Webdunia - Bharat's app for daily news and videos

Install App

Republic Day Speech: ગણતંત્ર દિવસ પર આપો આ શાનદાર ભાષણ,. તાલિયોથી ગૂંજી ઉઠશે સભા

Webdunia
શનિવાર, 25 જાન્યુઆરી 2020 (17:35 IST)
Republic Day Speech: ગણતંત્ર દિવસ (Republic Day)દર વર્ષે 26 જાન્યુઆરી ને ખૂબ જ ઉત્સ્સાહ સાથે ઉજવાય છે. 26 જાન્યુઆરીના દિવસે સન 1950ના રોજ ભારત સરકાર અધિનિયમ (એક્ટ)(1935)ને હટાવીને ભારતનુ સંવિધાન  (Constitution Of India) લાગુ કરવામાં આવ્યુ હતુ.  26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10 વાગીને 18 મિનિટ પર ભારત એક ગણતંત્ર બન્યો. તેના છ મિનિટ પછી 10 વાગીને 24 મિનિટ  પર રાજેન્દ્ર પ્રસાદે  ભારતના પ્રથમ રાષ્ટ્રાપ્તિના રૂપમાં શપથ લીધી હતી. આ દિવસે પહેલીવાર એક રાષ્ટ્રપતિના રૂપમાં ડો. રાજેન્દ્ર પ્રસાદે બગ્ગી પર બેસીને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા. ગણતંત્ર દિવસના દિવસે રાજપથ પર પરેડ થાય છે. સાથે જ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં વિવિધ પ્રતિયોગિતાનુ આયોજન કરવામાં આવે છે. અનેક શાળામાં ભાષણ હરીફાઈ થાય છે. જો તમે આ ગણતંત્ર દિવસ પર ભાષણ આપવાના છો તો તમે આ ભાષણ આપી શકો છો. 
 
 
ગણતંત્ર દિવસ પર સ્પીચ  (Republic Day Speech)
આજે ગણતંત્ર દિવસ છે. અને હુ તમને સર્વને આ દિવસની શુભેચ્છા આપુ છુ. આપણે બધા આજે ગણતંત્ર દિવસ ઉજવવા મટે ભેગા થયા ક હ્હે. ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. કારણ કે આ દિવસે આપણા દેશનુ સંવિધાન લાગુ કરવામાં આવ્યુ હતુ. 26 જાન્યુઆરી 1050ના રોજ આપણો દેશ ભારત એક ગણતંત્ર દેશ બની ગયો. આ દિવસની સૌથી સારી વાત એ છે કે બધી જાતિ અને વર્તના લોકો મળીને એકસાથે આ દિવસ ઉજવે છે. ભારતનુ સંવિધાન લેખિત  સંવિધાન છે.  આપણા સંવિધાનને બનવામં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય સંવિધાન દુનિયામાં સૌથી મોટુ લેખિત સંવિધાન છે.   26 જાન્યુઆરે 1950ના રોજ ડો. રાજેન્દ્ર પ્રસાદે ગવર્નમેંટ હાઉસના દરબાર હૉલમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી હતી. ભારતના પહેલા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો હતા. ગણતંત્રનો અર્થ છે ગણ + તંત્ર .. મતલબ લોકોના દ્વારા લોકો માટેનુ શાસન. આજના દિવસે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા ખૂબ જરૂરી છે. તેમને જ કારણે આજે આપણે સૌ આઝાદ છીએ.  આપણા દેશના મહાન નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓ મહાત્મા ગાંધી, ભગત સિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી અને અગણિત દેશભક્તોએ બ્રિટિશ હુકુમત સામે લડ્યા અને પોતાના જીવનનુ બલિદાન આપીને આપણને આઝાદી અપાવી. 
 
ભારત એક આઝાદ દેશ બનાવવા માટે આ લોકોએ અંગ્રેજો વિરુદ્ધ સતત લડાઈ લડી. આપણે આ બધા સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને ભૂલી શકતા નથી.   ગણતંત્ર દિવસના અવસર પર રાજપથ પર ત્રિરંગો લહેરાવવામાં આવે છે. પછી રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને 21 તોપોની સલામી થાય છે.  ગણતંત્ર દિવસના અવસર પર અશોક ચંદ્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સન્માન આપવામાં આવે છે. ત્યારબાદ આપણી સેના પોતાનુ શક્તિ પ્રદર્શન અને પરેડ માર્ચ કરે છે. પરેડમાં ભારતની ત્રણેય સેના જળ સેના, વાયુ સેના અને ભૂમિ સેનાની ટુકડીનો સમાવેશ થાય છે પરેડમાં અનેક પ્રકારના ટિલ્લાઓ જોવા મળે છે. જે લોકોનુ મનોરંજન કરે છે. આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યુ હતુ કે અમે એક જ સંવિધાન ને સંઘમાં આપણા પૂર્ણ મહાન અને વિશાળ દેશના અધિકારને જોયા છે. જે દેશમાં રહેતા  બધા પુરૂષો અને મહિલાઓના કલ્યાણની જવાબદારી લે છે. 
 
આ ખૂબ શરમની વાત છે કે આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે આજે અપરાધ ભ્રષ્ટાચાર અને હિસા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે એકવાર ફરી એક થઈને જે રીતે સ્વતંત્રતા સેનાનીઓએ નેતાઓએ અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢ્યા હતા. એ જ રીતે આપણા દેશમાંથી આ દુર્ગોણોને બહાર કાઢીને ફેંકીએ.   આપણે આપણા ભારત દેશને એક સફળ, વિકસિત અને સ્વચ્છ દેશ બનાવવાનો છે.   આપણે ભારત દેશની ગરીબી બેરોજગારી, અશિક્ષા, ગ્લોબલ વોર્મિંગ, અસમાનતા વગેરે જેવી વસ્તુઓને સારી રીતે સમજવી પડશે અને તેનો ઉકેલ લાવવો પડશે.  આવો આપણે  બધા મળીને પ્રતિજ્ઞા લઈએ છે કે આપણે આ જ રીતે ભારતને એકતા અને અખંડતાને કાયમ બનાવી રાખીશુ અને દેશના વિકાસમાં આગળ વધીને યોગદાન આપતા રહીશુ. 
 
આ સાથે જ હુ મારી વાણીને વિરામ આપવા માંગીશ. મારા ભાષણને સાંભળવા બદલ સૌનો આભાર જય હિંદ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.

મુંબઈમાં બેસ્ટ બસ સાથે બીજો અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

મુંબઈના વરલીમાં પૂનમ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી, 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

"જો સરકાર બનશે તો અમે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપીશું", તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત

19 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતાએ કેન્દ્ર સરકારને આપી ચેતવણી

આગળનો લેખ
Show comments