Webdunia - Bharat's app for daily news and videos

Install App

2007ની ગુજરાતની મહત્વની ઘટનાઓ

2007ની એક મુખ્ય ઘટના-મોદીનો ભવ્ય શપથવિધિ સમારોહ

Webdunia
NDN.D

2007 નો મોદીનો ભવ્ય શપથવિધિ સમારોહ -
ગુજરાતમાં હેટ્રીક મુખ્યમંત્રીના પદે બેસનાર નરેન્દ્ર મોદીએ ફરી એક વાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સપાટો બોલાવી દીધો હતો. મોદીનો શપથવિધિ સમારોહ આખા વિશ્વમાં ગાજ્યો હતો. ગુજરાતભરમાંથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમમાં ઉમટી પડેલા કાર્યકરોના મહેરાણની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ બારમી વિધાનસભાના 24માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઇ સતત ત્રીજી વખત આ પદ સંભાળવાની હેટ્રિક નોંધાવી હતી. રાજયપાલ નવલ કિશોર શર્માએ તેમને 25મી ડિસેમ્બરના બપોરે 1.47 કલાકે આ શપથ લેવડાવ્યા ત્યારે દેશભરમાંથી આવેલા ભાજપ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન 25મી ડિસેમ્બરના રોજ ભાજપે(નરેન્દ્ર મોદીએ) ગુજરાતમાં 117 ધારાસભ્યો સાથેની સ્પષ્ટ બહુમતિવાળી સરકારને તેમના ચરણોમાં રજૂ કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી હળવી -
ગુજરાતમાં દારૂબંધી હળવી કરતાં રાજય સરકારે હોટલમાં બારની પરમિટ આપવાનું જાહેરનામું બહાર પાડયું.

અર્બન સમિટમાં બે લાખ કરોડના કરાર -
અર્બન સમિટમાં શહેરી માળખાકીય સુવિધાઓ, મિલ્ટપ્લેકસ, મોલ્સ, હોટલ્સ અને અન્ય વાણિજય પ્રવૃત્તિ માટે રૂ.2 લાખ કરોડનાં રોકાણના 312 કરાર થયા. દુનિયાભરના રોકાણકારો માટે ગુજરાત એક ફેવરિટ ડેસ્ટિનેશન બની રહે એ માટે વાઇબ્રન્ટ ગુજરાતનાં આયોજન થયાં.

નર્મદા યોજના: નવી ઊંચાઈ -
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું છલતી સુધીનું (121.92 મીટરનું) બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું.

ભાજપના દાહોદના સાંસદની કબૂતરબાજી -
ભાજપના દાહોદના સાંસદ બાબુભાઇ કટારા પરમજિત કૌર નામની પંજાબી મહિલાને પોતાની પત્નીના પાસપોર્ટ પર કેનેડા લઇ જવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી.

હરેન પંડયા હત્યા કેસનો ચુકાદો -
ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજયમંત્રી હરેન પંડયાની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી શાર્પ શૂટર અસગર અલીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

અદિતિ મંગળદાસે ગૌરવ પુરસ્કારને ઠુકરાવ્યો -
ગુજરાતના જાણીતાં કથક નૃત્યાંગના અદિતિ મંગળદાસે રાજય સરકારનો ગૌરવ પુરસ્કાર લેવાનો ઇન્કાર કર્યો.
BBCBBC

આઇઆઇએમમાંથી બકુલ ધોળકિયાની નિવૃત્તિ -
વિશ્વપ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇ આઇ એમ)ના ડિરેકટર તરીકે બકુલ ધોળકિયાએ નિવૃત્તિ લીધી. કેટના મામલે કેન્દ્ર સાથે મતભેદ છતાં ધોળકિયાએ આઇઆઇએમને એક નવા શિખર પર પહોંચાડી.

