છે.
- જો તમે અશુભ ગ્રહોથી પરેશાન છો તો પૂનમના દિવસે ત્રણ સફેદ ફુલ નદીમાં પ્રવાહિત કરો અને સાથે જ સોમવારે બબૂલના ઝાડની જડમાં દૂધ અર્પિત કરો. આવુ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ દૂર થઈ જાય ચે અને સાથે જ આવકમાં વધારો થાય છે.