Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષ 2007ની રમતજગતની યાદગાર ક્ષણો

Webdunia
* 18 જાન્યુઆરી, 2007ના રોજ વિશ્વનાથ આનંદે(ભારત)કોરસ ઈંટરનેશનલ ચેસ ટુર્નામેંટના પાંચમાં ચક્રમાં રુસના ગ્રૈંડમાસ્ટર પીટર શિવ્ડ્લરને હરાવ્યો.
* સચિને એકદિવસીય મેચોમાં પોતાની 41મી સદી બનાવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની કુલ 76 સદીઓ થઈ.
* 8મી ફેબ્રુઆરી, 2007ના રોજ પ્રસિધ્ધ શતરંજ ખેલાડી કૌનેરુ હંપીએ 1.5 લાખ રૂપિયાની મેડાસ મિજાક ચૈલેંજર ટ્રોફી જે. દીપન ચક્રવર્તીને હરાવીને જીતી લીધી.
* 33મી રાષ્ટ્રીય રમતોનું સમાપન ગોવાહાટીમાં થયુ. મણિપુરને ઉભરતા રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ માટે આઈ.ઓ.એની ખાસ ટ્રોફી આપવામાં આવી. તેણે 51 સુવર્ણ, 31 રજત અને 40 કાંસ્ય પદકો જીત્યા.
* 24મી માર્ચ, 2007ના રોજ દક્ષિણ આફ્રિકાએ જોર્જટાઉન, ગુયાનામાં રમાયેલા વિશ્વ કપની સુપર 8ની એક મેચમાં શ્રીલંકાને એક વિકેટથી હરાવ્યુ. આ મેચમાં શ્રીલંકાના લેસિથ મલિંગાએ એક ઓવરની સતત ચાર બોલમાં ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા.
* 8મી એપ્રિલના રોજ સ્લોવેનિયાના માર્ટિન સ્ટ્રિયલે 65 દિવસોમાં એમેજોન નદીની 5265 કિ.મીન;ઉં અંતર તરીને પાર કર્યુ અને એક નવો વર્લ્ડ સ્વીમિંગ રેકોર્ડ બનાવ્યો.
* 26મી મેના રોજ ચીનની ગુઓ યૂએ જાગ્રેબમાં રમાયેલ ફાઈનલમાં લી જિયોજિયાને હરાવીને વર્લ્ડ ટેબલ ટેનિસ ચૈપિયનશિપની મહિલા એકલ એવોર્ડ જીતી લીધો.
* 18મી જૂને અર્જેંટીનાના ગોલ્ફર એંજેલ કબેરાએ અમેરિકાના ટાઈગર વુડ્સને એક અંડરપાર 69 થી હરાવીને ઓકમોંટ(અમેરિકા)માં યોજાયેલી યુ.એસ. ઓપન ચૈમ્પિયનશીપ જીતી લીધી. આ 40 વર્ષોમાં અર્જેંટીનાના કોઈ ખેલાડીનો પહેલો મુખ્ય એવોર્ડ છે.
* 8મી જુલાઇએ સ્વિટ્જરલેંડના રોજર ફેંડરરે સ્પેનના રાફેલ નડાલને ફાઈનલમાં 7-6(7)મ 4-6મ 7-6(3)મ 2-6, 6-2થી હરાવીને વિંબલડનનો પુરૂષ એકલ ખિતાબ જીતી લીધો
* 29મી ઓગસ્ટે ભારતીય ફુટબોલ ટીમે નવી દિલ્લીમાં સીરિયાએ 1-0થી હરાવીને ઓ.એન.જી.સી નહેરુ કપ જીતી લીધો.
* 24મી સપ્ટેમ્બરે ભારતે જોહંસબર્ગમાં આઈ.સી.સી ટ્વેંટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 5 રને હરાવી ફાઈનલ જીતી લીધી.
* 21મી ઓક્ટોબરે કિમી ર્કોનનને સાઓ પાઉલોમાં યોજયેલ બ્રાજીલિયન ગ્રૈંડ પ્રિક્સ જીતીને પોતાનો પહેલો ફોર્મ્યુલા વન વર્લ્ડ એવોર્ડ જીતી લીધો.
* 4થી નવેમ્બરે - ભારતના અરમાન ઈબ્રાહિમે જુહાઈ, ચીનમાં આયોજીત ફોર્મ્યૂલા રીનોલ્ટ વી6 એશિયા રેસ જીતી લીધી.
* 8મી નવેમ્બરે અનિલ કુંબલેને પાકિસ્તાન વિરુધ્ધ થનારી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા અને તેઓએ ટેસ્ટ શ્રેણી કબ્જે કરી લીધી.
* 18મી નવેમ્બરે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારતને પાંચમાં અને અંતિમ એકદિવસીય મેચમાં 31 રનોથી હરાવ્યુ, પણ ભારતે સિરિઝ 3-2 થી જીતી લીધી. યુવરાજ સિંહને 'મેન ઓફ ધ સીરીઝ' જાહેર કરવામાં આવ્યો. ભારતે 24 વર્ષ પછી પોતાની ઘરતી પર પાકિસ્તાનને શ્રેણીમાં પરાજય આપ્યો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Show comments