માર્ચ-2007માં 35 સિંહો ભરખાઇ ગયા -
વિશ્વમાં એશિયાટિક સિંહોનું એક માત્ર આશ્રયસ્થાન ગણાતાં ગીરને શિકારીઓએ ધેરતાં આ વર્ષે તો સિંહના શિકારની ઘટનાએ સમગ્ર વિશ્વના વન્યજીવપ્રેમીઓને ખળભળાવી મૂકયા હતા. સમગ્ર વર્ષ દરમિયાન 35 સિંહ ભરખાઇ ગયા હતા. માર્ચ-2007માં જ સિંહોને શિકારીઓએ ક્રૂર રીતે રહેંસી નાખતાં ગીરના સિંહોને મઘ્યપ્રદેશમાં સ્થળાંતર કરવાના પ્રયાસને વેગ મળ્યો હતો. 2007નું વર્ષ ગીરના સિંહો માટે માઠું બેઠું હોય તેમ ધારી નજીક ઇલેકિટ્રક વાડનો વીજશોક લાગવાને કારણે વધુ પાંચ સિંહનાં મૃત્યુ થયાં હતાં. ગીરના જંગલમાં 15000 ખુલ્લા કૂવાઓ સિંહો માટે મોતના કૂવા સાબિત થઇ રહ્યા છે. સિંહોના રક્ષણ માટે રૂ. 40 કરોડનો એકશન પ્લાન ઘડી કાઢયો છે.
NDN.D

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની ગુજરાતયાત્રા -
મૂળ ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં સૌથી વધુ લાંબો સમય રોકનારાં મહિલા તરીકેનો નવો વિક્રમ સ્થાપી ઇતિહાસ સજર્યો. સુનિતા વિલિયમ્સ પંડયાના ગુજરાતી મૂળ, તેમણે સાથે લીધેલાં સમોસાં ભગવદ્ ગીતા, તેમની સ્પેસ વૉક, ભારત અને ગુજરાત યાત્રા... બધું જ સુનિતાની સાથોસાથ લોકો એ પણ રસપૂર્વક માણ્યું.

ગુજરાતમાં 15 નવેમ્બરથી ઓકટ્રોય ગઈ -
સાત મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાંથી 15 નવેમ્બર, લાભ પાંચમના દિવસથી ઓકટ્રોય નાબૂદ કરી દેવાઇ અને એ સાથે દાયકાઓ જૂની સિસ્ટમનો અંત આવ્યા.

રાજકોટની પરિણીતાના ચારિત્ર્યહીનના આક્ષેપો -
રાજકોટની સોની પરિણીતા રિયા વિમલ લોઢિયાએ વ્રજેશબાવા વિરુદ્ધ પોતાની સામે અઘટિત માગણીના આક્ષેપો કરીને સમગ્ર વૈષ્ણવ સમાજમાં ખળભળાટ મચાવી દીધો હતો. વ્રજેશબાવા સામે ચારિત્ર્યહીનના આક્ષેપો પછી છેક રાષ્ટ્રીય મહિલા પંચ પાસે પણ ધા નખાઇ હતી. જૉકે અંતે ધારણા મુજબ પોતાના પતિ સાથે રિયાએ સમાધાન કરી લેતા રિયા પ્રકરણમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. જોકે આ ઘટનાએ સભ્ય સમાજને વિચારતો જરૂર કરી દીધો.


ગીરનારનો દાતારકાંડ -
સમગ્ર સૌરાષ્ટ્રને કંપારી છૂટી જાય અને અરેરાટી પ્રસરી જાય એવી ઘટના બની. ઘટના હતી એક સગીર બાળા પર બળાત્કાર કરી તેની હત્યા કરવાની. ચાંદની ઉર્ફે પૂનમ નામની યુવતી તેનાં માતા - પિતા અને સખી સાથે દાતાર પર્વતનાં પગથિયાં ચડી રહી હતી. ત્યાં જ નરાધમોએ બંનેને ઝાડી-ઝાંખરામાં ખેંચી બંનેની આબરૂ લૂંટવા પ્રયાસ કર્યો. ચાંદની આ જુલમ સામે એટલી હદે ઝઝૂમી કે મોહન નામના એ હવસખોરે તેની નર્મિમ હત્યા કરી નાખી.

કોઇ ધર્મસ્થાને આવી ઘટના બને એ બાબત સૌરાષ્ટ્રની ધાર્મિક પ્રજાને આંચકો આપનારી હતી અને અત્યંત કરુણ એવી આ ઘટનાને પછી અનેક રંગ આપી દેવાયા. ચાંદનીની હત્યા સમગ્ર સમાજ માટે કલંકરૂપ હતી, પરંતુ તેને માત્ર કોળી જ્ઞાતિની જ સમસ્યા બનાવી દેવામાં આવી.કોળી સંમેલનો મળ્યાં. સમગ્ર બનાવ પછી તો રાજકારણનો મોટો હિસ્સો બની ગયો અને ચાંદની-હત્યા કેસને વારંવાર વટાવવામાં આવ્યો. જૉકે આ ઘટનાના હત્યારા હજી સુધી પકડાયા નથી.

રાજકોટની અર્ધનગ્ન મહિલા -
રાજકોટનો ધમધમતો રેસકોર્સ વિસ્તાર, સાંજનો સમય, વાહનો, પગપાળા લોકોની સતત અવર જવર, પોલીસ કમિશનર કચેરીની બહાર પણ સતત ભીડ જામી હતી. અચાનક નાના-મોટા સૌની નજર એક જ નારીદેહ પર પડી અને એ જ તનની સાથે નજર ચાલવા માંડી..આવું કાંઇ હોય? પણ હતું આવું. આ કેવી રીતે બને? પણ બન્યું. હા એક યુવતી માત્ર ઉપવસ્ત્રોમાં જ રસ્તા પર નીકળી પડી અને એના હાથમાં હતું બેઝ બોલનું બેટ. રાજકોટની એ યુવતી હતી પૂજા ચૌહાણ. પૂજાની ફરિયાદ એ હતી કે તેને તેની સાસુ અને પતિ પરેશાન કરતાં. પતિ અન્ય વ્યકિત સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો. ત્રીજી વ્યકિત આવીને તેને ધમકાવે - મારે, પણ પતિ કાંઇ કહે નહીં. પૂજાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસને પૂજાની વાત માનવાની કે પગલાં લેવાની જાણે ફુરસદ જ નહોતી. અંતે પૂજાએ આવો માર્ગ અપનાવ્યો. ન્યાય માટે અર્ધનિર્વસ્ત્ર થઇ રસ્તા પર નીકળી પડી.....

કોઇએ તેને નારીશકિતનો પરચો ગણાવ્યો, કોઇને સાઇકિક કેસ લાગ્યો, કોઇને થયું મર્યાદાનું ઉલ્લંઘન છે. રાજકારણીઓ પણ આ કેસમાં કૂદી પડયા. પૂજાના પતિની ધરપકડ થઇ, કેન્દ્રનું મહિલા આયોગ રાજકોટ દોડી આવ્યું. અંતે પૂજા તેની અઢી વર્ષની પુત્રી સાથે પોતાના ઘરે ગઈ. આ ઘટના વિવાદી વિરોધ તરીકે ચગી.
PRP.R

સૌરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ -
ગુજરાત અને રાજસ્થાન પોલીસે કુખ્યાત ખંડણીખોર સૌરાબુદ્દીનને મોતને ઘાટ ઉતારી દીધો. સૌરાબુદ્દીનના એન્કાઉન્ટરની ઘટનાએ શરૂઆતથી જ ભારે વિવાદ સજર્યો. સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્વીકાર્યં કે આ એન્કાઉન્ટર નકલી હતું. છેવટે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંરયો. તેના પરિણામે ત્રણ ઉરચ પોલીસ અધિકારીઓ તત્કાલીન ડીઆઇજી ડી.જી વણઝારા એટીએસના એસ.પી. રાજકુમાર પાંડિયન, તત્કાલીત ડીવાય એસપી એમ.એલ. પરમાર તેમજ રાજસ્થાન અધિકારીની ધરપકડ કરવામાં આવી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો.
W.DW.D

ગુજરાતન ી વિધાનસભાન ી ચૂંટણ ી -
આખા ભારતની નજર હતી આ વર્ષે યોજાનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પર. મોદીએ ફરી સત્તા મેળવીને સૌને ચૂપ કરી દીધા. જો કે ગીરના સિંહોની હત્યા હોય કે પછી સુનિતા વિલિયમ્સની ગુજરાતયાત્રા હોય, ગુજરાત આ વર્ષે દેશભરના ફોકસમાં રહ્યું. ઓકટ્રોય નાબૂદીને કારણે વેપારીઓને રાહત થઇ તો પાસપોર્ટ કૌભાંડમાં ભાજપના સાસંદ બાબુભાઇએ દેશ-વિદેશમાં વિવાદ જગાવ્યો.

છેલ્લા એક મહિનાથી સાડા પાંચ કરોડની જનતાના કાને સંભળાતા ‘જીતેગા ગુજરાત’ અને ‘ચક દે ગુજરાત’ જેવાં સ્લોગનોનું પરિણામ આવી ગયું. તમામ વિરોધ છતાં સામા પૂરમાં તરીને નરેન્દ્ર મોદીએ એકલે હાથે ભાજપને ગુજરાતમાં વિજય અપાવીને હેટ્રીક નોંધાવી છે. 2002માં ગોધરાનાં તોફાનો પછી વિકાસીલ મર્દ બનેલા મોદીએ પાંચ વર્ષ દરમિયાન માત્ર વિકાસની વાતો કરી હતી. ગુજરાતને એક નવી દિશા દેખાડવા ઉપરાંત નોંધપાત્ર વાત રહી તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતીની. વિકાસ અને ઝડપી વિકાસનું ગાણું ગાયા વિના ચૂપચાપ તેમણે કામ કર્યું.

2002 માં થયેલાં કોમી તોફાનોને કારણે જ મોદીના અમેરિકાના વિઝા નામંજૂર થયા અને તેના કારણે તેમનું કદ વધુ મોટું થઇ ગયું એ પછી તેમની પ્રતિષ્ઠામાં સતત વધારો થયો. ગયા વખતની 127 બેઠકોને બદલે આ વખતે ફક્ત 10 બેઠકો ઓછી મેળવીને મોદીએ તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કર્યો છે.

મોદીના કદમાં કોઇ ઘટાડો થયો નથી. ઊલટાનું, ગુજરાતની જીતને કારણે મોદીનું કદ વઘ્યું છે અને કેન્દ્ર સ્તરે તેમના નામની ચર્ચા થવા માંડી છે. સ્વાભાવિક રીતે જ આગામી વર્ષમાં ભાજપ મોદીનો ઉપયોગ ટ્રમ્પ કાર્ડ તરીકે કરશે. તો બીજી બાજુ કોંગ્રેસે હવે ભાજપને ગુજરાતમાં હરાવવા નવેસરથી વિચારવું પડશે અને આત્મમંથન કરવું પડશે. કોંગ્રેસ છેલ્લી પાંચ ચૂંટણીથી સત્તા મેળવવામાં હારી છે. આ વર્ષે કોંગ્રેસને એક તક દેખાઇ હતી પણ મોદીના જાદુ સામે બધું તણાઇ ગયું.

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ

Tulsi Pujan Diwas 2024 - તુલસી પૂજાના દિવસે આ રીતે કરશો તુલસી પૂજા તો ઘરમાં આવશે ભરપૂર પૈસો

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Tulsi Pujan Diwas 2024: તુલસી પૂજાના દિવસે ભૂલથી પણ ન કરશો તુલસી સાથે જોડાયેલ આ ભૂલો, નહિ તો થશે નુકશાન

Show comments